સ્પોર્ટ્સ ચેનલ શો પરની વાતચીત દરમિયાન ગંભીરે અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી

ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર તેની સાફ સાફ બોલવા માટે જાણીતા છે. નિર્ભય રીતે મેદાન પર બેટિંગ કરવાની હોય કે વિરોધી ખેલાડીનો મુકાબલો કરવો હોય કે તેની પોતાની ટીમમાં રહેલી ખામીઓને ઉજાગર કરવો હોય, ગંભીરએ આ બધું કોઈ ડર્યા વગર કર્યું છે. આજે ફરી એક વખત ગંભીર બોલ્યા અને કહ્યું કે, ટીમ ઈન્ડિયા મોટી મેચોમાં દબાણ સહન કરી શકે નહીં અને તેથી જ તે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટૂર્નામેન્ટ જીતી શકશે નહીં.

image source

ગંભીરને લાગે છે કે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોમાં માનસિક તાકાતનો અભાવ છે, જેના કારણે ભારતીય ટીમ મુશ્કેલ સમયમાં ભટકતી જાય છે. જ્યારે ટીમ દબાણમાં હોય છે ત્યારે ખેલાડીઓ તે દબાણમાંથી કેવી રીતે બહાર નીકળવું તે સમજી શકતા નથી, તેનું સૌથી મોટું ઉદાહરણ 2015 અને 2019 વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં ભારતની કારમી હાર છે. આ બંને વર્લ્ડ કપમાં,

image source

ટીમ ઈન્ડિયા લીગ મેચના તબક્કામાં અજેય રહી હતી, પરંતુ સેમિફાઇનલ દરમિયાન તેઓ દબાણ હેઠળ આવતાની સાથે જ તેઓ સંપૂર્ણ રીતે વિખેરાઇ ગયા હતા અને ટૂર્નામેન્ટમા હારી ગયા હતા. આ બંને પરાજયનો હવાલો આપીને ગંભીરએ કહ્યું કે જ્યાં સુધી આ ટીમના ખેલાડીઓ દબાણને કાબુમાં ન લે ત્યાં સુધી ટીમ ઇન્ડિયા પોતાને વર્લ્ડ ચેમ્પિયન નહીં કહી શકે.

image source

સ્પોર્ટ્સ ચેનલ શો પરની વાતચીત દરમિયાન ગંભીરે આ બધા મુદ્દાઓની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, ‘તમને ટીમના સારા ખેલાડી અને ખૂબ સારા ખેલાડીથી અલગ શું કરે છે. તમે મહત્વપૂર્ણ મેચોમાં તે જ કરો છો. મને લાગે છે કે કદાચ આપણે દબાણ સાથે વ્યવહાર ન કરીએ, જ્યારે અન્ય ટીમો દબાણનો વ્યવહાર સારી રીતે કરે છે.’

image source

ગંભીરએ વધુમાં કહ્યું, ‘જો તમે તમામ સેમિ-ફાઇનલ અને ફાઇનલ્સ પર નજર નાખો તો તે બતાવે છે કે જ્યારે તમે લીગ તબક્કામાં ખૂબ જ સારો દેખાવ કરો છો પરંતુ સેમિ-ફાઇનલ અથવા નોકઆઉટમાં આટલું સારું રમતા નથી, તો તે સંભવત તમારી માનસિક તાકાત છે.

image source

અમે વાત કરી શકીએ છીએ કે આપણને બધુ મળી ગયું છે, અમારી પાસે વર્લ્ડ ચેમ્પિયન બનવાની ક્ષમતા છે પરંતુ જ્યાં સુધી તમે ક્રિકેટના મેદાન પર સાબિત નહીં કરો ત્યાં સુધી તમને વર્લ્ડ ચેમ્પિયન કહેવામાં નહીં આવે.

image source

આગાવ પણ ગંભીર કોઈના પણ ડર રાખ્યા વગર પોતાના મંતવ્ય ખુલ્લીને આપ્યા છે. અને આજે પણ ગંભીરે પોતાનું મંતવ્ય ખુલ્લીને આપ્યું હતું. જો ગંભીરની વાત પર વિચાર કરીએ તો તેની વાત અમુક અંશે તો ખુબજ સાચી છે કે ફાઇનલ કે સેમી ફાઇનલ જેવી મેચ દરમ્યાન જો ટીમ પોતાની તાકાત નહિ બતાવે તો તે ટીમને ક્યારેય વર્લ્ડ ચેમ્પિયન કહી ના શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.