સુરત અને તાપી જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં ચિત્તા એ દેખા દીધી જેના કારણે લોકો વચ્ચે ડરનો માહોલ છવાયો.

કોરોના ના કહેર વચ્ચે ચિત્તાનો આતંક, સુરત અને તાપી જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં ચિત્તા એ દેખા દીધી જેના કારણે લોકો વચ્ચે ડરનો માહોલ છવાયો.

કોરોનાને હાહાકાર વચ્ચે સુરત અને તાપી જિલ્લાના અમુક ભાગોમાં ચિત્તાએ આતંક મચાવી મુકયો છે. જિલ્લાના કેટલાક ગામડાઓમાં ચિત્તા દેખાઈ રહ્યા છે. ગામના ગાય, ભેંસ ઉપરાંત કુતરાઓના શિકાર થવાને કારણે ગામલોકોમાં ડર નો માહોલ છવાઈ ગયો છે

image source

બારડોલી સરહદના તાજપોર ગામના વૈજનાથ મંદિરની નજીક જ એક ચિત્તા એ ત્રણ કુતરાનો શિકાર કર્યો છે. બારડોલી સરહદના જ જૂની કિકવાડ ગામના ગાભાણ ફળિયામાં ચિત્તા મરઘીઓને શિકાર બનાવી રહયા છે. બારડોલીની નજીક જ વધાવા ગામમાં પેપર મિલની પાછળના ખેતરમાં પાણી પીવડાવવા ગયેલા મીનેશ પટેલને રાત્રે ચિત્તો જોવા મળ્યો હતો.નસુરા માં પણ ખેતરમાં ચિત્તાના ત્રણ બચ્ચા જોવા મળ્યા હતા. સીંગોડ ગામમાંથી પણ ચિત્તાએ બકરીનો શિકાર કર્યો એવી ખબરો બહાર આવી રહી છે. આ સમગ્ર ઘટનાએ લોકોમાં ડરનો માહોલ પેદા કરી દીધો છે. લોકો એકલા અને કોઈ હથિયાર વગર ઘરની બહાર નીકળતા ડરવા લાગ્યા છે.

image source

આ સિલસિલો અહીં જ નથી અટકતો.કામરેજ સરહદના નવી પારડી ગામમાં ઈમ્તિયાઝ બેલીમના શેરડીના ખેતરમાં પણ માદા ચિત્તા પોતાના બે બચ્ચા સાથે દેખાઈ હતી. એ પછી બેલીમે શેરડીની કાપણી રોકી દીધી હતી. કઠોર ગામના માન સરોવર પ્રોજેકટની દીવાલ પર પણ એક ચિત્તો બેઠેલો જોવા મળ્યો હતો. તાપી જિલ્લાની વાલોડ સરહદે આવેલા મોરદેવી ગામ ,બુહારી અને મહુવા સરહદ પર આવેલા મૂડત ગામમાં પણ ચિત્તાના દેખાવાના કારણે ગ્રામવાસીઓ ખૂબ જ ગભરાયા હતા.

જ્યાં જ્યાં ચિત્તા જોવા મળ્યા હતા, ત્યાંના લોકો વન અધિકારીઓ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ ના સભ્યોને જાણકારી આપતા રહે છે. ટ્રસ્ટ ના અધ્યક્ષ જતીન રાઠોડે કહ્યું કે સુરત અને તાપી જિલ્લાના કેટલાક ગામડાઓમાં ચિત્તા દેખાયા છે અને પાલતુ પ્રાણીઓનો શિકાર કરી રહ્યા છે એવા ફોન અમને આવી રહ્યા છે. ટ્રસ્ટે જે તે વિસ્તારોમાં નાઈટ વિઝન કેમેરા મુક્યાં છે.અને સાથે સાથે વન વિભાગ સાથે મળીને પિંજરા પણ મુક્યાં છે.

image source

કોરોનાને લોકડાઉન વચ્ચે જ્યારે માનવ મહેરામણ ઉમટતું અટક્યું છે ત્યારે આવા વન્ય જીવો શહેર અને ગામડા ના શાંત પડેલા રસ્તા પર જોવા મળે એમાં કોઈ નવાઈ નથી.

આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા વડોદરા શહેરમાં પણ બની હતી. વાહનોની અવરજવર બંધ થવાને કારણે શાંત પડેલા દાંડિયાબજાર- અકોટા બ્રિઝ પાસે એક શાહુડી ફરતી દેખાઈ હતી જેને ત્યાંના સ્થાનિક લોકોએ પોતાન મોબાઈલ કેમેરા કેદ પણ કરી હતી.