ભલભલા લોકોને ડર લાગે એ કામ રાજકોટના 10 વર્ષના બાળકે ગાંધીજી બનીને કરી બતાવ્યું, આપ્યો કોરોના ટેસ્ટનો સંદેશો

આખા વિશ્વમાં હાલમાં કોરોનાનો પ્રકોપ ફાટી નીકળ્યો છે અને રોજ 80 હાજર ઉપરના કેસ તો ખાલી ભારમાં આવે છે. ગુજરાત પણ હવે કોરોનાની જાળમાં જ ફસાઈ ગગેયું જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોમાં પણ કોરોનાને લઈ એક પ્રકારનો ડર પેસી ગયો હોય એવું લાગે છે.

લોકોમાં છે હજુ કોરોના ટેસ્ટ બાબતે ડર

જો કે હાલમાં સરકાર તરફથી કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. તેમ છતાં હજી પણ લોકોમાં કોરોના ટેસ્ટને લઇને એટલી જાગૃતતા જોવા મળી રહી નથી. લોકો કોરોના ટેસ્ટ કરાવાને લઇને ડરતા હોય છે ત્યારે રાજ્યના રાજકોટમાં 10 વર્ષના બાળકે ગાંધીજી બનીને કોરોના ટેસ્ટ કરાવ્યો અને લોકોને ટેસ્ટ કરાવવા સંદેશ આપ્યો છે. આ જોઈને આશા છે કે હવે લોકોને લક્ષણ જોવા મળતા તેઓ કોરોનાનો ટેસ્ટ કરાવશે.

10 વર્ષના બાળકે મહાત્મા ગાંધી બનીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો

સરકાર તો પોતાની રીતે રાજ્યના લોકોને કોરોના ટેસ્ટ અને સામાજિક જાગૃતતા માટે કામ કરી રહી છે. તો બીજી તરફ રાજકોટમાં એક 10 વર્ષના બાળકે મહાત્મા ગાંધી બનીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો અને લોકોને ટેસ્ટ કરાવવા સંદેશ આપ્યો છે. આ બાળકનું નામ વિહાન છે. રાજકોટના આ નાનકડા બાળકે કોરોના મહામારીમાં મોટો સંદેશ આપવાનું કામ કર્યું છે.

ગાંધીજી જીવતા હોત તો તેઓ પણ ટેસ્ટ કરાવતાનો સંદેશ આપે

જ્યારે સમય એવો છે કે ભારતમાં દરરોજ 80 હજારથી વધારે અને ગુજરાતમાં દરરોજ 1400 આસપાસ લોકોને કોરોના પોઝિટિવ કેસ આવે છે. લોકો કોરોના ટેસ્ટ કરાવવાથી ગભરાઇ છે. એવામાં વિહાને ગાંધી બનીને ટેસ્ટ કરાવ્યો છે. જો આજે ગાંધીજી જીવતા હોત તો તેઓ પણ ટેસ્ટ કરાવતાનો સંદેશ આપ્યો છે. આ બાળકે કહ્યું કોરોના ટેસ્ટથી ડરવું ન જોઇએ. રાજકોટની ફ્રિડમ યુવા સંસ્થા દર વર્ષે ગાંધી જયંતીના દિવસે ગાંધી વિચાર યાત્રા સાથે રેલી નીકાળે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રેલીની મંજૂરી નથી. ત્યારે ગાંધીજીના સહારે કોરોનાનો મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ગુજરાતની 6 કરોડ જનતાને અને ભારતના લોકોને પણ એક સંદેશો આપવાનું કામ પાર પાડ્યું છે.

ગુજરાતમાં કોરાનાની સ્થિતિ

image source

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં રોજેરોજ આવતા 1400થી વધુ પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1381 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,36,004એ પહોંચી છે. આજે સુરતમાં 311 કેસ નોંધાયા છે.

image source

જ્યારે અમદાવાદમાં 195 કેસ સાથે 3 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3442એ પહોંચ્યો છે. જ્યારે 1383 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span