સુરતના ડોક્ટરે કોવિડ વોર્ડમાં સ્થાપ્યા ડ્રાયફ્રુટસના ગણપતિ, કરી લો તમે પણ ઘરે બેઠા દર્શન

કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે. જો કે આ વર્ષે રાજ્યમાં ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળી નથી. આ સાથે જ જાહેર જગ્યા ઉપર પંડાલ પણ રાખવાની મનાઈ છે. લોકો પોતાના ઘરે જ ગણેશ સ્થાપના કરી ગણેશજીની પૂજા-અર્ચના કરી રહ્યા છે. તેવામાં સુરતના એક ડૉક્ટરે અનોખી પહેલ કરી છે.

image source

વર્તમાન સમયમાં સૌથી વધુ સકારાત્મકતાની જરૂર કોરોનાના દર્દીઓને છે. આ વાતને ધ્યાનમાં રાખી અને સુરતના એક ડૉક્ટરે કોવિડ સેન્ટરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે. ગણપતિની મૂર્તિની ખાસ વાતએ છે કે તે ડ્રાયફ્રુટ થી બનેલી છે.

image source

ગણેશ મહોત્સવની શરૂઆત થતા જ આ ડોક્ટરએ કોરોનાના દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટરમાં 511 ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરી ગણેશજી બનાવ્યા અને તેની સ્થાપના કરી. ડોક્ટર અદિતિ એ કરેલી આ પહેલી ચર્ચા હાલ દેશભરમાં થઈ રહી છે

image source

ડ્રાયફ્રુટ થી બનાવવામાં આવેલી આ પ્રતિમાની ઉંચાઈ 20 ઇંચ છે અને તેમાં 500 થી વધુ ડ્રાયફ્રુટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બદામ, અખરોટ, પિસ્તા, કાજુ અને મગફળીથી ગણેશજીની આબેહૂબ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ગણેશજીની સ્થાપના સુરતના અલથાણના કોવિડ કેર સેન્ટરમાં કરવામાં આવી છે જેની પૂજા કોરોનાના દર્દીઓ કરશે

image source

ગણેશજીની પ્રતિમા તૈયાર કરવા માટે સૌથી વધુ અખરોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણેશજી બનાવવામાં 200થી વધુ અખરોટ, 66 બદામ, 172 નંગ મગફળી, 7 પિસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિનું વજન અઢી કિલો જેટલું છે. ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ આ ડ્રાયફ્રૂટ્સ અને હોસ્પિટલના દર્દીઓમાં વહેંચી દેવામાં આવશે. આ પ્રતિમા બનાવવા માટે સાત દિવસનો સમય લાગ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span