ગણેશજીના પ્રિય વારે જ દરિયામાંથી નીકળી સુંદર ગણેશ મૂર્તિ, લોકોએ કહ્યું ચમત્કાર

ભારત અને ખાસ કરીને ગુજરાત ધાર્મિક લોકો ની ભૂમિ તરીકે પણ ઓળખાય છે અહીં લોકોનો ધર્મ સાથે અને ભગવાન સાથે ખાસ સંબંધ છે તેવામાં એક ચમત્કારી ઘટના બની છે જે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે વલસાડ તાલુકાની આ ઘટના ખાસ એટલા માટે છે કે અહીં સંકટ ચોથના દિવસે જ દરિયા કિનારેથી ગણેશજીની મૂર્તિ મળી આવી છે.

image source

આ અંગે જાણવા મળ્યા અનુસાર વલસાડ તાલુકાના કાંઠા ના દાંડી ગામે દરિયાકિનારે રેતીમાં ખુલી કોઈ વસ્તુ સ્થાનિકોને જોવા મળી હતી. નજીક જઈ લોકોએ જોયું તો રેતીમાં ખુંચેલી ગણેશજીની કાળા પથ્થર ની મૂર્તિ નીકળી આવી હતી. આ વાત વાયુવેગે પંથકમાં ફેલાય અને ગામલોકોમાં દરિયામાંથી નીકળેલા ગણેશજીની મૂર્તિ જોવાની ઉત્સુકતા ફેલાઈ ગઈ. લોકોની લાગણીને ધ્યાનમાં રાખી આ મૂર્તિને શ્રદ્ધાપૂર્વક ગામમાં આવેલા હનુમાન મંદિરમાં સ્થાપિત કરવામાં આવી લોકો હવે આ મૂર્તિની પૂજા અર્ચના કરવા લાગ્યા છે.

image source

આ અંગે સૌથી પહેલા એક માછીમાર બંધુ ને જાણ થઈ હતી તે સવારના સમયે દરિયા નજીક ચાલવા નીકળ્યા હતા ત્યારે રેતીમાં ભીની જગ્યામાં તેમને કોઈ વસ્તુ નજરે પડી ઉત્સુકતાવશ તેમણે નજીક જઈ અને જોયું તો રેતીનો કાળો પથ્થર જેવું કંઇક જોવા મળ્યું તેમણે રેતીને થોડી ઉલેચી તો અંદરથી મૂર્તિ નો આકાર નીકળી આવ્યો તેમણે આ અંગે ગામના સરપંચને જાણ કરી અને ગામલોકો મૂર્તિને જોવા માટે દરિયાકિનારે એકત્ર થવા લાગ્યા.

image source

ગણેશજીની દરિયામાંથી નીકળી આ મૂર્તિની વાત કરીએ તો કાળા પથ્થરમાંથી બનેલી આ મૂર્તિ નું વજન આશરે ૪૦ કિલો જેટલું માનવામાં આવે છે આ મૂર્તિ દરિયામાં ભરતી આવતા કોઇ જગ્યાએથી ખેંચાઈ આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે મૂર્તિ ખૂબ જ સુંદર હોવાથી ગામ લોકોએ તેની પૂજા કરી હનુમાન મંદિરમાં સ્થાપિત કરી છે જોકે કેટલાક લોકો આ વાતને ચમત્કાર પણ ગણી રહ્યા છે અને ગણેશજી ગામમાં સાક્ષાત ઉત્પન્ન થયા હોય તેવું પણ માની રહ્યા છે.

image source

આ માનવાનું કારણ એ પણ છે કે જે દિવસે આ મૂર્તિ નીકળી આવી હતી તે દિવસ ગણેશજીના પ્રિય વાર હતો અને સાથે જ તે દિવસે તિથિ પણ સંકટ ચતુર્થી ની હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર પણ આવનાર છે. તેવામાં દરિયાકિનારેથી નીકળેલી આ સુંદર મૂર્તિ લોકો માટે આકર્ષણ, ચમત્કાર અને આસ્થાનું કેન્દ્ર બની ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.