આજે છે ગણેશ ચોથ, સંકષ્ટ ચતુર્થીનું વ્રત, આ રીતે ગણેશજીને કરો પ્રસન્ન

આજે છે ગણેશ ચોથ – સંકષ્ટ ચતુર્થીનું વ્રત – ગણેશજીને આ રીતે પ્રસન્ન કરો

ભગવાન શ્રી ગણેશને અન્ય બધા જ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે. તેમને બુદ્ધિ, બળ અને વિવેકના દેવતાનો દરજો પ્રાપ્ત છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોની બધીજ પરેશાનીઓ અને વિઘ્નો દૂર કરી દે છે માટે જ તેમને વિઘ્નહર્તા પણ કહ્યા છે.

image source

હિન્દુ પંચાંગ પ્રમાણે દરેક માસમાં બે ચતુર્થી તિથિ આવે છે, એક કૃષ્ણ પક્ષની ચતુર્થી જેને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે અને બીજી શુક્લ પક્ષની ચતુર્થી તિથિ જેને વિનાયક ચતુર્થી કહેવાય છે. જો આ તિથિ બુધવારના દિવસે આવે તો તેને શુભ ફળ આપનારી માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન ગણેશની પૂજાથી જીવનની બધી જ બાધાઓ દૂર કરી શકાય છે.

image source

આજે બુધવાર 8મી જુલાઈ 2020ના રોજ એટલે કે હિન્દુ તિથિ પ્રમાણે અષાઢ મહિનાના વદ પક્ષની ચોથ છે. આજના દિવસે ગણેશજીને પ્રસન્ન કરવા તેમના ભક્તો સંકષ્ઠ ચોથનું વ્રત કરે છે અને વિધિવત પૂજા અર્ચના કરે છે. બુધવારના દિવસને ગણેશજીનો દિવસ ગણવામાં આવે છે. આજના દિવસે ગણેશજીની સાથે સાથે બુધગ્રહ માટે પણ ખાસ પૂજા અર્ચના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે પુજા દરમિયાન તમારે ગણેશજીના 12 નામના મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ તમારે 108 વાર કરવો જોઈએ.

આ રીતે કરો ગણપતિની પૂજા – અર્ચના

image source

હિન્દુ ધર્મમાં કરવામાં આવતા દરેક વ્રતની જેમ ગણેશ ચોથના વ્રતના દિવસે પણ વ્યક્તિએ સવારે વહેલા જાગી, નિત્યકામ પતાવી, નાહી લેવું જોઈએ ત્યાર બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરી મંદિર સમક્ષ બેસવું જોઈએ અને તાંબા, પિતળ, સોના, ચાંદી કે માટીથી બનેલી શ્રી ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. આ દિવસે તમારે ગણપતિને જનોઈ પહેરાવવી જોઈએ. તેમજ તેમને ચંદન, સિંદૂર, અબિલ ગુલાલ પણ અર્પિત કરવા જોઈએ. આ સાથેસાથે પુજા સામગ્રીમાં ચોખાનો પણ સમાવેશ કરવો જોઈએ.

image source

પૂજાના પ્રારંભમાં તમારે ગણેશ મંત્ર ‘ૐ ગં ગણપતયૈ નમઃ’નો જાપ કરવો જોઈએ તેમજ ભગવાન પર દૂર્વાની 21 ગાંઠો ચઢાવવી જોઈએ. તેમજ ગણપેતિને અત્યંત પ્રિય એવા લાડવાનો ભોગ ચડાવવો જોઈએ. અને ગણેશજીની આરતીમાં કપૂરનો ભૂલ્યા વગર ઉપયોગ કરવો જોઈએ. પૂજા વિધિ પૂર્ણ થઈ ગયા બાદ પ્રસાદની વહેંચણી પણ કરવી જોઈએ.

ગણેશ ચોથના દિવસે પુજા દરમિયાન તેમના આ 12 નામના મંત્રનો જાપ અચૂક કરો

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે ગણપતિજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવ્યા બાદ તમારે તેમના બારે નામના મંત્રોનો જાપ કરવો જોઈએ. જે આ પ્રમાણે છેઃ ૐ ઉમાપુત્રાય નમઃ, ૐ ગણાધિપતયૈ નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ કુમારગુરુવે નમઃ, ૐવિઘ્નનાશનાય નમઃ, ૐ મૂષકવાહનાય નમઃ, ૐ ઇશપુત્રાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ સર્વસિદ્ધપ્રદાય નમઃ, ૐ ઇભવક્ત્રાય નમઃ,

તમારા બુધ ગ્રહની અસરને સુધારવા આટલું કરો

image source

તમારી કુંડળીમાંના બુધ ગ્રહની અસરને સુધારવા માટે તમારે દર બુધવારે બુધ ગ્રહની ખાસ પુજા કરવી જોઈએ. આમ કરવાથી બુધ ગ્રહના કારણે તમારી કુંડળીમાં જે દોષ ઉભા થાય છે તે દૂર થશે. આ દિવસે તમારે લીલા મગનું દાન કરવું જોઈએ. તેમજ આ દિવસે તમારે ૐ બું બુધાય નમઃ ના જાપની એક માળા કરવી જોઈએ. આમ કરવાથી તમને શુભ ફળ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.