કોરોના પોઝિટિવ પતિ સુધી પટેલ મહિલાએ પહોંચાડ્યું પવિત્ર જળ અને સાથે મુકાવી આ ભગવાનની મૂર્તિ, પણ..

કોરોના વાયરસની મહામારી આખાય વિશ્વમાં જોવા મળી રહી છે. પણ હજુ સુધી આ રોગની કોઈ દવા શોધવામાં આવી નથી. આ બીમારી સામે લડવા માટે માત્ર અને માત્ર જે તે વ્યક્તિની પોતાની ઈમ્યુન સીસ્ટમ જ એને મદદ કરે છે. આવા સમયે જ્યારે દવા નથી હોતી, ત્યારે આપણે ભારતીયો દુઆ પર વિશ્વાસ કરતા હોઈએ છીએ. આવા જ એક સમાચાર બ્રિટનમાંથી આવ્યા છે.

IMAGE SOURCE

બ્રિટનમાં રહેતી ભારતીય મુળની કાનન પટેલે પોતાના પતિ કોરોનાના પગલે હોસ્પીટલમાં હતા, ત્યારે એમના રક્ષણ માટે કાનને પવિત્ર પાણી હોસ્પીટલમાં મોકલાવ્યું હતું. જેથી કરીને ભગવાનના આશીર્વાદ મળી શકે. જો કે આટલું કરવા છતાં એના પતિનો જીવ બચી શક્યો ન હતો. પણ કાનનને એ વાતનો સંતોષ છે કે, પતિના અંતિમ સમયમાં એ આટલું તો કરી શકી હતી.

પતિને બચાવવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ

IMAGE SOURCE

બ્રિટનમાં રહેતી કાનન પટેલના પતિને કોરોનાના કારણે હોસ્પીટલમાં રાખવામાં આવ્યા હતા. જો કે કોરોના વાઈરસથી બીમાર પતિને બચાવવા તમામ પ્રયાસો કર્યા હોવા છતાં તેમને સફળતા મળી ન હતી. જો કે કોરોનાના દર્દીઓને હોસ્પીટલમાં રાખવામાં આવે છે,

IMAGE SOURCE

ત્યારે દર્દીઓને મળવા માટે તેમના પરિવારજનોને પણ મંજૂરી આપવામાં આવતી નથી. આવા સમયે કાનને નર્સ દ્વારા પતિ જયેશ પટેલના હોઠ પર પવિત્ર જળનો છંટકાવ કરાવ્યો હતો, તેમજ એમના બેડ પાસે ગણેશજીની નાનકડી મૂર્તિ પણ મુકાવડાવી હતી.

તબિયત લથડતા હાડકા પણ દેખાવા લાગ્યા હતા

IMAGE SOURCE

કાનન પટેલે એક ન્યુઝ વેબસાઈટને જણાવ્યું હતું કે એમના પતિ પોતે પણ કમ્યુનીટી ફાર્માસિસ્ટ તરીકે કામ કરતા હતા. આ દરમીયાન કાનને એમ પણ કહ્યું કે પતિના હોસ્પીટલમાં દાખલ થયા પછી તે એમને મૃત્યુની અંતિમ ક્ષણોમાં પણ મળી શકી ન હતી. આ બાબતે કાનને કહ્યું હતું કે એમના પતિ પણ લોકોને દવા આપતી વખતે જ સંક્રમિત થયા હશે. જો કે ઘણા દિવસ ઘરે બીમાર રહેવાના કારણે એમના પતિની તબિયત લથડી હતી. એમની તબિયત એટલી ખરાબ થઇ હતી કે તેઓ પાણી પણ પી શકતા ન હતા એટલે એમને ચમચી વડે પાણી પીવડાવવું પડતું. એમના હાડકા પણ દેખાવા લાગ્યા હતા.

અંતિમ સમયમાં પણ ફોન પર જ વાત થઇ હતી

IMAGE SOURCE

કાનને જણાવ્યું હતું કે એમણે પતિ સાથે અંતિમ સમયમાં પણ ફોન પર જ વાત કરી હતી, અને ભગવાનને પ્રાથના કરવા સૂચવ્યું હતું. જો કે પછી એમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા, તેમ છતાં એમની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો ન હતો. પતિને મળી ન શકવાના કારણે પત્નીએ હોસ્પીટલની નર્સ સાથે પાર્કિંગમાં મળીને પતિના હોઠ પર પવિત્ર જળનો છંટકાવ કરવા માટેની વિનંતી કરી હતી. જો કે બીજા દિવસે નર્સે કાનનને પતિના નિધનના સમાચાર આપ્યા હતા. આ સમાચાર સાથે એણે ફોનમાં એમ પણ જણાવ્યું હતું કે એણે કાનનના કહ્યા પ્રમાણે જયેશના હોઠ પર આપેલા જળનો છંટકાવ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.