કહેવાય છે કે પૈસાદાર લોકોને સૌ નમે, આ ગરીબ પરિવારે પ્રિયજનના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પડ્યા રસ્તા પર, કારણ જાણીને તમે પણ રડી પડશો
ગરીબ પરિવારની કરુણ હાલત – રસ્તા પર કરવા પડ્યા પ્રિયજનના અંતિમ સંસ્કાર
આ કરુણ ઘટના સુરત જિલ્લાના અત્યંત સમૃદ્ધ ગણવામાં આવતા બારડોલી ગામની છે. તમને જણાવી દઈએ કે આ ગામમાં એનઆરઆઈ લોકોની બહુમતી છે. અને આ એક અત્યંત સમૃદ્ધ અને વિકસિત ગામડું છે. પણ કહેવાય છે ને કે દીવો બધે જ પ્રકાશ આપે પણ તેની નીચે જ અંધારું છવાયેલું હોય છે તેવું જ આ ગામનું છે. વાસ્તવમાં આ ગામમાં રહેતા આદિવાસીઓ પોતાના પ્રિયજનના મૃતદેહનો અંતિમ સંસ્કાર સ્મશાનમાં ન કરી શક્યા.

વાસ્તવમાં ઘટ્યું હતું એવું કે આ ગામના એક આદિવાસી કુટુંબમાં એક પ્રિયજનનું મૃત્યુ થયું હતું. જ્યારે અંતિમ સંસ્કાર માટે કુટુંબીજનો સ્મશાનગૃહની ચાવી લેવા ગયા ત્યારે તેમને સંચાલક દ્વારા પહેલા પૈસા આપવાનું કેહવામાં આવ્યું પછી જ ચાવી મળશે. આ ઘટનાના પગલે આ સમાજના લોકો ભારે રોશે ભરાયા છે અને છેવટે તેમને કંઈ ઉપાય નહીં જણાતા તેમણે સ્મશાનગૃહમાં નહીં પણ રસ્તા પર મૃતદેહને અંતિમ સંસ્કાર આપ્યા હતા.
આ ઘટનાના પગલે આ ગામના અનુસુચિત જાતિ તેમજ જનજાતિના લોકોની સ્થિતિ પર પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે. સામાન્ય રીતે સ્મશાનગૃહમાં કોઈ નક્કી ભાડુ હોતું નથી જેની જેવી આર્થિક સ્થિતિ હોય તે પ્રમાણે તેઓ દાન કરતા હોય છે. પણ અહીંના સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર માટે ભાવ વધારો કરવામાં આવ્યો છે. અને અહીં પહેલાં પૈસા અને પછી જ અગ્નિદાહ કરવાનો નિયમ કરવામાં આવ્યો છે જેનો અહીંના ગામના લોકોએ વિરોધ કર્યો છે.

મળેલી માહિતી પ્રમાણે ગામમાં રહેતા એક આદિવાસીનું મંગળવારના રોજ કોઈ બીમારીથી મૃત્યુ થયું હતું. ત્યાર બાદ ગામમાં જ આવેલા સ્મશાન ગૃહમાં તેમનો મૃતદેહ લઈને પરિવારજનો અગ્નિદાહ કરવા પહોંચ્યા ત્યાર બાદ તેમણે સ્મશાનગૃહના સંચાલક પાસે ચાવી માગી હતી. પણ તેમને ચાવી નહી આપીને પહેલાં ભાડું ભરવાનું કેહવામાં આવ્યું ત્યાર બાદ જ ચાવી મળશે તેવું પણ જણાવામાં આવ્યું. પણ હાલ આ સ્મશાનગૃહનું ભાડુ જે રૂ.600 હતું તે વધારીને 2500 રૂપિયા કરી દેવામા આવ્યું છે. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પણ વિવાદ ત્યારે સર્જાયો જ્યારે સ્મશાનના સંચાલકે એવું કહ્યું કે ‘પૈસા આપો પછી જ ચાવી આપવામાં આવશે.’

આમ થતાં મૃતકના સમાજના લોકો સ્મશાન ગૃહનુ સંચાલન કરતી સમિતિના પ્રમુખને મળવા પહોંચી ગયા જ્યાં સમિતિના સભ્યોએ ભાડું નક્કી કર્યું હોવાની છટકાવો પ્રયત્ન કર્યો. આમ અચાનક 600 રૂપિયામાંથી સીધો જ 2500 રૂપિયાનો ભાડાનો વધારો કરી દેવામાં આવ્યો હોવાથી આદિવાસી મૃતકનો પરિવાર ભારે રોશે ભરાયો હતો અને છેવટે તેમણે રસ્તા પર જ પ્રિયજનનો અંતિમ સંસ્કાર કરવો પડ્યો હતો.

મૃતકના પરિવારજનોએ ગામના પાદરમાં જઈને પોતાના પ્રિયજનના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. અને કુટુંબ દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શિત કરતાં આખાએ જિલ્લામાં આ મામલાથી ભારે ચર્ચા ઉઠી છે. જ્યારે સ્મશાનગૃહનું ભાડું 600 રૂપિયા હતું ત્યારે પણ આદિવાસી સમાજના લોકોને તે મુશ્કેલી થતી હતી. હવે જ્યારે સીધા જ 2500 રૂપિયા કરી દેવામા આવતા તેમની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.