છેલ્લો દિવસઃ આ ડોક્યુમેન્ટ્સ સાથે મોદી સરકારની ફ્રી સિલિન્ડર યોજનામાં કરી લો અરજી, મળશે લાભ

મોદી સરકાર અવારનવાર ગરીબ પરિવારો માટે સુવિધાઓ અને યોજનાઓ લાવતી રહે છે. જેમાં ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોદી સરકારે 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. જેમાં બીપીએલ પરિવારોને ફ્રીમાં ગેસ સિલિન્ડર આપવાની યોજના હતી. આ યોજનાનો આજે છેલ્લો દિવસ છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો અહીં આપેલા ડોક્યુમેન્ટ્સ ઝડપથી ભેગા કરી લો અને આપેલી પ્રોસેસની મદદથી આજે જ તેનો લાભ લઈ લો તે જરૂરી છે.

image source

મોદી સરકારની એક સ્કીમ છે જેમાં ગરીબ પરિવારોને ફ્રીમાં ગેસ સિલિન્ડર કનેક્શન આપવામાં આવે છે. 2016થી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સ્કીમ આજે 30 સપ્ટેમ્બર 2020માં પૂરી થઈ રહી છે. તો જાણી લો કોણ, કયા ડોક્યુમેન્ટ્સ સાથે હજુ પણ આજે કરી શકે છે અરજી અને લો સ્કીમનો લાભ.

image source

કેન્દ્ર સરકારે 1 મે 2016માં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ઈંધણ, સુંદર જીવનના નારા સાથે આ સામાજિક કલ્યાણ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂાત કરી હતી. યોજનાનો ઉદેશ્ય મહિલા સશક્તિકરણને વેગ આપવાનો હતો. આ સાથે સ્વાસ્થ્ય સંબંધિત ખતરાને રોકવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. જે આજે 30 સપ્ટેમ્બર 2020ના રોજ પૂર્ણ થઈ રહી છે.

આ છે અરજી માટેની સરળ પ્રોસેસ

image source

સૌ પહેલાં તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અધિકૃત વેબસાઈટ પર જાઓ.

અહીં તમારી સામે એક હોમ પેજ ખુલશે, તેમાં ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરો.

ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તેમાં તમામ જાણકારી ભરો. જેમકે તમારું નામ, તારીખ, સ્થાન.

હવે તમે તેને નજીકના એલપીજી કેન્દ્ર પર જમા કરાવી લો.

image source

આ છે જરૂરી ડોક્યુમેન્ટસ

બીપીએલ રાશન કાર્ડ

નગરપાલિકા દ્વારા અધિકૃત બીપીએલ પ્રમાણપત્ર

ઓળખપત્ર (આધાર કે મતદાન કાર્ડ)

image source

અત્યારનો પાસપોર્ટ સાઈઝ ફોટો

નામ, બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ જેવી જાણકારી

આ લોકોને મળી શકે છે યોજનાનો ફાયદો

આવેદક મહિલાની ઉંમર 18 વર્ષ હોવી જરૂરી.

અરજી કર્તા પાસે એક ગ્રામીણ નિવાસી બીપીએલ કાર્ડ હોવું જરૂરી.

image source

મહિલા આવેદકનું સબ્સિડી મેળવવા માટે રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત ખાતું હોવું જરૂરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span