ગેસ એજન્સી પાસે યાદથી અપડેટ કરાવી લો આ બે જાણકારી, નહીંતર રોકાઈ જશે…

1લી નવેમ્બરથી બેંકો, ટ્રેઇન તેમજ LPG ગેસને લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કરવામા આવ્યા છે. એક સામાન્ય માણસ માટે એલપીજી ગેસ રોજિંદા વપરાશમાં આવતી વસ્તુ છે અને તેને લઈને નિયમોમાં થયેલા ફેરફારને જાણવું ખૂબ જ જરૂરી છે. 1લી નવેમ્બરથી એલપીજી સિલિન્ડરની હોમ ડીલીવરીને લઈને ઘણા બધા ફેરફાર કરવાં આવ્યા છે. એક માહિતી પ્રમાણે તેની આખી પ્રક્રિયામાં જ પરિવર્તન
કરવામા આવ્યું છે.

image source

ઓઇલ કંપનીઓ કે જે એલપીજી ગેસનું ઉત્પાદન કરે છે. તેઓ ડોમેસ્ટિક સિલિન્ડરમાં થતી ચોરીને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે જેના માટે તેમણે ગ્રાહકોને ઓળખવા જરૂરી છે અને માટે જ એલપીજી સિલિન્ડર ડિલિવરી સિસ્ટમ લાગુ પાડવામા આવી છે. નવી અપનાવવામાં આવેલી ડિલિવરી સિસ્ટમ પ્રમાણે હવે જ્યારે ડિલિવરી બૉય તમારા ઘરે ગેસના બાટલાની ડિલીવરી આપશે ત્યારે તે પહેલા તે તમારી પાસે આવેલા ઓટીપીને માંગશે તમે તે ઓટીપી આપશો ત્યાર બાદ જ તે તમને સિલિન્ડર આપશે.

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે ઓટીપી

image source

1લી નવેમ્બર 2020થી દેશના 100 સ્માર્ટ સિટીમાં ગેસની ડિલિવરી માટે વન ટાઇમ પાસવર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે તેવું સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જાણવા મળ્યું છે. આ નવી બનાવવામાં આવેલી સિસ્ટમનું નામ ડીએસી એટલે કે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ આપવાં આવ્યું છે. પહેલા તમે માત્ર બાટલાનું બુકિંગ કરાવી દેતા હતા અને તમારા ઘરે ગેસ બોટલ આવી જતી હતી પણ હવે માત્ર બુકિંગ નહીં પણ તમારે ડિલિવરી બૉયને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી પણ આપવાનો રહેશે. અને જ્યાં સુધી તમે તે કોડ ડિલિવરી બૉયને આપશો નહીં તો તે તમને બોટલ ડિલિવર નહીં કરે.

તમારું સરનામું તેમજ મોબાઈલ નંબર અપડેટ કરાવવા ફરજિયાત

image source

ઓઇલ કંપનીઓ દ્વારા અપનાવવામાં આવેલી આ સિસ્ટમથી તેવા ગ્રાહકોની તકલીફમાં વધારો થશે જેમના ઘરના સરનામા તેમજ મોબાઈલ નંબર અપડેટ થયેલા નહી હોય. કારણ કે તમારા નોંધાવેલા સરનામા તેમજ નોંધાવેલા સાચા નંબર પર જ તમને ગેસ બોટલ આપવામાં આવશે અને વન ટાઇમ પાસવર્ડ આપવામા આવશે.

image source

અને તે તમે ડિલિવરી બૉયને નહીં આપી શકો તો તમને સિલિન્ડર પણ નહીં મળી શકે. માટે જ તમને કંપની તરફથી તમારું સરનામું તેમજ તમારો મોબાઇલ તાત્કાલીક અપડેટ કરાવવાની સલાહ આપવામા આવી રહી છે. જો કે આ નિયમ માત્ર ડોમેસ્ટિક સિલિન્ડર પર જ લાગુ પડશે કોમર્શિયલ પર નહીં.

નવેમ્બર મહિનામાં સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર

image source

સામન્ય રીતે દર મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. પણ આ મહિને એટલે કે નવેમ્બર મહિનામાં 14 કિલો એલપીજી સિલિન્ડરની કિંમતમા કોઈ જ ફેરફાર કરવામા આવ્યો નથી. જો કે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો દર સિલિન્ડરે 78 રૂપિયાનો છે.