બિગ બોસ 7ની વિનર ગોહર ખાનનું સાસુમાંએ કંઈક આ રીતે કર્યું ભાવિ વહુનું સ્વાગત, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW યાર!
બિગ બોસ 7ની વિનર ગોહર ખાનની સાસુ માએ કઈક આવી રીતે કર્યું પોતાની ભાવિ વહુનું સ્વાગત, ગોહર ખાન જલ્દી જ કરશે જૈદ દરબાર સાથે લગ્ન.
બિગ બોસ 7ની વિનર ગોહર ખાન જલ્દી જ જૈદ દરબાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંને એ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની ગુડ ન્યૂઝ તેમના ફેન્સને આપી છે. ગૌહર ખાનની સાસુ માઁ ફરજાના દરબારે પણ પોતાની વહુને ખુલ્લા મનથી સ્વાગત કર્યું હતું અને ગોહર ખાન સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

આ ફોટામાં ગૌહર ખાનની સાસુ માઁ ગૌહરને ગાલ પર કિસ કરતી દેખાઈ રહી છે. સાસુ વહુનો આ સુંદર ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગૌહર ખાનની સાસુ ફરજાના દરબારે આ ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું છે કે…
ગૌહર ખાનની સાસુ માઁએ કઈક આવી રીતે કર્યું પોતાની ભાવિ વહુનું સ્વાગત.
ગૌહર ખાનની સાસુ માઁ ફરજાના દરબારે પોતાની વહુનું ખુલ્લા મને સ્વાગત કર્યું છે અને ગૌહર ખાન સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટો શેર કરતા ગૌહર ખાનની સાસુ માઁ ફરજાના દરબારે લખ્યું છે કે “અમારા ઘરમાં તમારું સ્વાગત છે, જૈદ દરબાર અને ગૌહર ખાનને ઘણી બધી શુભકામનાઓ.મારો પ્રેમ, સમર્થન અને આશીર્વાદ હંમેશા તમારા બંનેની સાથે રહેશે.હમેશા ખુશ રહો.”
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ગૌહર ખાને જેની સાથે સગાઈ કરી છે એ બોલિવુડના ખૂબ જ જાણીતા મ્યુઝિક કંપોઝર ઇસ્માઇલ દરબરનો દીકરો છે. ગૌહર ખાન અને જૈદ દરબારમાં અફેરની ખબરો ઘણા સમયથી ચર્ચામાં રહી હતી.મળેલી માહિતી અનુસાર ગૌહર ખાન અને જૈદ દરબાર 25 ડિસેમ્બરે નિકાહ કરશે.
View this post on Instagram
બંનેના લગ્નના બધા જ ફંક્શન મુંબઈની એક હોટેલમાં આયોજિત કરવામાં આવશે. ગૌહર ખાન અને જૈદ દરબારના નિકાહની વિધિ ત્રણ દિવસ સુધી ચાલશે. સગાઈ પછી હવે ગૌહર ખન્ના ફેન્સ ગૌહર ખાન અને જૈદ દરબારના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram
ગૌહર ખાન બોલીવુડની એક જાણીતી અભિનેત્રી છે. ગૌહર મોટાભાગે ફિલ્મોમાં આઈટમ નંબર કરતી દેખાઈ છે. ગૌહર સૌપ્રથમ વાર રોકેટ સિંગ- સેલ્સમેન ઓફ ધ યર ફિલ્મથી બોલીવુડમાં પગ મૂક્યો હતો. એ સિવાય ગૌહર ખાને ઇશકઝાદે, બેગમ જાન, બદરી કી દુલહનિયા, ક્યાં કુલ હે હમ 3, ગોલ્ડ, પીનટ બટર, ફીવર જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે. જયારે જૈદ દરબાર એક સોશિયલ મીડિયા ઇંફ્લુઇન્સર છે તેમજ વ્યવસાયે એ એક કોરિયોગ્રાફર છે. ગૌહર ખાન અને જૈદ દરબાર સૌપ્રથમ વાર ટિકટોક વિડીયો માટે એકબીજાને મળ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.