શિવલિંગની ઘરે પૂજા કરતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

સનાતન ધર્મમાં ભગવાન શિવ ને આદિ દેવોમાંથી એક ગણવામાં આવે છે.આમ તો ભગવાન શંકર ઘણા જ ભોળા છે અને એટલે જ ભક્તોની નાની નાની વાત પર પ્રસન્ન થઈ એમને આશીર્વાદ આપી દે છે. આના લીધે જ એમનું નામ ભોળાનાથ પડ્યું છે. પણ મહાદેવ શંકરના પ્રતીક એવા શિવલિંગમે ઘરમાં સ્થાપિત કરતી વખતે આપણે અમુક વાતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણકે જો ભગવાન શંકર ભોળા છે તો એમનો ક્રોધ પણ એટલો જ ભયંકર છે.

image source

શિવલિંગની પૂજા જો સાચા વિધિ વિધાનથી કરવામાં આવે તો એનું ફળ લાભદાયી નીવડે છે. પણ જો શિવલિંગની પૂજામાં કઈક ખામી કે ભૂલ રહી જાય તો એ ભૂલ કોઈપણ મનુષ્ય માટે વિનાશકારી સાબિત થઈ શકે છે.

ક્યારેય પણ ઘરના મંદિરમાં ન કરો આ ભૂલો

હિન્દુઓના ઘરમાં ભગવાન માટે એક અલગ સ્થાન હોય છે.કેટલાક ઘરોમાં ભક્તો નાનું મંદિર પણ બનાવડાવે છે. પણ જાણકારોના કહેવા પ્રમાણે ઘણીવાર અજ્ઞાનતાના લીધે આપણે મંદિરમાં એવી ભૂલો કરી બેસીએ છે એનો પ્રભાવ ઘણો અશુભ હોય છે.

image source

ઘરના મંદિરમાં રાખો આ વાતો નું ધ્યાન

1. ક્યારેય ગણેશજી ની ત્રણ મૂર્તિ ન રાખો.

2.ઘરના મંદિરમાં ક્યારેય બે શંખ ન રાખો.

3. મોટી મૂર્તિઓ ન રાખો, શિવલિંગ પણ તમારા અંગૂઠાની સાઈઝ કરતા મોટું ન હોવું જોઈએ.શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે ,એ જ કારણે ઘરમાં નાનું શિવલિંગ રાખવું જ શુભ માનવામાં આવે છે.

4. ખંડિત મૂર્તિની પૂજાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે. એટલે ખંડિત મૂર્તિઓને તરત જ પૂજન સ્થાનક માંથી હટાવી એને કોઈ પવિત્ર વહેતી નદીમાં પધરાવી દેવી જોઈએ.

5.ઘરના મંદિરમાં ચામડાંની વસ્તુઓ ન લઈ જવી જોઈએ.

image source

6. ઘરના મંદિરમાં મૃત્યુ પામેલા પૂર્વજોના ફોટા ન લગાવવા જોઈએ, એમના ફોટા ઘરની દક્ષિણ દિશા માં લગાવી શકાય છે પણ મંદિરમાં તો નહીં જ.

7. ઘરના મંદિરની ઉપર ભંગાર કે વજનદાર વસ્તુઓ ન રાખવી જોઈએ.

8.પૂજા ના સમયે ધ્યાન રાખો કે પૂજાની વચ્ચે દિબો ઓલવાઈ ન જાય, એવું થવાથી પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું.

9.ભગવાન ને ચડાવવાના હાર અને ફુલને ક્યારેય ધોયા વગર ન ચડાવો, એને હમેશા સારી રીતે ધોયા પછી જ ઉપયોગ માં લો.

10. પૂજામાં ક્યારેય ખંડિત દિવાનો ઉપયોગ ન કરો.એ સિવાય ઘી ના દિવા માટે રૂ ની વાટ અને તેલના દિવા માટે લાલ દોરાની વાટ નો ઉપયોગ કરો.

image source

આ વાતોનું ધ્યાન રાખશો તો મળશે સવિશેષ કૃપા ને આશિષ.

1 . એ જગ્યા જ્યાં પૂજા ન થતી હોય

શિવલિંગને ક્યારેય એવા સ્થાન પર સ્થાપિત ન કરો જ્યાં પૂજા ન થતી હોય.હિન્દૂ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જો તમેં શિવલિંગની પૂજા વિધિસર ન કરી શકતા હોય કે પૂજા કરવા સમર્થ ન હોય તો ભૂલથી પણ શિવલિંગને ઘરમાં ન રાખો. કેમકે જો કોઈ વ્યક્તિ ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી એનું વિધિસર પૂજન ન કરી શકતો હોય તો એને ભગવાન શિવનું અપમાન સમજવામાં આવે છે.આવું કરવાથી તે કોઈ અનર્થને નોતરે છે.

image source

2 . ભૂલથી પણ ન ચઢાવો કેવડાનું ફૂલ

ધર્મગ્રંથોમાં કેવડાના ફુલને શિવલિંગ પર ન ચઢાવવા પાછળ એક વાર્તા છુપાયેલી છે.આ વાર્તા અનુસાર જ્યારે એકવાર બ્રહ્માજી અને વિષ્ણુજી માયાથી પ્રભાવિત થઈને પોતપોતાને એકબીજાથી શ્રેષ્ઠ સાબિત કરવા લાગ્યા ત્યારે મહાદેવ એમની સામે એક પ્રકાશમય જ્યોતિર્લિંગ રુપે પ્રકટ થયા. જ્યોતિર્લિંગ રૂપમાં ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુ ને કહ્યું કે તમારા બંને માંથી જે મારા આ રૂપણ છેડા ને પહેલા પામી લેશે એ સર્વશક્તિમાન હશે.

ભગવાન વિષ્ણુ શિવજીના જ્યોતિલિંગના ઉપરના ભાગ તરફ ગયા જ્યારે બ્રહ્માજી નીચે ના ભાગ તરફ ગયા. ઘણા દૂર આવી ગયા પછી જ્યારે બંને થાકી ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ શંકર ભગવાન સામેં હાર સ્વીકારી લીધી પણ બ્રહ્માજી એ પોતાની હાર છુપાવવાની એક યોજના બનાવી. એમને કેવડાના ફુલોને સાક્ષી બનાવીને શંકર ભગવાનને કહ્યું કે એમને શિવનો છેડો પામી લીધો છે. બ્રહ્માજી ના આ જુઠાણાને કારણે ભગવાન શિવ રોષે ભરાયા અને ક્રોધમાં આવીને એમને બ્રહ્માજીના એક માથા ને કાપી નાખ્યું.અને કેવડાના ફુલનો પણ પૂજામાં પ્રતિબંધ લગાવી દીધો.

image source

3.તુલસી પર પ્રતિબંધ

શિવ પુરાણની એક કથા પ્રમાણે જલંધર નામનો એક રાક્ષસ હતો જેને વરદાન મળ્યું હતું કે એને યુદ્ધમાં ત્યાં સુધી કોઈ નહિ હરાવી શકે જ્યાં સુધી એની પત્ની વૃંદા પતિવ્રતા રહેશે, એ રાક્ષસના અત્યાચારથી આ સૃષ્ટિને મુક્તિ અપાવવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદાનો પતિવ્રતા હોવાનો સંકલ્પ ભંગ કર્યો અને મહાદેવે જલંધરને મારી નાખ્યો. એ પછી વૃંદા તુલસીમાં પરિવર્તિત થઈ ચૂકી હતી અને એને પોતાના પાંદડા ને મહાદેવની પૂજામાં સામેલ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. આ જ કારણ છે કે શિવલિંગની પૂજામાં ક્યારેય તુલસીના પાન નો ઉપયોગ નથી કરવામાં આવતો.

4 . હળદર પર પ્રતિબંધ
હળદરનો પ્રયોગ સ્ત્રીઓ પોતાની સુંદરતાને નિખારવા માટે કરે છે અને શિવલિંગ મહાદેવ શંકરનું પ્રતીક છે. એટલે ભગવાન શિવની પૂજા કરતી વખતે હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ.

image source

5 .કંકુનો ઉપયોગ
હિન્દૂ માન્યતા પ્રમાણે કંકુ નો ઉપયોગ એક હિન્દૂ સ્ત્રી પોતાના પતિને લાંબા આયુષ્ય માટે કરે છે. ભગવાન શંકર વિનાશકની ભૂમિકા ભજવે છે એટલે સંહારકર્તા શિવની પૂજામાં કંકુ નો પણ ઉપયોગ જ કરવો જોઈએ.

6 . શિવલિંગનું સ્થાન બદલતી વખતે.
શિવલિંગનું સ્થાન બદલતી વખતે એમના ચરણનો સ્પર્શ કરો તથા એક વાસણમાં ગંગાજળ લઈ એમ શિવલિંગને મુકો, જો શિવલિંગ પથ્થરનું બનેલું હોય તો એના પર ગંગાજળથી અભિષેક કરો.

7 . શિવલિંગ પર ક્યારેય કોથળીનું દૂધ ન ચડાવો

શિવલિંગની પૂજા કરતી વખતે હમેશા ધ્યાન રાખો કે એના પર પોસ્ચોરાઈઝડ દૂધ ન ચડાવો, શિવલિંગ ને ચડાવવાનું દૂધ કાચું, ઠંડુ અને સાદું જ હોવું જોઈએ.

8 . શિવલિંગ કઈ ધાતુનું હોય

શિવલિંગને મંદિરમાં સ્થાપિત કરતા પહેલા ધ્યાન રાખો કે શિવલિંગ ઓર ધાતુનો બનેલો એક સાપ લપેટાયેલો હોય.શિવલિંગ સોના, ચાંદી કે તાંબાનું હોવું જોઈએ

image source

9 . શિવલિંગને રાખી જલધારની નીચે.

જો તમે શિવલિંગ ને ઘરે રાખ્યું છે તો ધ્યાન રાખો કે શિવલીનવ પર હંમેશા જલધારા પડતી રહે નહીં તો એ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે.

10 . કઈ મૂર્તિઓ હોય શિવલિંગની નજીક

શિવલિંગ ની નજીક હમેશા ગૌરી અને ગણેશજીની મૂર્તિઓ હોવી જોઈએ, શિવલિંગ ક્યારેય એકલું ન હોવું જોઈએ.