ઘરમાંથી ગરીબીને દૂર કરીને ધનની વર્ષા કરશે આ ખાસ વાસ્તુ ટિપ્સ, જાણીને આજે જ કરો ટ્રાય

જો તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો તમારે કેટલાક નાના ઉપાયો કરી લેવાની જરૂર છે. તેના કારણે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે અને આર્થિક સ્થિતિ સુધરી જશે. દિવાળીના અવસરે માતા લક્ષ્મીની પૂજા ખાસ ગણાય છે. આ દિવસે કેમની કૃપા થશે તો તમારા ઘરમાં ધનની ખામી નહીં રહે. તો જાણો આ ખાસ ઉપાય અને કરી લો ટ્રાય.

કમલગટ્ટાની માળાથી કરો આ વિશેષમંત્રનો જાપ

image source

કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને આર્થિક મુશ્કેલી હોય તો દિવાળીના દિવસે મહાલક્ષ્મીના મહામંત્ર ઓમ શ્રીં હીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હીં શ્રીં ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃનો જાપ કરો. આ જાપ 108 વખત કમલગટ્ટાની માળા સાથે કરવાથી તમને અચૂક લાભ મળશે.

પીપળાના ઝાડ નીચે કરો આ કામ

image source

દિવાળી અમાસના દિવસે આવે છે. તો આ દિવસે સવારે પીપળાના ઝાડમાં જળ ચઢાવો. તેનાથી શનિ સંબંધિત દરેક દોષ ખતમ થાય છે. આ સાથે કાળ સર્પ યોગ પણ ખતમ થાય છે. ધ્યાન રાખો કે સવારમાં પીપળાએ જળ ચઢાવ્યા બાદ રાતે સરસિયાના તેલનો દીવો કરવો. આમ કર્યા બાદ ચૂપચાપ ઘરે પરત ફરો. ભૂલથી પણ પાછું ફરીને જોવું નહીં.

લક્ષ્મી પૂજન બાદ કરો આ કામ

image source

દિવાળીના દિવસે વિધિ વિધાન સાથે પૂજા કર્યા બાદ દરેક રૂમમાં શંખ અને ઘંટડી વગાડો. માન્યતા છે કે આમ કરવાથી જાતક અને પરિવારના સભ્યોના જીવનમાં દરિદ્રતા દૂર થાય છે. સાથે દેવી લક્ષ્મીનું પણ આગમન થાય છે. આ સિવાય દિવાળીના દિવસે પ્રથમ પૂજ્ય શ્રીગણેશને દુર્વા અર્પિત કરો. માન્યતા છે કે ગણેશજીને દુર્વાની 21 ગાંઠ ચઢાવવાથી પણ તેમની કૃપા મળે છે.

દિવાળીના દિવસે ખરીદી લાવો આ ચીજો

image source

દિવાળીના દિવસે લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ ઉપાય જૂનો છે. માન્યતા છે કે તેને કરવાથી જીવનમાં ક્યારેય ધનની ખામી આવતી નથી. આ સિવાય દિવાળીના દિવસે નવી સાવરણી ખરીદો. આમ કરી તેની પૂજા કરો અને ઘરની સફાઈ કરો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા થષે.

લક્ષ્મી પૂજામાં આ વસ્તુ અચૂક રાખો

image source

ધનલાભ માટે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં એક કે 2 હળદરની ગાંઠ રાખો. તેને પૂજા પત્યા બાદ ઘરમાં એ જગ્યાએ રાખો જ્યાં તમારા રૂપિયા રહે છે. આમ કરવાથી ઘરમાં બરકત આવશે.

આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે

image source

દિવાળીના દિવસે કુળ દેવતા અને દેવી લક્ષ્મીની પૂજા વિધિ વિધાન સાથે કરો. આ પછી પીળી કોડીઓને લક્ષ્મી પૂજામાં રાખો. માન્યતા છે કે આ ઉપાયથી ધનસંબંધી ખામી દૂર થાય છે અને જતું રહેલું ધન પાછું આવી જાય છે.