ઘી સ્વાસ્થ્ય માટે સારું એ તો તમે જાણો છો પણ તમે જાણો છો સ્વાસ્થ્ય માટે કેટલું ઘી ખાવું જોઈએ? વાંચો અને જાણો…

ભારતમાં ઘીને હંમેશા શુભ, પોષણ અને દરદ મટાડનારો એક પવિત્ર પદાર્થ માનવામાં આવ્યો છે. તે માત્ર રોજીંદી રસોઈમાં જ નથી વાપરવામાં આવતું, પણ તેને પુજા વિધીમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઘીનો સારી ચરબીમાં એટલે કે હેલ્ધી ફેટમા સમાવેશ કરવામાં આવે છે. ઘીના અગણિત સ્વાસ્થ્ય ફાયદાઓ છે. જેમાં આશ્ચર્યજનક રીતે વજન ઘટાડાનો પણ સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ આજે સ્વાસ્થ્ય માટે સોનાની ખાણ સમાન ઘીના ફાયદાઓ વિષે.

આયુર્વેદ, ભારતના તબીબી વિજ્ઞાનમાં ઘીને સંતુલીત આહારમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, અને તેને માનવ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ચરબી માનવામાં આવ્યું છે. શરીર શુદ્ધી માટેની કેટલીક આયુર્વેદીક વિધીઓ જેમ કે પંચકર્મ (પાંચ સ્તરીય ડીટોક્સીફીકેશન ટ્રીટમેન્ટ જેમાં મસાજ, ઔષધીય ઉપચાર અને અન્ય પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવે છે)ની પ્રક્રિયા ઘી વગર પુરી થતી નથી.

ઘીના ફાયદાઃ

1. વજન ઘટાડવામાં મદદરૂપ

image source

ઘી માત્ર ઓમેગા-3 ફેટથી જ ભરપુર નથી પણ તેમાં ઓમેગા – 6 ફેટ પણ છે. ઓમેગા – 6 ફેટ લીન બોડી માસ વધારવા માટે મદદરૂપ હોય છે જ્યારે બીજા પક્ષે ફેટી માસ ઘટાડે છે. વધારામાં નિષ્ણાતોને એવું પણ જાણવા મળ્યું છે કે ઘી ચરબીના કોષોને ઉર્જા તરીકે બાળવામાં પણ મદદ કરે છે. અને આ બધું તમને વજન ઘટાડવામાં તેમજ વજનને જાળવી રાખવામાં મદદ કરે છે. ઘી શરીરની જડ ચરબીને ઘટાડવામાં પણ મદદ કરે છે.

2. શરીરમાંથી ઝેરીતત્ત્વો બહાર કાઢવામાં મદદરૂપઃ

ઘી લિપોફીલીક ઇફેક્ટ ધરાવે છે જે શરીરમાંના અન્ય ફેટી એસીડ અને ફેટી ટોક્સીન્સને અસર કરે છે. (લીપોફોલીક એટલેકે શરીરની અન્ય ચરબીઓ ઘી જેવી ચરબી તરફ આકર્ષાવી). તે શરીરમાં જમા થઈ ગયેલી ચરબી તેમજ ઝેરી તત્ત્વોને શરીરની બહાર કાઢે છે.

3. સ્વસ્થ પાચન માર્ગ

image source

સંશોધન એવું જણાવે છે કે જે દર્દી અસ્વસ્થ પાચન માર્ગ ધરાવતો હોય તે બૂટીરીક એસિડ ઉત્પન્ન કરે છે અને તેનામાં ફેટી એસીડનું પ્રમાણ ઓછું હોય છે અથવા તો તે સંબંધીત તેલ તેના આંતરડામાં ઓછા પ્રમાણમાં હોય છે. તે રેશાને બુટીરીક એસીડમાં ફેરવે છે, જે આંતરડાના સુક્ષ્મ જંતુઓ માટે મહત્ત્વનું છે. ઘી ગેસ્ટ્રીક એસીડને છૂટવામાં મદદરૂપ થાય છે, આ રીતે તે પાચન પ્રક્રિયામાં મદદ કરે છે. સારું પાચન એટલે સારું સ્વાસ્થ્ય અને વજન ઘટાડો.

4. વિટામીન્સથી ભરપુર

image source

ઘી માં હેલ્ધી ફેટ સોલ્યુબલ વીટામિન્સ જેમ કે વિટામીન એ, ડી, ઈ અને કે સારા પ્રમાણમાં હોય છે. આ વિટામીન્સ હાડકા તેમજ મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે મહત્ત્વના છે, અને તે તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

5. સોજા ઘટાડવામાં મદદરૂપઃ

ઘીમાં રહેલો બુટીરીક એસીડ રેટ પાચન માર્ગ તેમજ શરીરમાંના સોજાને ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વધારે આલ્કલાઈન એટલે કે ક્ષારીય તંત્ર ઉભુ કરી ઘી સાર્વત્રી સોજામાં ઘટાડો કરે છે. એવું માનવામાં છે કે સોજો, દાહ, બળતરા મોટા ભાગના રોગોનું મૂળ છે જેમ કે અલઝાઇમર, કેટલાક પ્રકારના કેન્સર, ઉચ્ચ કોલેસ્ટેરોલ, સંધીવા અને અસ્થમા.

6. ઉચ્ચ જ્વલન બીંદુ

image source

ઘીનું જ્વલન બીંદુ 450 ડીગ્રી છે. તે અન્ય તેલો કરતાં ઉચ્ચ તાપમાન પર રંધાતુ હોવાથી, તે અન્ય તેલોની જેમ મુક્ત કણોમાં વીભાજીત નથી થતું. મુક્ત કણો સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે, અને જ્યારે તેલ ગરમ થાય છે ત્યારે તે વ્યક્તિની શ્વાસોછ્વાસના તંત્રને નુકસાન કરે છે.

7. લવચીકતા લાવે છે

ઘી સંયોજક પેશીઓને ચીકાશ પુરી પાડે છે અને શરીરમાં લવચીકતા વધારે છે. આ કારણસર ઘણા બધા યોગ પ્રેમીઓ ઘીનું સેવન કરે છે.

8. શરીરનું આંતરીક કુદરતી મોઇશ્ચરાઇઝરઃ

image source

આપણી ત્વચા, પટલોમાં ચરબી હોય છે અથવા તો તેમાં ફોસ્ફોલીપીડ હોય છે. ઘીમાં મળી આવતી મહત્ત્વની ચરબી લેવાથી, તમને સ્વસ્થ ચમકતી ત્વચા મળશે અને તે માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ. જો કે તમે મોઇશ્ચરાઇઝર તરીકે ઘીનો ઉપયોગ ત્વચા પર લગાવીને પણ કરી શકો છો.

9. ઘીની શેલ્ફ લાઇફ

ઘી ઘણા લાંબા સમય સુધી શુદ્ધ રહી શકે છે એટલે કે વાપરવા યોગ્ય રહી શકે છે. ઘીને ફ્રીજમાં રાખ્યા વગર મહીનાઓ સુધી સંચવાઈ રહે છે, જો કે તમારે તેને સીધા જ સૂર્યપ્રકાશથી દૂર રાખવું જોઈએ અને તેને સ્વચ્છ, ભેજરહીત બરણીમાં જ સ્ટોર કરવું જોઈએ. તેમજ તેનો ઉપયોગમા લીધા બાદ ચુસ્ત રીતે બંધ કરી દેવું જોઈએ.

ઘીની ખાસીયત એ છે કે તમે તેને ઘરે પણ બનાવી શકો છો.

ઘી કેવી રીતે બનાવવું ?

ઘી બનાવવાની પારંપરીક રીતઃ

image source

ભારતમાં, ગાયના ફુલ ફેટવાળા દૂધમાંથી મલાઈ ભેગી કરવામાં આવે છે. તે મલાઈ દૂધને ઉકાળીને મેળવવામાં આવે છે. ત્યાર બાદ તેને દહીંથી મેળવવામાં આવે છે. આ મિશ્રણને 4-5 કલાક માટે રાખી મુકવામાં આવે છે જેથી કરીને તેનો સંપૂર્ણ આથો આવી જાય. ત્યાર બાદ તે મિશ્રણને વલોવવામાં આવે છે અને તેમાંથી માખણ અને છાશને અલગ પાડવામાં આવે છે. આ છુટ્ટા પાડવામાં આવેલા માખણને મધ્યમ આંચ પર જ્યાં સુધી તેમાંથી ઘી છુટ્ટુ ન પડે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. ધીમે ધીમે માખણમાંનું પાણી બળી જાય છે. ત્યારે તેને તાપ પરથી નીચે ઉતારી લેવામાં આવે છે અને તેને જીણા સુતરાઉ કાપડથી ગાળી લેવામાં આવે છે. તૈયાર થઈ ગયું શુદ્ધ દેશી ઘી.

તમારે કેટલું ઘી ખાવું જોઈએઃ

image source

તમારે કોઈપણ વસ્તુનો પ્રયોગ કરતી વખતે એ વાત ખાસ યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુ વધારે પડતી લેવી જોઈએ નહીં. આયુર્વેદ પ્રમાણે સવારે વહેલાં હુંફાળા પાણી સાથે એક ટીસ્પૂન ઘી લેવાથી તમારા પાચન તેમજ તમારા સાર્વત્રીક સ્વાસ્થ્યને લાભ થશે. નિષ્ણાતો દીવસ દરમિયાન વધારેમાં વધારે માત્ર 2 ટી સ્પૂન ઘીનો જ ઉપયોગ કરવાની સલાહ આપે છે. ઘીમાંથી ઉત્તમ પરીણામ મેળવવા માટે, તમારે અન્ય ચરબીઓ જેમ કે તળેલા ખોરાક તેમજ અન્ય ચરબીઓને પણ અંકુશમાં રાખવી જોઈએ. તમારે તમારા સંતુલીત આહારમાં ઘીનો સમાવેશ કરવો છે.
ઘરે બનાવેલું ઘી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. જો તમે કોઈ કારણસર ઘી ઘરે બનાવી શકો તેમ ન હોવ તો તમે સ્થાનીક કરિયાણાની દુકાન પરથી પણ તે મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.