માત્ર 13 મિનીટમાં આ કામ કરીને આ બાળકીએ બનાવ્યો અદભૂત રેકોર્ડ, જોતા રહી ગયા ખેલાડીઓ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ બાળક માત્ર ત્રણ વર્ષની ઉમરમાં ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોધાવી શકે ? એ પણ તીરંદાજીમાં? માન્યામાં નથી આવતું ને? પણ આ સાચું છે, જે ઉમરમાં આપણા બાળકો રમકડા રમવામાં પડ્યા હોય છે એ ઉમરમાં સંજનાએ પોતાના નામે અનેક રેકોર્ડ પ્રસ્થાપિત કરી લીધા છે. સંજના પાસે આ ઉમરે જ એવા એવા મેડલ પણ છે જેને મેળવવા લોકો વર્ષો મહેનત કરે છે. સામાન્ય રીતે તીરંદાજી માટે પાંચ વર્ષથી બાળકોની ટ્રેનીંગ શરુ થાય છે પણ સંજનાએ તો એની શરૂઆત ૨ વર્ષ અને ૯ મહિનાની આયુથી જ કરી દીધી હતી.

સંજનાએ અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે

image source

સામાન્ય રીતે જે ઉમરમાં બાળકો રમકડા રમવામાં પડ્યા હોય છે એ ઉમરમાં સંજનાએ અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. સંજના પાસે એટલા મેડલ છે કે મોટા મોટા લોકો પણ જોઇને ચોંકી ઉઠે છે. સામાન્ય રીતે તીરંદાજીમાં બાળકોની ટ્રેનીંગ જ પાંચ વર્ષ પછી શરુ થતી હોય છે, પણ સંજનાએ ૨ વર્ષ અને ૯ મહિનાની ઉમરમાં જ પોતાના કદ કરતા ઊંચા ધનુષને પકડી લીધું હતું. અને શરુ કરી હતી પોતાની આ સફરને, જે આજે વિશ્વ રેકોર્ડ સુધી પહોચી ચુકી છે.

સ્વતંત્રતા દિવસે પાંચ વર્ષની સંજનાએ બનાવ્યો રેકોર્ડ

image source

ચેન્નાઈમાં રહેનારી સંજના હાલમાં માત્ર પાંચ વર્ષની છે. જો કે પાંચ વર્ષની સંજનાએ તીરંદાજીમાં જે રેકોર્ડ બનાવ્યા છે એવા રેકોર્ડ પ્રોફેશનલ ખેલાડીઓ પણ અત્યાર સુધી બનાવી શક્યા નથી. સંજનાએ સ્વતંત્રતા દિવસના અવસરે જરાય રોકાયા વગર ૧૩ મીનીટના ઓછા સમયમાં ૧૧૧ તીર ચલાવ્યા હતા. આપને જણાવી દઈએ કે ૧૩ મીનીટમાં ૧૧૧ તીર ચલાવનારી સંજના એકમાત્ર તીરંદાજ છે.

પાંચ વર્ષની સંજનાએ ૧૩ મીનીટમાં ૧૧૧ તીર ચલાવ્યા

image source

સંજના એ દુનિયાની એકમાત્ર એવી બાળકી છે જેણે માત્ર ૧૩ મીનીટના સમયમાં ૧૧૧ જેટલા તીર ચલાવ્યા હતા. એટલું જ નહિ એણે ૧૫ સેકંડના અપડાઉન સમય અને પોઝીશનમાં પણ આ કરી બતાવ્યું હતું. પાંચ વર્ષની સંજનાના ટ્રેનર શિહાન હુસૈને જણાવ્યું છે કે સામાન્ય રીતે દુનિયા અને કોઈ પણ રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતામાં પણ તીરંદાજ ૪ મીનીટમાં ૬ તીર ચલાવી શકતા હોય છે, એટલે કે ૨૦ મીનીટમાં આવા પ્રોફેશનલ તીરંદાજ માત્ર ૩૦ તીર ચલાવી શકે છે. જો કે સંજનાએ ૧૩ મીનીટમાં ૧૧૧ તીર ચલાવ્યા હતા. ટ્રેનર શીહાને વધુમાં જણાવ્યું કે સંજનાએ અદ્ભુત રેકોર્ડ બનાવ્યો છે અને દસ વર્ષની ઉમર સુધી તે દરેક સ્વતંત્રતા દિવસે એક પછી એક રેકોર્ડ બનાવશે.

ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં છે નામ

image source

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ સંજનાએ માત્ર ત્રણ વર્ષની ઉમરમાં ત્રણ કલાકના સમયમાં ૧ હજાર ૧૧૧ તીર દ્વારા અચૂક નિશાન સાધ્યા હતા. સાંજના દ્વારા નાની ઉમરે સર્જેલા આ રેકોર્ડને દુનિયાના વિક્રોમો નોધતી સંસ્થા ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોધવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span