લુક કરતા પણ વધારે છોકરીઓ આ 5 બાબતો પર આપે છે ખાસ ધ્યાન, પાછળથી પસ્તાવો ના હોય તો જાણી લો આજે જ

તમે કોઈને પહેલીવાર મળવા જઇ રહ્યા હોય તો તમે તમારા દેખાવને લઈને ઘણા જ સચેત રહો છો. કેવા દેખાઈ રહ્યા છો, શુ પહેર્યું છે, કલર કોમ્બિનેશન જેવી બાબતો તમારી પ્રાયોરિટી લિસ્ટમાં હોય છે. પણ શું તમે જાણો છો કે છોકરીઓ તમારામાં તમારા લૂક સિવાય બીજું ઘણું બધું નોટિસ કરતી હોય છે.

image source

કોઈને જજ કરવું ઠીક નથી પણ પહેલી મુલાકાતમાં તમે લોકો વિશેની અમુક બાબતો સમજી જાવ છો અને તમારા અનુભવને મહેસુસ કરો છો. પહેલીવાર ડેટ પર જવાથી લઈને ખાવાનું અને પછી તમારું વર્તન સુધી છોકરીઓ નોટિસ કરે છે. ક્યારેક ક્યારેક તમારો લુક પણ આ બધી ક્વોલિટી સામે કોઈ અસર નથી કરતો.

તો ચાલો અમે તમને જણાવી દઈએ કે એવી કઈ બાબતો છે જે છોકરીઓ નોટિસ કરે છે.

1. સેન્સ ઓફ હ્યુમર.

image source

બધી વસ્તુઓમાં સૌથી પહેલા એક છોકરી એવો પાર્ટનર ઈચ્છે છે જેનું સેન્સ ઓફ હ્યુમર સારું હોય. જે તમારા મૂડને એની વાતોથી હળવો કરી શકે. સાથે સાથે તમને હસાવી શકે. જો તમારી પાસે સારું સેન્સ ઓફ હ્યુમર છે તો છોકરીઓ તમારા તરફ વધુ આકર્ષિત થશે.

2.કાઇન્ડનેસ.

image source

હંમેશા છોકરીઓને દેખાવમાં રફ એન્ડ ટફ છોકરાઓ ગમતા હોય છે પણ એમનું દિલ જેટલું સાફ હોય છે એટલું જ છોકરીઓ એમને વધુ પસંદ કરે છે. છોકરીઓને એવા છોકરો જોઈએ છે જે પોતાની ફેમીલી, મિત્રોની સાથે સાથે અજાણ્યા વ્યક્તિઓ માટે પણ ખૂબ જ દયાળુ હોય છે.

3. રોમેન્ટિક.

image source

એવી કોઈ છોકરી નહિ હોય જે ઇચ્છતી હોય કે એનો બોયફ્રેન્ડ રોમેન્ટિક ન હોય. બધી જ છોકરીઓને રોમાન્સ ગમતું હોય છે. પણ તમારે એ સમજવું પડશે કે રોમાન્સ અને ક્રિપી બનવામાં ઘણો ફરક છે. કોઈપણ ચિઝી લાઇન બોલિમે તમે એમને ઈમ્પ્રેસ કરવાને બદલે કોઈ હળવી વાત કરો અને તમારા વર્તનથી એમના પ્રત્યેનો પ્રેમ દર્શાવો

4. ઇન્ટેલિજન્સ.

image source

બધી છોકરીઓ ઈચ્છે છે કે એમનો બોયફ્રેન્ડ કે પાર્ટનર ઇન્ટેલિજન્ટ હોય. વસ્તુઓને કેવી રીતે મેનેજ કરવું છે, ક્યાં સમયે કયો નિર્ણય લેવો છે એમને આ વિશે ખબર હોવી જોઈએ.બધી જ છોકરીઓ ઇચ્છતી હોય છે કે એમનો બોયફ્રેન્ડ કે પતિ એની સાથે મેચ્યોર રીતે વર્તન કરે.

5. કોન્ફિડન્સ.

image source

તમે ભલે ગમે તેટલા સારા દેખાતા હોય પણ જો તમારી અંદર કોન્ફિડન્સ ન હોય તો કોઈપણ છોકરી તમારાથી ઈમ્પ્રેસ નહિ થાય. છોકરીઓ જેટલી આત્મવિશ્વાસુ હોય છે એટલો જ આત્મવિશ્વાસુ એનો પાર્ટનર પણ હોય એવું તે ઇચ્છતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.