ગુજરાતનું ગર્વ એવા સાસણ ગીરના એશિયાઈ સિંહોની આ વખતે નહીં થાય વસ્તી ગણતરી – જવાબદાર છે આ કારણ

દર પાંચ વર્ષે થાય છે સાસણના સિંહોની ગણતરી – આ વખતે આ પરંપરા તૂટશે

ગીર વાઈલ્ડ લાઈફ સેંચુરીએ ગુજરાતના ગીર વનયજીવ અભ્યારણમાં એશયાઇ સિંહોની ગણતરીને કોરોના વાયરસ લોકડાઉનના કારણે સ્થગિત કરી દીધી છે.

અમદાવાદ-કોરોના વાયરસ લોકડાઉનના કારણે ગુજરાતના ગીર વન્યજીવ અભયારણ્યમાં એશયાઈ સિંહોની ગણતરીની સ્થગિત કરી દેવામાં આવી છે. વરિષ્ઠ વન અધિકારી પાસેથી મળેલી જાણકારી મુજબ દરેક પાંચ વર્ષે થનારી વ્યાપક ગણતરીની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી અને આવતા મહિને થી સિંહોની ગણતરી શરૂ કરવાની હતી પણ કોરોના વાયરસ મહામારીના કારણે હવે આ ગણતરીની સ્થગિત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી કોરોના વાયરસના સંક્રમણના લગભગ 2624 કેસ સામે આવ્યા છે અને એમાંથી 112 લોકોની આ મહામારી માં મોત થઈ ચૂકી છે.

image source

જૂનાગઢ મંડળના મુખ્ય વન સંરક્ષક, ડી ટી વસાવડાએ કહ્યું કે કોરોના વાયરસ લોકડાઉનના કારણે આ વર્ષે મેં મહિનામાં સિંહોની ગણતરી નહિ થઈ શકે. ગણતરી ક્યારે કરવાની હશે એનો નિણર્ય લોકડાઉન પછી જ લેવામાં આવશે. શરૂઆતમાં પણ મેં મહિનામાં સિંહોની ગણતરી નો નિણર્ય કરવામાં આવ્યો હતો પણ પછી એને જૂન મહિના સુધી મોકૂફ રાખવામાં આવ્યો હતો પણ હવે એ આગળની સ્થિતિ પર જ અવલંબિત છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે ગીરના પૂર્વ વનવિભાગમાં આવતી રેંજના જંગલમાં છેલ્લા 2 મહિનામાં 25 સિંહોના મૃત્યુની વાત બહાર આવી છે. અને વનવિભાગે આ વાતને સ્વીકારી પણ છે. પણ આની પાછળ કોઈ રોગ હોવાની વાતનો સતત ઇનકાર કરી રહ્યા છે.

ચાર પાંચ દિવસ પહેલા 8 સિંહબાળને અને 7થી 8 સિંહનોને પણ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. જેમાંથી એક સિંહબળનું મોત નીપજ્યું છે. આ સિંહબાળ લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોવાને લીધે મરણ ને શરણ થયું છે એવું વનવિભાગનું કહેવું છે.

image source

મુખ્ય વન રક્ષક ડી.ટી. વસાવડાનું કહેવું છે કે સિંહો જેટલા જન્મે એમાં દર 3 બાળસિંહ પૈકી એકનું મોત થાય એ જ સિહોનો સર્વાઇવલ રેશિયો છે. એ કુદરતી ઘટના છે. અને અમારા ફોરેસ્ટ મેનેજમેન્ટના મેન્યુઅલમાં આ વાતને માન્ય રાખવામાં આવી છે. હા, તેના કારણો જુદા હોઈ શકે ખરા. પણ જશાધારમાં રાખેલા પૈકી એક પણ ને કેનાઇન ડિસ્ટેમ્પરની કોઈ શકયતા નથી. 2 મહિનામાં 25 સિંહોના મોતની ઘટના નવી નથી.

તો હવે આપણે એ જોવાનું રહ્યું કે શું ફરી ગીરમાં 2018નું પુનરાવર્તન થઈ રહ્યું છે જેમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી ટપોટપ સિંહોના મોત થયા હતા. વન્યપ્રાણી પ્રેમીઓમાં પણ આ જ ચર્ચા ચાલી રહી છે.