પ્રેગ્નન્સી પછી ગીતા ફોગાટનુ વધી ગયુ વજન, પહેલાની અને પછીની તસવીર શેર કરતાની સાથે લખી આ પ્રેરણાત્મક નોંધ
પ્રગ્નન્સી દરમિયાન 17 કીલો વજન વધી ગયા બાદની અને તે પહેલાની તસ્વીર કરી શેર – અને સાથે લખી પ્રેરણાત્મક નોંધ
સેલેબ્રીટી માતા પોતાની પ્રેગ્નન્સી બાદના વજનને કેવી રીતે ઘટાડે છે તે બાબતે ઘણી બધી પોસ્ટ તમારા વાંચવામાં આવી હશે. સેલેબ્રીટી ખાસ કરીને પોતાનું વજન એટલા માટે ઝડપથી ઘટાડતી હોય છે કારણ કે તેમણે ટ્રોલ્સ તેમજ નકારાત્મક કમેન્ટ્સનો સામનો ન કરવો પડે. જેટલું જ મહત્ત્વનું સેલેબ્રીટી મધર્સ માટે પોતાનું ફીગર જાળવી રાખવું જરૂરી છે તેટલું જ મહત્વનું છે એથલિટ સેલેબ્રીટી મધરનું ફીટ ફીગર. કારણકે તેમની આખી કારકીર્દી તેની ફીટનેસ પર આધાર રાખતી હોય છે.

તેમાં કોઈ જ શંકા નથી કે તમે સેલેબ્રીટી મધર હોવ કે સ્પોર્ટ્સવુમન હોવ બાળકને જન્મ આપ્યા બાદ વધેલા વજનને કુદરતી રીતે જ દૂર કરવાના પ્રયાસ કરે છે. અને તેમણે બીજાઓ માટે નહીં પણ પોતાના માટે ફીટ થવાનું હોય છે ! માતા બનવું કે માતા હોવું એ ખરેખર સંઘર્ષની વાત છે, અને વધેલું વજન અને સ્ટ્રેચ માર્ક્સ ટેમ્પરરી હોય છે, પણ તમને ભેટમાં મળેલો પેલો નાનકડો જીવ તે કોઈ અમૂલ્ય ટ્રોફીથી કમ નથી હોતો.
ભારતની પ્રથમ મહિલા રેસલરે ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈને દેશને ગોલ્ડ મેડલ જીતાડ્યું હતું. તે મહિલા રેલ્સર હતી ગીતા ફોગાટ. 2019ના સપ્ટેમ્બરમાં તેના પતિ કે જેણે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ દેશને જીતાવ્યો હતો તેમણે તેઓ પ્રેગ્નન્ટ છે તેવી જાહેરાત સોશિયલ મિડિયા દ્વારા કરી હતી. અને ડિસેમ્બરમાં, તેમને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. જેનું નામ રાખવામાં આવ્યું અર્જુન સરોહા.

બાળકનો જન્મ થયો ત્યારથી ગીતા તેમજ તેના પતિ પવન અવારનવાર બાળકની ઝલક આપતી તેમજ તેમના પેરેન્ટહૂડની ઝલક આપતી તસ્વીરો અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતા રહે છે. બાળકના જન્મ બાદ માતા માત્ર બાળકની સાથે વિતાવેલી એક એક પળને માણવા જ નથી માગતી પણ પણ તેના માટે તે પોતાની બધી જ પ્રાથમિકતાઓને બાજુ પર હડલેસી દે છે અને તેની પ્રાથમિકતા માત્ર તેનું બાળક જ રહી જાય છે. જો કે હાલ તેણી પોતાના કામ પર પાછી જવા માટે યોગ્ય સમયની રાહ પણ જોઈ રહી છે.

ગીતા ફોગાટ માટે ફરીથી ફીટ થવા અને પોતાની એથલિટ કેરિયરને ફરી ગતિમા લાવવી પણ તેટલી જ જરૂરી છે. તેણીએ તાજેતરમાં પોતાની ગયા વર્ષની એટલે કે 2019ના મે મહિનાની એક તસ્વીર સાથે 2020ના મે મહિનાની એક તસ્વીર શેર કરતા લખ્યું છે, ‘હું મારી જાતને પાછી શેપમાં લાવવા માટે જરા પણ રાહ નથી જોઈ શકતી કારણ કે મને ફીટનેસ ખૂબ પ્રિય છે. મારે ઓર વધારે ફીટ અને મજબૂત બનવાની જરૂર છે. #Back2fitness આગળ વધતા રહેવું, ટ્રેક પરહ રહેવું અને તમારા લક્ષને પામવું’. ટુંકમાં તેણી પોતાની એથલિટ કેરિયેરમાં પાછી પ્રવૃત્તિશિલ થવા માટે થનગની રહી છે. ગીતાએ આ તસ્વીર શેર કરીને તેના પર વજનનાં આંકડા પણ લખ્યા હતા. મે 2019માં તેણીનું વજન 66 કીલો હતું અને હાલ મે 2020માં 83 કીલો છે.

ગીતા ફોગાટનો દીકરો અર્જુન સરોહા જ્યારે ચાર મહિનાનો થયો ત્યાર બાદ ગીતાએ ફરી પોતાના વર્કાઉટ અને ફીટનેસ ટ્રેનિંગ શરૂ કરી દીધા હતા. તેણીએ હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે થયેલા એક ઇન્ટર્વ્યૂમાં આ વિષે જણાવ્યું હતું, ‘પ્રેગ્નન્સી બાદ મેં 25 કીલો વજન વધારી લીધું હતું. હું એક એથલિટ છુ અને હું એક ફીટ બોડીમાં કોન્ફિડન્ટ અનુભવું છું. આ બોડીમાં એવું નથી કે મને સારું નથી લાગતું, પણ હું ઇચ્છું છું કે હું મારી ફીટનેસ કાયમ રાખુ.. માટે તાજેતરમાં જ્યારે અર્જુન સાડા ચાર મહિનાનો થયો, મેં વર્કાઉટ કરવાનું ફરી શરૂ કરી લીધું. તે સમય દરમિયાન મેં જાણ્યું કે અર્જુન સારી રીતે ફીડ નથી લઈ રહ્યો. ત્યારે અમારા ફિઝિયોથેરાપીસ્ટે સલાહ આપી કે હાલ હેવી એક્સરસાઇઝ ના કરો જ્યાં સુધી બાળક ધાવણ લઈ રહ્યું છે ત્યાં સુધી. અને માટે જ મારે મારો વ્યાયામ રોકવો પડ્યો કારણ કે હાલ તો મારું બાળક ખૂબ નાનું છે તેનું સ્વાસ્થ્ય જ મારા માટે સૌથી વધારે મહત્ત્વનું છે !’

ગીતા ફોગાટે હાલ પોતાની કેરિયરમાંથી બ્રેક લીધો છે અને પોતાનો સંપૂર્ણ સમય દીકરાને તેમજ પોતાના પતિ પવન કુમાર સરોહાને આપી રહી છે. પતિએ નેશનલ ચેમ્પિયનશીપમાં જે ગોલ્ડ મેળવ્યો હતો તેનો આનંદ તેણી લઈ રહી છે. તેણે પોતાના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર પતિને ગોલ્ડ મેડલ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અને તેણી તેના પર ગર્વ અનુભવી રહી છે તેવું પણ લખ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.