જોઇ લો દુનિયાના સૌથી મોંઘા ગિટારની તસવીરો, જેની કિંમત એટલી બધી છે કે જેમાં ખરીદી શકાય લક્ઝૂરિયસ બંગલો

દુનિયામાં અનેક પ્રકારની મોંઘીદાટ વસ્તુઓ મળે છે અને તેની કિંમત પણ જે તે વસ્તુની ક્વોલિટી અને વિશેષતા પર આધારિત હોય છે. આમ તો મોટા મોટા ઘર અને બંગલાઓ તથા અમુક કારો પણ એટલી મોંઘી હોય છે કે તેની કિંમત લાખો કરોડોમાં થાય છે. પણ શું તમે માની શકો કે સંગીત વગાડવાના કામમાં આવતું ગિટાર પણ કરોડોની કિંમતનું હોઈ શકે !! અને તેની કિંમત એટલી બધી છે કે તે જાણીને તમને પણ નવાઈ લાગ્યા વિના નહીં રહે. કારણ કે આ ગિટારને દુનિયાનું સૌથી મોંઘુ ગિટાર માનવામાં આવે છે જેની કિંમતમાં બે થી ત્રણ નાના વિમાનો ખરીદી શકાય.

તો આ ગિટાર કોનું છે ? અને તેની કિંમત કેટલી છે તથા એ ગિટાર કોણે ખરીદ્યું ? આવો જાણીએ રસપ્રદ વિગતો આજના આ જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં.

image source

અસલમાં આ ગિટાર અમેરિકી સિંગર અને દુનિયાના નામી ગીટારીસ્ટ કર્ટ કોબેનનું છે. 5 એપ્રિલ 1994 નાં રોજ કોબેનનું મૃત્યુ થયુ હતુ અને હાલમાં જ એમનાં ગિટારની હરરાજી થઈ હતી. જેમા એ ગિટાર છ લાખ ડોલર એટલે કે 45 કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતે વેંચાયું હતુ.

image source

માર્ટિન D-18E અકુસ્ટિક મોડલનાં આ ગિટારની હરરાજી 10 લાખ ડોલર એટલે કે લગભગ 44 કરોડ 56 લાખ રૂપિયાની કિંમતે જઇને રોકાઈ હતી. સાથે જ આ ગિટાર દુનિયાનું સૌથી મોંઘુ ગિટાર બની ગયુ હતુ. આ ગિટારને ઓસ્ટ્રેલિયાના રોડ્સ માઈક્રોફોન કંપનીના માલીક પીટર ફ્રીડમેનએ ખરીદ્યું હતુ.

image source

પોતાના મૃત્યુથી લગભગ 5 મહિના પહેલા એટલે કે 18 નવેમ્બર 1993 ના દિવસે કર્ટ કોબેને MTV ના એક લાઈવ પ્રોગ્રામમાં આ ગિટાર સાથે પરફોર્મ કર્યું હતુ. તેનાં પરફોર્મનો વિડિયો યુટ્યુબ પર આજે પણ ઉપ્લબ્ધ છે. તે વિડિયોને અત્યાર સુધી 30 કરોડથી પણ વધુ વાર જોવામાં આવ્યો છે.

image source

મીડિયા અહેવાલ પ્રમાણે, કોબેને માર્ટિન D-18E અકુસ્ટિક મોડલના આ ગિટારને 5 કરોડ મા ખરીદ્યું હતુ. કહેવાય છે કે આ મોડલના ફક્ત 302 ગિટાર જ દુનિયાભરમા છે. કોબેને ગિટાર ખરીદ્યા બાદ તેમાં થોડા બદલાવ પણ કરાવ્યા હતાં. કેમ કે તેઓ ડાબા હાથથી ગિટાર વગાડતા હતાં. આ બદલાવના કારણે જ ગિટાર ખાસ બની ગયુ હતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.