બહારથી જેટલી ભવ્ય છે તેનાથી પણ વધુ અંદરથી સુંદર છે આ હોટલ…

હોટલ વિષે તો સૌ કોઈ જાણે જ છે અને દુનિયાભરમાં અનેક પ્રકારના વ્યવસાયો અને ઉદ્યોગો હોય છે જે પોતાની ખાસ પ્રોડક્ટ કે સેવાને લઈને પોતાના ગ્રાહકોમાં પ્રિય બને છે. આ વ્યવસાયોમાં એક વ્યવસાય હોટેલ અથવા રેસ્ટોરન્ટ અથવા હોટલનો પણ છે. આ વ્યવસાયમાં મોટેભાગે ગ્રાહકોને મૂળભૂત રીતે એક જેવી જ પ્રોડક્ટ અને સર્વિસ મળતી હોય છે. પરંતુ અલગ અલગ વિચારધારા ધરાવતા વ્યવસાયકારો પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ થાય છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ કે હોટલમાં. આપણે સૌ જાણીએ છીએ કે રેસ્ટોરન્ટ અને હોટલમાં મોટેભાગે મૂળભૂત સેવાઓ અને પ્રોડક્ટ સમાન જ હોય છે. તેમ છતાં વિશ્વમાં એવા અનેક હોટલ અને રેસ્ટોરન્ટો છે જે પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અવનવા પ્રયોગો કરતા રહે છે.

image source

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક અલબગજબ હોટલ વિષે જણાવવાના છીએ જેનો આકાર અન્ય હોટલોથી સાવ અલગ જ તરી આવે છે. તો આવો જરા વિસ્તારથી જાણીએ.

image source

અમેરિકાના ફ્લોરિડામાં આવેલા હૉલીવુડ ખાતે એક હોટલ અસલમાં સૌનું ધ્યાન ખેંચે તેવી છે અને તેનું કારણ હોટલનો આકાર છે. હોટલને અદ્દલ ગિટાર જેવી જ બનાવવામાં આવી છે. અને કદાચ આ પ્રકારનો આકાર ધરાવતી આ વિશ્વની એકમાત્ર જ હોટલ છે. ગત વર્ષે ઓક્ટોબર માસમાં જ આ હોટલ શરુ કરવામાં આવી હતી.

image source

પરંતુ આ હોટલનો ફક્ત આકાર જ આપણને આશ્ચર્ય પમાડે એવું નથી અહીંનો ચાર્જ પણ તોતિંગ છે. આ હોટલમાં એક રાત્રી માટે રોકાવવાનો ચાર્જ લગભગ 70000 રૂપિયા છે. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે 638 લકઝરી કહી શકાય તેવા રૂમ ધરાવતી આ હોટલ બનાવવા પાછળ લગભગ 10.62 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

image source

450 ફૂટની ઊંચાઈ ધરાવતી આ હોટલની અંદર એક વિશાળ હોલ પણ છે જેમાં એક સાથે લગભગ 6500 લોકો બેસી શકે તેવા કાર્યક્રમો આયોજીત કરી શકાય એવી વ્યવસ્થા છે. વળી હોટલની અંદર 19 જેટલા રેસ્ટોરન્ટ પણ છે અને એ સિવાય લગભગ 13 એકરમાં ફેલાયેલા તેના એરિયામાં લેગુન પુલ અને 32000 હજાર વર્ગફૂટમાં સ્પા અને સલૂન પણ છે.

image source

કહેવાય છે કે 32 માળની આ હોટલ એન્જીનીયરીંગનો એક અદભુત નમૂનો છે. ખાસ વાત તો એ છે કે આ હોટલની પાસે જ 168 રૂમ વાળી એક સેવન સ્ટાર ઓએસિસ ટાવર પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.