આ ગોકુલધામ સોસાયટીમાં જેઠાલાલ બબીતાજીને જોઇને હરખાઇ જાય છે જોરદાર, જોઇ લો ગોકુલધામનો અંદરનો નજારો
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ૩૦૦૦ એપિસોડ પુરા,તે ગોકલુધામ સોસાયટીની એક ઝલક માણી લો!
ટીવીની સૌથી ફેમસ સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના 3 હજાર એપિસોડ પુરા થઈ ગયાં છે. સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી અને ડિરેક્ટર માલવ રાજદાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. માલવ રાજદાએ ગોકુલધામ સોસાયટીના સેટનો ફોટો શેર કર્યો છે, જેમાં ફૂલથી 3000 એપિસોડ્સ લખેલું છે. આ સાથે જ માલવે લખ્યું કે, ‘આ સિરિયલ સાથે જોડાઈ ખૂબ જ ખુશી અને ગર્વ થઈ રહ્યો છે… અત્યાર સુધી આ સફર સારી રહી છે. હવે આગલો ટાર્ગેટ 5000 એપિસોડ્સ છે. ઉલ્લેખનીય છે કે, આ સિરિયલ વર્ષ 2008થી ચાલી રહી છે.

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની વાર્તાના લીડ સ્ટાર્સ ગોકુલધામ નામની સોસાયટીમાં રહે છે. તો અમે તમને બતાવીએ અંદરના ગોકુલધામ સોસાયટી.

ગોકુલધામ સોસાયટીનો સેટ મુંબઈના ગોરેગાંવ ફિલ્મ સિટીમાં બનાવવામાં આવ્યો છે.

છેલ્લાં 12 વર્ષથી આ સેટ પર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નું શૂટિંગ થાય છે.

ગોકુલધામ સોસાયટીનો સેટ ખૂબ જ ભવ્ય અને સુંદર બનાવવામાં આવ્યો છે.
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના સ્ટાર્સ આ શૂટિંગ સેટ પર હોળી અને નવરાત્રિ સહિતના તહેવારો ઉજવતાં જોવા મળ્યાં છે.
ગોકુલધામ સોસાયટીનો સેટ જ્યારથી બન્યો છે ત્યારથી લગભગ દરરોજ અહીં શૂટિંગ થાય છે.

કોરોનાને લીધે લગભગ 4 મહિના સુધી અહીં શૂટિંગ બંધ હતું, પણ હવે શૂટિંગ નિયમો સાથે ફરીથી શરૂ થઈ ગયું છે.સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ 3 હજાર એપિસોડ પુરા થવાની ખુશીમાં ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘પ્રિય અને આદરણીય દર્શકોનો પરિવાર, અમે 24 સપ્ટેમ્બર, 2020એ 3 હજાર એપિસોડ પુરા કરી રહ્યાં છીએ.’ ફેન્સને સિરિયલના લીડ એક્ટર દિશા વકાણીની વાપસીની રાહ છે. દિશા વકાણી અઢી વર્ષ પહેલાંથી સિરિયલમાંથી મેટરનિટી લીવ પર છે, આ પછી તેમની વાપસી થઈ નથી.

અસિત મોદીના ટ્વીટ પછી ફેન્સે દયાબેન એટલે કે દિશા વકાણીને સિરિયલમાં ફરી જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એક યૂઝરે લખ્યું કે, ‘તમને અને તમારી તારક મહેતા કા ઉલટા ચશ્માની ટીમને 3 હજાર એપિસોડ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, પણ તમને વિંનતી છે કે, ગમે તેમ કરી દયા ભાભી અને જૂના સોઢીને સિરિયલમાં પાછા લાવો.’હાલમાં જ સિરિયલમાં અંજલિ મહેતાનો રોલ પ્લે કરનારી નેહા મહેતાને રિપ્લેસ કરી સુનૈના ફૌજદારને કાસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત રોશનસિંહ સોઢીનો રોલ પ્લે કરનારા ગુરુ ચરણ સિંહની જગ્યાએ બલવિંદર સિંહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક યૂઝર્સે જૂના સોઢી અને સોનૂનો રોલ પ્લે કરનારની વાપસી માટે પણ પ્રોડ્યુસરને વિનંતી કરી છે. એક યૂઝરે નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે, ‘અભિનંદન સર, પણ આજકાલ કેટલાક લોકો બદલાવવાને લીધે તમારી સિરિયલ લોકો જોતા નથી, જેમ કે દિશા વકાણી પણ સિરિયલમાં નથી અને તમે સોઢી અને સોનૂને પણ બદલી દીધી છે.’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span