સોનાના દાગીના ચમકાવવા આ મહિલાને પડ્યા ભારે, ગઠિયાએ લગાડી દીધા ધંધે

આજ કાલ છેતરપિંડી કેસો ખુબ જ વધી રહ્યા છે. લૂંટારા કોઈના કોઈ વાતે સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમના રૂપિયા ખંખેરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છેય સુરત જિલ્લામાં. તમારા ઘરે સોનુ ચમકાવવા વાળા તરીકેની ઓળખ આપીને કોઈ વ્યક્તિ આવે તો સાવધાન થઈ જજો કારણ કે, આવા ત્રણ વ્યક્તિઓની વાતોમાં આવીને સુરત જિલ્લાના પલસાણા તાલુકાની એક મહિલાને બે તોલા સોનું ગુમાવવાનો વારો આવ્યો છે.

ઘરમાંથી ગરમ પાણી લઈ આવવાનું કહ્યું

image source

સોનુ ચમકાવવા આવેલા ગઠિયાઓ સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. ગઠીયાઓએ મહિલા પાસેથી સોનાની ચેન લઈને ઘરમાંથી ગરમ પાણી લઈ આવવાનું કહ્યું હતું અને જ્યારે મહિલા ગરમ પાણી લેવા માટે ઘરની અંદર ગઈ તેવા આ ત્રણેય ગઠીયાઓ મહિલાએ આપેલી બે તોલાની સોનાની ચેન લઈને ફરાર થઈ ગયા.

એક યુવતીએ ગઠીયાઓને ધમકાવીને ભગાડી મૂક્યા

image source

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા દેસાઈ ફળિયામાં 14 સપ્ટેમ્બરના રોજ સોમવારે 3 ગઠીયા એક કાળા કલરની નંબર વગરની પલ્સર બાઈક લઈને દેસાઈ ફળિયામાં માતાજીના મંદિર નજીક આવ્યા હતા. આ યુવકોએ સ્થાનિક લોકોને પોતાની ઓળખ સોનુ ચમકાવવા વાળા તરીકેની આપી હતી. ત્યાર બાદ આ ત્રણેય ગઠીયા દેસાઈ ફળિયામાં જઈને સરપંચના ઘરના ઓટલા ઉપર બેઠા હતા. પરંતુ ત્યા રહેલી એક યુવતીએ ગઠીયાઓને ધમકાવીને ભગાડી મૂક્યા. ત્યારબાદ તેઓ અલગ-અલગ જગ્યા પર ગયા પરંતુ ગામના લોકો તેમની વાતમાં ન આવ્યા અને ત્રણેય ગઠીયાઓને ભગાડી મૂક્યા. છેલ્લે ગઠીયાઓ દેસાઈ ફળિયામાં રહેતા ચંદ્રસિંહ પરમાર નામના વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા.

સોનાની ચેન લઈને ફરાર થઈ ગયા

image source

ત્યાં જઈને તેમણે પોતાનો ખેલ શરૂ કર્યો. ગઠીયાઓએ ચંદ્રસિંહ પરમારના પરિવારના સભ્યોને સોનાના દાગીના ચમકાવવા છે કે, નહીં તે બાબતે પૂછપરછ કરી હતી. જેથી ચંદ્રસિંહની પત્ની ભાનું પરમારને દાગીના પોલિશ કરાવવા હોવાના કારણે તેમણે બે તોલા સોનાની ચેન આ ટોળકીના એક સભ્યને ચમકાવવા માટે આપી હતી. જ્યારે સોનાની ચેન ભાનુ પરમારે ઠગ ટોળકીના સભ્યોને આપી ત્યારે ગઠીયાઓએ ઘરમાંથી કુકરમાં ગરમ પાણી લઈ આવવા માટે જણાવ્યું હતું અને જેવા આ મહિલા ઘરમાં ગરમ પાણી લાવવા માટે ગયા તેવા ત્રણેય ગઠીયા મોકો જોઈને બાઇક પર બેસીને સોનાની ચેન લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે વાતની જાણ મહિલાને થઈ ત્યારે તેમને સાચી વાતની ખબર પડી કે આ લોકો વાસ્તવમાં ગઠીયા છે અને લોકોને ભોળવીને સોનાના દાગીના પડાવી લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span