લોખંડને સોનું બનાવતા પારસ પત્થરની આ હકીકત તમે નહિ જ જાણતા હોવ…
થોડા દિવસો પહેલા દેશભરમાં ધામધૂમથી અક્ષય તૃતિયાનો તહેવાર ઉજવવામાં આવ્યો. આ દિવસે મોટાપાયે દેશભરમાં સોનુ ખરીદવામાં આવે છે. એવુ માનો કે, આજે સોનાનો જ દિવસ છે. એ દિવસે મોટાભાગના જ્વેલર્સના દુકાનોમાં તમને ભીડ જોવા મળશે. સોનું હજારો વર્ષોથી ભારતવાસીઓને સંમોહિત કરે છે. એમ પણ કહેવાય છે કે, આપણા દેશમાં એક પારસ પત્થર પણ હતો. જેને ટચ કરવાથી લોખંડ પણ સોનું બની જતું હતું. પારસ પત્થરની વાતો આખા ભારતમાં પ્રચલિત છે. માત્ર ઈતિહાસના ગ્રંથો જ નહિ, પણ બાળકોની વાર્તાઓમાં પણ પારસ પત્થરોનો ઉલ્લેખ જોવા મળે છે. જેનું રહસ્ય આજદિન સુધી કોઈ જાણી શક્યુ નથી. પરંતુ તેના વિશે ઉલ્લેખ ઘણી જગ્યાઓ પર કરવામાં આવેલો છે.

આપણા પ્રાચીન ગ્રંથો અને વેદોમાં ઉલ્લેખ છે કે આવો પત્થર હતો. શાસ્ત્રોમાં અનેક પ્રસંગોમાં તેનો ઉલ્લેખ કરાયેલો છે. જોકે, આ પત્થરને લઈને દેશમાં અલગ અલગ વાતો છે. નર્મદા નદીની આસપાસ રહેનારા લોકો માને છે કે, આજે પણ આ નદીમાં આ પ્રકારના પત્થરો મળી આવે છે. જોકે, તેના કોઈ પુખ્તા પ્રમાણ નથી મળતા. પરંતુ હજારો વર્ષોથી આ પત્થર એક પહેલી બનીને રહી ગયા છે. તેનું રહસ્ય આજદિન સુધી કોઈ જાણી શક્યું નથી.
કયા રંગનો હોય છે આ પત્થર
માનવામાં આવે છે કે, કાળા રંગનો આ પત્થર સુગંધિત રહેતો હતો, જે બહુ જ દુર્લભ અને બહુમૂલ્ય હતો. જોકે, સાયન્સની માનીએ તો તેનું કહેવું છે કે, આવો કોઈ પત્થર હોઈ જ ન શકે જે લોખંડના સ્પર્શ માત્રથી તેને સોનુ બનાવી દે. ના માત્ર ભારત, પરંતુ વિદેશોમાં પણ આવા પત્થરને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. એક કિવંદતિ એવી પણ છે કે 13મી સદીના વૈજ્ઞાનિક અને દાર્શનિક અલ્બટ્રુસ માનુસે આવા પત્થરની શોધ કરી હતી, જેને ફિલાસ્ટર સ્ટોન કહેવામાં આવતો હતો.
અલકેમિસ્ટ સોનું બનાવતા હતા

યુરોપ અને મિસરમાં લાંબા સમય સુધી એમ માનવામાં આવતુ કે, પ્રાચીન વિશ્વમાં કેટલાક અલકેમિસ્ટ રહેતા હતા, જે ખાસ રસાયણ વિદ્યામાં પારંગત હતા. તેઓ પોતાની વિદ્યાને કારણે બીજી ધાતુઓને સોનામાં બદલી શક્તા હતા. મિસરમાં આવા લોકોને કીમિયાગર કહેવામાં આવતા હતા. આ લોકો એકાંતમાં પોતાની સાધનામાં લીન રહેતા હતા.

તેમની પાસે લોખંડને સોનામાં બદલવાનું ખાસ હુનર તો હતું જ, પણ તેઓ આ કળાને કોઈની સામે બતાવતા ન હતા. પ્રસિદ્ધ બ્રાઝિલી લેખકની સુપરહિટ નોવેલ અલકેમિસ્ટમાં વિસ્તારમાં આવા લોકો વિશે માહિતી આપવામાં આવી છે. મિસરના લોકોને હજી પણ વિશ્વાસ છે કે, તેમની ત્યાં એવા કીમિયાગર હાજર હતા, જેઓ લોક વસ્તીથી એટલી દૂર એકાંતમાં રહેતા, જેથી તેમના વિશે કોઈ કંઈ જ ન જાણી શકે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.