સોનાનો ભાવ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે, જાણો તો ખરા કેટલું મોંધુ થયુ સોનું

છેલ્લા કેટલાક સમયથી વધતા જતા સોના ચાંદીના ભાવ ચર્ચાનો વિષય બનતો જાય છે. સામાન્ય માણસ સોનુ વસાવી તો શું હવે તો એના વિશે કદાચ વિચારી પણ ન શકે એટલી હદે ભાવ વધારો થઈ ગયો છે. એમાંય જો ઘરમાં લગ્નપ્રસંગ હોય તો આ સોના ચાંદીના ભાવ તમારી કમર તોડી નાખશે એ વાત તો પાક્કી જ. સોનાના વધતા ભાવો એ હજી પણ ભારતીય બજારોમાં પોતાનો રેકોર્ડ બ્રેક પ્રદર્શન ચાલુ રાખ્યું છે. એમસીએક્સ પર ઓક્ટોમ્બરનો સોનું 0.2 ટકા પર 53, 865 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર હતુ.

image source

ચાંદીની વાત કરીએ તો એમસીએક્સ પર ચાંદી 0.18 ટકા વધીને 65, 865 રુપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયુ છે. ગત સત્રમાં સોનાની કિંમતો 0.5 ટકા એટલે કે 267 રુપિયા પ્રતિ 10 ગ્રામ વધી હતી. જ્યારે ચાંદી 1.2 ટકા એટલે કે 800 રુપિયા પ્રતિ કિલોગ્રામ વધી હતી. છેલ્લા સત્રમાં સોનાનું 53,845 રુપિયા પ્રતિ 10 ગ્રામની ઉચ્ચ સપાટીએ પહોંચ્યુ હતુ.

image source

હવે વૈશ્વિક બજારની વાત કરીએ તો વૈશ્વિક બજારોમાં રહેલું સોનું 1976, 36 ડૉલર પ્રતિ ઔંસ પર સ્થિત રહ્યુ છે. કોરોના વાયરસને કારણે અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી છે અને એના કારણે વધેલી ચિંતન કારણે અમેરિકન ડોલર પર દબાણ વધી રહ્યું છે.

image source

એવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોના વાયરસને લઈને એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વ પર કદાચ લાંબા સમય સુધી રહેશે .WHO દ્વારા આપવામાં આવેલી આ ચેતવણીની અસર માર્કેટ પર પણ જોઈ શકાય છે.

image source

સોનુ અને ચાંદી જ નહી પણ અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ સતત વધી રહ્યા છે.અન્ય કિમતી ધાતુઓમાં પ્લેટિનમ 0.2 ટકા વધીને 918.50 ડૉલર થઈ ગયું છે.

image source

તમને જણાવી દઈએ કે વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીની કિંમતો આ વર્ષ 30 ટકા ઉપર ગઈ છે. જેમાં કેન્દ્રીય બેંકોના પ્રોત્સાહન યોજનાઓ અને ઓછા વ્યાજ દરનું સમર્થન પણ મળ્યું છે. આ કારણે ગોલ્ડ ઈટીએફમાં આ વર્ષે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે કારણ કે પીળી ધાતુઓને મુદ્રાસ્ફૂતિની વિરુદ્ધ બચાવ અને મુદ્દાના ખરાબ થવાની આશંકા તરીકે જોવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span