જો આ એક ઘટના ના બની હોત તો આપણી કોઈની પાસે સોનું ના હોત…

આજના સમયમાં માણસો કરતા પણ વધુ કિંમત રૂપિયાની થઈ ગઈ છે, તો માણસાઈ કરતા પણ વધુ કિંમત સોનાની થઈ ગઈ છે. સોનાના દાગીના, વાસાણો અને ન જાણે તેમાંથી શું શું બનાવવામાં આવે છે. મહિલા તો સોનાની પાછળ દિવાની હોય છે. તેમને તે સોનાના દાગીના વચ્ચે મૂકી દો તો ગાંડી થઈને નાચવા લાગે. થોડા સમય પહેલા ભારતમાં નોટબંધી થઈ હતી, અને આ દરમિયાન લોકો પોતાની પાછળ જૂની નોટો રાખી શક્તા ન હતા. આવામા હવે લોકોએ પોતાનું કાળું નાણું છુપાવવા માટે સોનું ખરીદવાનું શરૂ કર્યું છે. સોના સાથે માણસોનો પ્રેમ બહુ જ જૂનો છે, પણ શું તમે જાણો છો કે, સોનું ધરતી પર કેવી રીતે આવ્યું હતું. આજે આ આર્ટિકલમાં અમે તમને બતાવીએ કે, ધરતી પર સોનાનું ઉત્પાદન કેવી રીતે શરૂ થયું હતું.

ખોટી છે સોનાની આ કહાની

image source

અત્યાર સુધી લોકો એમ કહેતા હતા કે, જીવાશ્મિની કારણે સોનું ધરતી પર તૈયાર થયું હતું. પણ આવું નથી. તમને જણાવી દઈએ કે, અરબો વર્ષો પહેલા ધરતી પર જો ધૂમકેતુઓની વર્ષા ન થઈ હોત, તો માણસ ક્યારેય સોનુની ચમક જોઈ શક્યો ન હોત.

અંદાજે 20 કરોડ વર્ષો પહેલા જ્યારે પૃથ્વીનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે આ અસાધારણ ટક્કરની સાથે જ અરબો ટન પીઘળેલું સોનું અને પ્લેટિનમ પૃથ્વીના કેન્દ્રમાં સમાઈ ગયું હતું અને તેનો હિસ્સો બની ગયું. તેના બાદ લાંબા સમય સુધી આ કિંમતી ધાતુનો ભંડાર માણસની પહોંચથી દૂર હતો, અને તે પૃથ્વીના ગર્ભમાં જ પડી રહ્યો હતો. ત્યાર બાદ માણસે તેને પાતાળમાંથી કાઢીને તેના પર રાસાયણિક પ્રક્રિયા કરી હતી,

image source

હવે મોટાભાગની કિંમતી ધાતુઓ જેના પર આપણી ઔદ્યોગિક પ્રક્રિયા નિર્ભર છે, તે તમામ સૌભાગ્યશાળી સંયોગનું પરિણામ છે. જે અરબો ટન ભારે આકાશીય તત્ત્વોના બોમ્બારીને કારણે પૃથ્વીના પેટાળમાં સમાઈ ગઈ હતી.

image source

કંઈક આવી રીતે મનુષ્ય પાસે સોનું પહોંચ્યું હતું, જેના ભાવ આજે આસમાને પહોંચી ચૂક્યા છે. સોનું બહુ જ ઠોસ હોય છે, તેના અસલ રૂપમાં દાગીના બનાવવા બહુ જ મુશ્કેલ હોય છે.

સામાન્ય રીતે સોનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. કેલવેરાઈટ, સિલ્વેનાઈટ, પેટજાઈટ અને ક્રેનરાઈટ અયસ્કોના રૂપમાં પણ તેને મેળવી શકાય છે. ખાણમાંથી અયસ્કના રૂપમાં સોનું કાઢવામાં આવે છે.

image source

સોનાના અયસ્કોમાંથી શુદ્ધ સોનું મેળવવામાં આવે છે. અને તેના બાદ તેને ઘોવામાં આવે છે. બાદમાં તેના પર પ્રોસેસ કરાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.