વાંચો આ “ગોલ્ડન બાબા” વિશે, જે કેટલુ સોનુ પહેરતા હતા, અને કેમ ઓળખાતા હતા “ગોલ્ડન બાબા”નામથી

સોનાના ઘરેણાં પહેરીને કાવડ યાત્રા કરનાર અને ગોલ્ડન બાબાના નામથી પ્રખ્યાત એવા સુધીર મક્કરનું તાજેતરમાં જ અવસાન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેનો ઈલાજ એમ્સ હોસ્પિટલ ખાતે ચાલી રહ્યો હતો.

image source

મૃતક સુધીર મક્કર ઉર્ફે ગોલ્ડન બાબાની એવી અનેક વાતો છે જેના વિષે બહુ ઓછા લોકો જાણે છે ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને ગોલ્ડન બાબાની અમુક રોચક વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તેઓ પ્રખ્યાત બન્યા હતા.

image source

મૂળ ગાઝિયાબાદના રહેવાસી એવા સુધીર મક્કર સન્યાસી બન્યા એ પહેલા દિલ્હીમાં ગારમેન્ટના વેપારી હતા. તેઓ વિષે એવું કહેવાય છે કે તેમણે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે સન્યાસ લઇ લીધો હતો.

image source

ક્યા કારણોસર કહેવાય છે ગોલ્ડન બાબા ?

સુધીર મક્કરને વર્ષ 1972 થી જ સોનુ પહેરવાનો શોખ હતો. તેઓ કરોડો રૂપિયાનું સોનુ પોતાના શરીર પર પહેરતા હતા અને તેના કારણે જ તેઓ ચર્ચામાં રહેતા તેમજ તેમનું નામ ગોલ્ડન બાબા પણ આ જ કારણોસર પડ્યું હતું. ગોલ્ડન બાબા દર વર્ષે અનેક કિલો સોનુ પહેરી લકઝરી કારોમાં કાવડ યાત્રાએ પણ નીકળતા હતા.

ગોલ્ડન બાબાનો ઇતિહાસ

image source

ગુજરાતના નહિ પરંતુ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના મતઅનુસાર ગોલ્ડન બાબા વ્યવસાયે દરજી હતા અને ગાંધીનગર વિસ્તારમાં જ તેનો કપડાનો વેપાર હતા. પરંતુ કપડાનો એ વ્યવસાય બહુ ન જામતા તેઓ કામ છોડી હરિદ્વાર ચાલ્યા હતા અને ત્યાં હર કી પોડી ખરે ફૂલોના હાર અને કપડાં વેંચવાનું શરુ કર્યું. ત્યારબાદ થોડા દિવસોમાં એ કામ પણ છોડી દીધું અને પ્રોપર્ટી લે-વેચના ધંધામાં હાથ અજમાવ્યો. આ વ્યવસાયમાં સારા એવા પૈસા કમાયા બાદ તેઓએ વર્ષ 2013 – 14 માં કામ બંધ કરી દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં જ અશોક ગલી ખાતે પોતાનું આશ્રમ બનાવ્યું. કહેવાય છે એક વર્ષ 2013 માં જ તેઓ સુધીક મક્કરથી ગોલ્ડન બાબામાં ફેરવાઈ ગયા હતા.

સલામતી માટે હતા 25 – 30 સિક્યુરિટી ગાર્ડ

image source

ગોલ્ડન બાબા પોતાના હાથની દસે દસ આંગળીઓમાં સોનાની વીંટી, ખભા પાસે સોનાના બાજુબંધ, ગળામાં સોનાનો ચેન અને દેવી-દેવતાઓના લોકેટ પહેરતા હતા. તથા તેઓ પોતાની સુરક્ષા માટે હંમેશા 25 થી 30 સુરક્ષા ગાર્ડ પણ રાખતા હતા.

ગત વર્ષની કાવડ યાત્રામાં પહેર્યું હતું ચાર કિલો ઓછું સોનું

image source

ગોલ્ડન બાબાની ગત વર્ષની કાવડ યાત્રા દરમિયાન તેઓએ 16 કિલો સોનુ પહેર્યું હતું જે તે પહેલાની કાવડ યાત્રા દરમિયાન પહેરેલા સોના કરતા ચાર કિલો ઓછું હતું. તેનું કારણ તેઓ નાદુરસ્ત તબિયત હોવાનું જણાવતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.