ભારતની આ જગ્યા છે વિશ્વનુ સૌથી મોટું પર્યટક સ્થળ, રોજ આવે છે લાખો લોકો…

ભારતમાં અનેક પર્યટન સ્થળો છે. ભારતીય લોકોને ફરવાનો બહુ જ શોખ હોય છે. જેને કારણે ભારતના અનેક સ્થળો પર્યટકોથી ભરાયેલા રહે છે. ભારતીયો પણ ફરવાના એટલા શોખીન હોય છે કે, તેઓ સુંદર જગ્યાઓ પર રજા વિતાવવા માંગતા હોય છે. આજકાલ તો ભારતીયો અમેરિકા, સિંગાપોર, સ્વીત્ઝરલેન્ડ, પેરિસ, થાઈલેન્ડ, બાલી જેવી જગ્યાઓ પર પણ વધુ ફરવા જાય છે. તો બીજી તરફ, ભારતમાં કાશ્મીર, ગોવા, સિમલા, કુલુ-મનાલી જેવી જગ્યાઓ વધુ ફેમસ છે. પણ તેમ છતાં ભારતમાં એક જગ્યા એવી છે, જ્યાં દુનિયાભરથી મુસાફરો આવે છે. જરા વિચાર કરો કે આ કઈ જગ્યા છે.

image source

આ જગ્યા બીજી કોઈ નહિ, પણ પંજાબમાં આવેલું સ્વર્ણ મંદિર છે. આ મંદિરનો ઈતિહાસ જેટલો ગૌરવશાળી છે, તેટલું જ તેનું વર્તમાન પણ ગૌરવશાળી છે. સ્વર્ણ મંદિરના ગૌરવમાં ચાર ચાંદ ત્યારે લાગી ગયા, જ્યારે તેને સર્વાધિક જોવાયેલું પર્યટન સ્થળના એવોર્ડથી નવાજવામાં આવ્યું હતું.

image source

જી હા, સ્વર્ણ મંદિરને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વાર આ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ્સ પંજાબના અધ્યક્ષ રણદીપ સિંહ કોહલી અને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડના ભારતીય મહાસચિવ સુરભા કોલના હાથો મંદિરના વરિષ્ઠ અધિકારીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

image source

જોકે, વિશ્વભરના 8 સૌથી વધુ જોવા પર્યટન સ્થળોમાં વૈષ્ણો દેવી, માઉન્ટ આબુ અને શિરડીનું સાઈબાબા મંદિરનું નામ પણ સામેલ છે. રેકોર્ડ મુજબ, ગૌરવશાળી સ્વર્ણ મંદિરમાં પ્રતિદિન લગભગ 1 લાખ લોકો આવે છે. આ પર્યટન સ્થળ ઉપરાંત અમૃતસરનું દુર્ગિયાના મંદિર અને વાઘા બોર્ડરના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે.

image source

હરમંદિર સાહિબના નામથી પંજાબમાં સ્વર્ણ મંદિર ઓળખવામાં આવે છે. પંજાબનું સ્વર્ણ મંદિર જે શીખ ધર્મનું પ્રમુખ દેવસ્થાન છે, જેને જોવા માટે દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રતિદિનિ આવે છે. ન માત્ર શીખ ધર્મના લોકો, પરંતુ આ મંદિરમાં તમામ ધર્મના લોકો માથુ ટેકવે છે. મંદિરના મુખ્ય કેન્દ્ર બિંદુની વાત કરીએ, તો મંદિર પર સોનાની પરત ચઢાવવામાં આવે છે, તેથી જ તેને ગોલ્ડન ટેમ્પલ કહેવાય છે.

image source

પંજાબના અમૃતસર શહેરમાં સ્થાપિત સ્વર્ણ મંદિરની સ્થાપના ચૌથા ગુરુ રામદાસજી દ્વારા કરવામાં આવી હતી. પાંચમા શીખ ગુરુ અર્જુનજી દ્વારા આ મંદિરને ડિઝાઈન કરવામાં આવ્યું હતું.

image source

ધાર્મિક માન્યતા અનુસાર, સ્વર્ણ મંદિરની અંદર શીખ ધર્મના પ્રાચીન ઈતિહાસની પણ વ્યાખ્યા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરની સ્થાપના કરવા પાછળનો હેતુ મહિલાઓ અને પુરુષો માટે એક એવી જગ્યાની સ્થાપના કરવાનો હતો કે, જે જગ્યા પર બંને સમાન રૂપે ઈશ્વરની આરાધના કરી શકે. શ્રી હરમંદિર સાહિબના નામનો મતલબ જ એ છે કે, ભગવાનનું મંદિર. જ્યાં તમામ ધર્મના લોકો ઈશ્વરની ભક્તિ વગર કોઈ ભેદભાવ કરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.