શું તમે ક્યારે જોઇ છે સોનાની હોટલ? જો ‘ના’ તો જોઇ લો આ તસવીરો, અને જાણી લો કેટલુ ઓછુ છે આ હોટલનુ ભાડુ

સોનાની ચિત્ર વિચિત્ર વસ્તુઓ તો તમે ખૂબ જોઈ હશે પણ સોનાની હોટેલ તો ક્યારેય નહીં જોઈ હોય – તો ચાલો આજે અમે તમને સોનાની હોટેલમાં એક આંટો મરાવીએ

image source

આપણે અવારનવાર લોકોના સોનાના વિચિત્ર શોખ વિષે સાંભળતા હોઈએ છીએ. હાલ કોરોના વયારસની મહામારીના કારણે માસ્ક પહેરવું જાહેર જનતા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે તો સોનાના શોખીન એક વ્યક્તિએ પોતાના માટે સોનાનો માસ્ક બનાવડાવ્યો. પણ આજે આપણે લોકોના સોનાના શોખ વિષે વાત કરવા નથી જઈ રહ્યા પણ એક એવી હોટેલની વાત કરવા જઈ રહ્યા છીએ જે મહદઅંશે સોનાની બનેલી છે. તેના બારી, બારણા, દરવાજા, વાસણ બધું જ સોનાનું બનેલું છે. આપણે સોનાના ટોઈલેટ વિષે જાણીને તો ક્યારનાએ આશ્ચર્યમાં મુકાઈ ગયા છીએ પણ હોટેલની બધી જ વસ્તુઓ સોનાની હોય તે તો વધારે અચરજ પમાડે તેવું છે.

વિશ્વની આ પ્રથમ હોટેલ છે જે સોનાની બનેલી છે. આ હોટેલ વિયેટનામની રાજધાની હનોઈમાં આવેલી છે. આ હોટેલના બારી, દરવાજા, ત્યાંના કપ રકાબી, ટેબલ, જમવાના વાસણ અરે વોશ રૂમ પણ સોનના છે. હજુ તાજેતરમાં જ એટલે કે બીજી જુલાઈના રોજ જ આ અદ્ભુત હોટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

image source

આ અત્યંત વૈભવશાળી હોટેલનું નામ છે ડોલ્સે હનોઈ લેક. અહીંની લીફ્ટના ડોર પણ સોનના છે તો વાસણો પણ સોનાના છે ચા-કોફીના કપ પણ સોનાના છે. બધું જ સોનાનું છે. અને આ કોઈ 80-90 ઓરડાવાળી નાનકડી હોટેલ નથી પણ 400 રૂમવાળી લક્ઝરીયસ હોટેલ છે જે 25 માળ સુધી ફેલાયેલી છે. આ હોટેલ એક ફાઈવસ્ટાર હોટેલ છે. માત્ર આટલું જ નહીં પણ હોટેલની બહારની બાજુએ લગભઘ 56000 વર્ગ ફૂટમાં ગોલ્ડ પ્લેટેડ ટાઇલ્સ લગાવવામાં આવી છે.

હવે જ્યારે હોટેલ સોનામાં નાહી રહી હોય ત્યારે તેનો સ્ટાફ પણ તો તેને અનુકુળ જ હોવો જોઈએ. આ હોટેલના સ્ટાફનો ડ્રેસ કોડ રેડ એન્ડ ગોલ્ડ છે. માત્ર દીવાલો કે બારી બારણા નહીં પણ હોટેલની એક-એક એક્સેસરીઝમાં તમને ગોલ્ડનો વપરાશ થયેલો જણાશે.

image source

હવે તમે વોશરૂમની જ તસ્વીર જોઈ લો. અહીંની લગભગ બધી જ એસેસરીઝ સોનાની છે. અહીંનો શાવર જુઓ, બાથ ટબ જુઓ, સિંક જુઓ, ટોઈલેટનું ટબ જુઓ અરીસો જુઓ બધું જ સોનાનું છે. હનોઈની આ હોટેલની છત પરથી શહેરનો અદ્ભુત નઝારો જોઈ શકાય છે. અને આ છત પરની દિવાલ પર પણ ગોલ્ડ પ્લેટેડ બ્રીક્સ લગાવવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો આ તસ્વીરમાં કે લોકો કેવા શોખથી તસ્વીરો ખેંચાવી રહ્યા છે.
છત પર એક વિશાળ સ્વિમિંગ પુલ પણ છે અને તસ્વીરમાં તમે જોઈ શકો છો કે શહેર કેટલું સુંદર દેખાઈ રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે 2009થી આ હોટેલનું નિર્માણ કાર્ય શરૂ કરવામા આવ્યું હતું. આમ આ હોટેલને બનતા લગભગ 10 વર્ષનો સમય થઈ ગયો છે. જો કે હોટેલે પોતાના ટોપ ફ્લોર્સ પર હોટેલના ઓરડા નહીં પણ એપાર્ટમેન્ટ બનાવ્યા છે જેથી કરીને જે કોઈ વ્યક્તિ આ સુંદર જગ્યાએ ફ્લેટ ખરીદવા ઇચ્છે તે લઈ શકે છે. આ આખીએ હોટેલ કમ અપાર્ટમેન્ટની ઇમારતને હોઆ બિન ગૃપ એન્ડ વિનઘમ ગૃપે સંયુક્ત સાહસથી બનાવી છે. બન્ને ગૃપ વર્ષોથી હોટેલ બિઝનેસમાં છે. તેઓ આ જ પ્રકારની ફાઈવ સ્ટાર તેમજ સિક્સ સ્ટાર હોટેલ ધરાવે છે.

image source

હવે જો તમને એવો વિચાર આવતો હોય કે સોનાની હોટેલ બનાવવાનો વિચાર આ લોકોને કેવી રીતે આવ્યો હશે. તો તમને જણાવી દઈએ કે સોનું માનસિક તાણને દૂર કરતું માનવામાં આવે છે તેનાથી લોકો રિલેક્સ અનુભવતા હોય છે અને આ જ કારણથી હોટેલના માલિકે હોટેલમાં બને તેટલો વધારે ઉપયોગ સોનાનો કર્યો છે.

હવે સ્વાભાવિક છે કે આ હોટેલનું ભાડુ પણ જાણવાની તમને ઇચ્છા થાય તો તમને જણાવી દઈ કે આ હોટેલમાં બે બેડરૂમવાળા ઓરડામાં રોકાવા માટે તમારે 75 હજાર રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે સિંગલ રૂમવાળા ઓરડામાં રોકાવા માટે તમારે 20 હજાર રૂપિયા ચુકવવા પડે છે. આ હોટેલમાં કૂલ છ-છ પ્રકારના ઓરડાઓનો સમાવેશ થાય છે. આ હોટેલના ખાસ ઓરડા એટલે કે પ્રેસિડેન્શિયલ સ્યૂટનું માત્ર એક રાત્રિનું ભાડું 4.85 લાખ રૂપિયા છે.
આમ જોવા જઈએ તો આ હોટેલના ચાર્જીસ એટલા બધા ઉંચા નથી. કારણ કે આ હોટેલનો ઉદ્દેશ સામાન્ય લોકોને પણ રાજા જેવી ફિલિંગ અપાવવાનો છે. માટે જ તેમના રૂમ ચાર્જીસ કેટલાક વર્ગના લોકોને પોસાય તેવા પણ છે.

image source

આ હોટેલમાં મહેમાનના રિક્રિએશન તેમજ એન્ટરટેઇનમેન્ટનો પણ ખાસ ખ્યાલ રાખવામા આવ્યો છે માટે અહીં 24 કલાક ખુલી રહેતી એક ગેમિંગ ક્લબ પણ રાખવામા આવી છે અહીં મહેમાન પોકર, કસીનો જેવી ગેમ્સ રમી શકે છે અને અહીં તમે ન્યાલ પણ થઈ શકો છો અને પાયમાલ પણ થઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.