આ ભાઇ પહેરે છે સોનાનુ માસ્ક, જેની કિંમત તો જાણો કેટલી બધી છે…શું તમે જોઇ અંદરની તસવીરો?

દેશનું સૌથી મોંઘુ માસ્ક – જોયો છે ક્યારેય સોનાનું માસ્ક પહેરેલો માણસ ?

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ભારતમાં પણ કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અને આવા સંજોગોમાં સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે સ્વચ્છતા જાળવો, સોશલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવુ. અને જો તમે માસ્ક પહેર્યા વગર બહાર જોવા મળો તો તમને દંડ પણ ફટકારવામાં આવે છે.

image source

પણ કેટલાક લોકોના શોખ એટલા બધા તેમના પર હાવી હોય છે કે તેઓ દરેકે દરેક બાબતમાં પોતાનો શોખ પુરો કરવાનો અવસર જ શોધતા રહેતા હોય છે. આવી જ એક વ્યક્તિ મહારાષ્ટ્રમાં રહે છે. તે વ્યક્તિને સોનાનો ભારે શોખ છે. તેઓ જાડી-જાડી દળદાર સોનાની ચેન ગળામાં હંમેશ પહેરે છે. આ વ્યક્તિનું નામ છે શંકર કુરહાડે તેઓ મહારાષ્ટ્રના પિપરી ચિચવડામાં રહે છે. અને આ વ્યક્તિને સોનાનો એટલો શોખ છે કે તેઓ માસ્ક પણ કાપડનું નથી પહેરતા પણ સોનાનું પહેરે છે. તમને આ વાંચીને ચોક્કસ આશ્ચર્ય થશે પણ તમે જોશો કે આ એક સત્ય વાત છે. અને આ વ્યક્તિના આ માસ્કની કિંમત જાણીને તો તમને ઓર વધારે આશ્ચર્ય થશે. તેની કીંમત છે 3 લાખ રૂપિયા.

image source

મિડિયા રીપોર્ટ્સ દ્વારા આ માસ્કને દેશનું સૌથી મોંઘુ માસ્ક કહેવામાં આવી રહ્યું છે. આ વ્યક્તિ રોજ આ જ ત્રણ લાખ રૂપિયાવાળુ સોનાનું માસ્ક પહેરીને ફરે છે. તમે તસ્વીરમાં જોઈ શકો છો કે તેના ગળામાં જાડી સોનાની ચેઇન છે, હાથની દરેકે દરેક આંગળીઓમાં વજનદાર વિંટી છે તો વળી હાથના કાંડામાં પણ જાડુ બ્રેસલેટ તમે જોઈ શકો છો. ખરેખર શંકરભાઈ પોતાના શોખને કંઈક અલગ જ અંદાજમાં પુરો કરી રહ્યા છે.

image source

એક માહિતિ પ્રમાણે આ માસ્કને બનાવવા પાછળ શંકરે 2 લાખ અને 90 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. તેનું વજન સાડા પાંચ તોલા એટલે કે લગભગ 55 ગ્રામ છે. જો તમને એવુ લાગતું હોય કે સોનાના માસ્કમાં વળી શ્વાસ કેવી રીતે લઈ શકાય તો તમને જણાવી દઈએ કે તેમાં છીદ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેમના કહેવા પ્રમાણે તે કોરોના માટે સંપૂર્ણ સુરક્ષિત છે.

image source

શંકરભાઈના આ અજીબ માસ્ક માટે તેમનું નામ પણ આજકાલ મિડિયામાં બહુ આવી રહ્યું છે અને તેમનો ઇન્ટર્વ્યૂ પણ કરવામા આવ્યો હતો. જ્યારે તેમને એ પુછવામાં આવ્યું કે તેમને આ ખ્યાલ કેવી રીતે આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે ટેલીવીઝન પર કોલ્હાપુરમાં એક વ્યક્તિને ચાંદીનું માસ્ક પહેરેલો જોયો હતો બસ ત્યારથી જ તેમને સોનાનું માસ્ક બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે તરત જ પેતાના તે વિચારને અમલમાં મુકી દીધો અને માત્ર એક જ અઠવાડિયામાં તેમણે સોનાનું માસ્ક બનાવડાવી દીધું.

image source

તમને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમત નવી ઉંચાઈઓ સર કરી રહી છે. અને કોરોનાના આંકડા પણ દીવસેને દીવસે વધી રહ્યા છે. ગુજરાતનો કોરોનાનો આંકડો જોઈએ તો હાલ કૂલ 33913 કેસ છે જ્યારે 24,593 સંક્રમિતો રીકવર થઈ ગયા છે અને મૃત્યુઆંક 1886 સુધી પહોંચી ગયો છે. આવા સમયે માસ્ક ખરેખર પહેરવું ખૂબ જરૂરી છે પછી તે સોનાનું હોય કે પછી સાદુ હોય. માસ્ક પહેરો અને પોતાની જાતને સુરક્ષિત રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.