શખ્સને ગુગલ પર કસ્ટમર કેર નંબર સર્ચ કરવો પડ્યો ભારે, ગઠિયાઓએ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા આટલા બધા રૂપિયા
સામાન્ય રીતે આપણને કોઈપણ વસ્તુ જાણવી હોય કે કોઈપણ નંબર જોઇતા હોય તો સૌથી પહેલો ઉપયોગ હવે ઈન્ટરનેટ કરવામાં આવે છે. ઈન્ટરનેટ પર દુનિયાની કોઈ પણ વસ્તુ સર્ચ કરો તો તેનું પરિણામ ચોક્કસથી મળે. આજ કારણ છે કે મોટાભાગના લોકો જે તે કંપની કે વેબસાઈટના કસ્ટમર કેર નંબર પણ ઈન્ટરનેટ પર સર્ચ કરી ઉપયોગ કરે છે.

જોકે ટેકનોલોજી અને ઈન્ટરનેટનો ઉપયોગ જેમ વધી રહ્યો છે. તેમ તેમ ફ્રોડ કરનારા લોકો પણ વધુ ને વધુ એક્ટિવ થયા છે. આ જ વસ્તુઓનો ઉપયોગ કરી સાઇબર ક્રાઇમને હેકર સરળતાથી અંજામ આપે છે. નેટ પર હેલ્પલાઇન નંબર કે કસ્ટમર કેર નંબર જ્યારે સર્ચ કરવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિને તો લાગે છે કે તેણે સાચો જ નંબર આપવામાં આવ્યો હશે. પરંતુ હેકર્સ આ નંબરને બદલી અને ફ્રોડને અંજામ આપે છે. આ રીતે અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે અને હજુ પણ બની રહ્યા છે.

આવી જ એક ઘટના હરિયાણાના એક વ્યક્તિ સાથે બની હતી. જેમાં તેણે એક મોબાઈલ વોલેટ એપ મારફતે ટીવી ચેનલ રિચાર્જ કરી પરંતુ કોઇ કારણોસર તેને રિચાર્જ કરેલા પૈસા પરત લેવાના હતા. ત્યારે તેણે આ એપના કસ્ટમર કેર નંબર google માંથી સર્ચ કર્યા અને આમ કરવું તે વ્યક્તિને ભારે પડી ગયું.

નંબર સર્ચ કરી તેને કસ્ટમર કેરમાં વાત કરી તે વ્યક્તિએ જે પણ પ્રશ્નો પૂછ્યા તે તમામના જવાબ ગ્રાહકે આપ્યા અને આ ગ્રાહકને 97, 504 રૂપિયાનો ચુનો લાગી ગયો. આ મામલે તેણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી તેણે પોલીસને જણાવ્યું કે ટીવી ચેનલમાં ભૂલથી થયેલા રિચાર્જ બદલ તેને મોબાઈલ વોલેટના કસ્ટમર કેર નંબર ઇન્ટરનેટ પરથી શોધ્યા ત્યારબાદ તેણે આ નંબર પર ફોન કર્યો. ફોન પર એક વ્યક્તિએ તેને જવાબ આપ્યો અને તે મોબાઈલ વોલેટનો કસ્ટમરકેર અધિકારી હોવાનું જણાવ્યું.

ફોન પર જે વ્યક્તિ હતી તેણે જણાવ્યું કે પૈસા પરત લેવા માટે તેને કેટલીક જાણકારી આપવી પડશે અને તેના ફોન પર આવતા ચાર અંકના નંબર પણ અધિકારીને આપવા પડશે. ગ્રાહક એ પણ વિશ્વાસ કરી તેને પૂછેલી તમામ જાણકારી આપી. આટલી જાણકારી આપતાંની સાથે જ તેના ખાતા માંથી 97 504 રૂપિયા ઉપડી ગયા.

હાલો આ મામલે પોલીસે કસ્ટમર કેર કસ્ટમર કેર કંપની સામે ચોરી અને કરોડનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે જોકે આ સમગ્ર ઘટનામાં ચેતવા જેવી વાત એ છે કે ઈન્ટરનેટ પરથી નંબર શોધી તેને સાચવવાની કોઈપણ વ્યક્તિ સાથે પોતાની અંગત જાણકારી શેર કરવી જોઈએ નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span