બોલિવૂડ એક્ટર ગોવિંદા અને ચકી પાંડેએ મહાભારતમાં આ પાત્ર માટે આપ્યું હતું ઓડીશન, જાણો કયા શોમાં થયો આ વાતનો ખુલાસો

હિન્દી સિનેમાના ફિલ્મ નિર્માતા અને નિર્દેશક એવા બી.આર. ચોપરા દ્વારા ૮૦ના દાયકામાં બનાવેલા ટીવી સીરીયલ સ્વરૂપે પ્રસારિત થયેલ મહાભારતે આ લોકડાઉન દરમિયાન ખુબ જ ધૂમ મચાવી છે.

image source

આ દરમિયાન દર્શકોને આ શો વિશે અનેક એવી ઘટનાઓ પણ જાણવા મળી છે જે આ શોના શુટિંગ સમયે સેટ પર બની હતી. જો કે આ શો વિશે ત્રણ નવી વાતો સામે આવી છે કે અર્જુનના પુત્ર અભિમન્યુના પાત્ર માટે ફિલ્મ અભિનેતા ગોવિંદા અને ચંકી પાંડે પણ ઓડીશન આપવા માટે પહોચ્યા હતા.

રીયુનીયન વિથ આર જે

image source

જો કે હાલમાં ભારતીય રેડીઓની દુનિયાના જાણીતા આરજે અનમોલ પોતાના સોશિયલ મીડિયામાં એક નવી ડીજીટલ સીરીજ ‘રીયુનીયન વિથ આરજે’ શરુ કરી રહ્યા છે. આ સીરીજમાં આરજે અનમોલ જુના સમયમાં આવેલી ધારાવાહિક અને ફિલ્મના કલાકારોને એક સાથે મંચ પર લાવીને એમની સાથે વાતચીત કરશે. જો કે મજાની વાત એ છે કે આ શોની શરૂઆત જ બીઆર ચોપરાના શો મહાભારતના કલાકારો દ્વારા થઇ રહી છે, આ શોમાં શુટિંગ દરમિયાન તે લોકો પોતાના વિચિત્ર અનુભવો અને અજાણ્યા તથ્યોને લોકો સમક્ષ લાવશે.

જુહી ચાવલાએ દ્રૌપદી માટે ઓડીશન આપ્યું

image source

ભારતમાં લોકડાઉનની શરૂઆત સાથે જ આ ટીવી શો મહાભારત વિશે પણ કેટલીક એવી વાતો જાણવા મળી છે જે પડદાની પાછળ ઘટી છે. મહાભારતના કલાકારો સાથે આ શોમાં કેટલાક એવા રહસ્યો પરથી પડદો ઉઠશે અને કેટલાક એવા કિસ્સાઓ પણ સાંભળવા મળશે જે શોની શુટિંગ અને એમની કાસ્ટિંગ સમયે ઘટ્યા હશે. જેમ કે આ સીરીયલમાં દ્રૌપદીના પાત્ર માટે જુહી ચાવલાએ પણ ઓડીશન આપ્યું હતું.

અભિમન્યુ માટે ગોવિંદા અને ચંકી પાંડે

image source

આ સિવાય આ કાર્યક્રમમાં અર્જુનના પુત્ર અભિમન્યુ માટે ગોવિંદા અને ચંકી પાંડે પણ ઓડીશન આપી ચુક્યા છે. જો કે એ વાત અલગ છે કે એમને આ શોમાં કામ મળ્યું નહિ. પોતાના આ શો વિશે અનમોલ કહે છે કે, ‘મને આ શો શરુ કરવાનો વિચાર કેટલાક વર્ષ પહેલા આવ્યો હતો. પણ, રેડીઓ અને ટીવીની વચ્ચે સંતુલન બેસાડવામાં આ શો ને શરુ કરતા મને અનેક સમસ્યાઓ નડતી હતી.’

૨૫ વર્ષ પછી એકબીજાને જોઈ રહ્યા છે

image source

આ બાબતે વધુ વાત કરતા અનમોલે કહ્યું હતું કે, ‘સારું છે કે લોકડાઉનના સમયમાં મને કેટલાક પ્રતિષ્ઠિત ટીવી શોના કલાકરોને સાથે લાવવાનો અવસર મળ્યો અને મેં એમની સાથે એમના જ શો વિશે વાતચિત કરી હતી. આ ઠીક એવું જ છે જેવું સ્કુલ અથવા કોલેજના લોકો વર્ષો પછી એક સાથે ક્યાંક મળી જાય છે. કેટલાક લોકો તો અહી એવા પણ છે જે લગભગ ૨૫ વર્ષ પછી એકબીજાને જોઈ રહ્યા છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.