ગોવિંંદાની આ હિરોઇનની જોઇ લો તમે પણ તસવીરો, જે જીવે છે એવી વૈભવી લાઇફ કે, પહેરે છે ચાંદીના ચંપ્પલ અને..

બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેઓ રાજવી પરીવારમાંથી આવે છે કે પછી રાજવી પરીવાર સાથે સબંધ ધરાવે છે. તમને જણાવી દઈએ કે આવું ફક્ત બોલીવુડમાં જ બને છે એવું નથી પણ ટીવીના પણ એવા કેટલાક સ્ટાર્સ છે જે રાજવી પરીવાર સાથે સબંધ ધરાવે છે. અને તેમાની એક છે ટીવી અને બોલિવુડ ની મશહુર અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી.

image source

તેમના પરીવારના દરેક સભ્ય તેમને ખુબ જ પ્રેમ કરે છે. એટલું જ નહીં તેમની બધી જ ડિમાન્ડ પણ પુરી કરે છે. દિગાંગનાનો આખો પરિવાર તેનું એક રાજકુમારીની જેમ ધ્યાન રાખે છે. તેમના પરીવારમાં દિગંગાના એક માત્ર દીકરી હોવાને કારણે એને ખૂબ જ ઠાઠમાઠથી રાખવામાં આવે છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.

image source

દિગાંગનાનો જન્મ 15 ઓક્ટોંબર 1997 ના રોજ મુંબઈ ના એક સુર્યવંશી પરીવારમા થયો હતો. તેમના પિતાનું નામ નીરજ સુર્યવંશી અને માતાનુ નામ સરિતા સુર્યવંશી છે. 21 વર્ષની દિગાંગનાએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે વર્ષ 2002 મા આવેલી “ક્યા હાદ્સા ક્યા હકીકત” થી કરી હતી.

image source

આ સિરિયલ પછી તેમણે બીજી ઘણી સીરિયલમાં પોતાની એક્ટિંગ કુશળતા બતાવી છે પણ તેને ટીવી સીરિયલ “વીરા- એક વીર કી અરદાસ” દ્વારા ઓળખ મળી હતી. આ સીરિયલમાં એમના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા અને લોકોને દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

image source

તમને જણાવી દઈએ કે દિગાંગના એ ચર્ચિત રિયાલટી શૉ બિગ બોસ 9માં પણ ભાગ લીધો હતો. દિગાંગના ફિલ્મ ફ્રાઈ ડે,જલેબી, તેમજ રંગીલા રાજા નામની ફિલ્મોમાં પણ દેખાઈ હતી.તમને જણાવી દઇએ કે દિગાંગના એક અમીર પરિવારમાંથી આવે છે. ઘણા બધા વ્રત અને બધા આખડી પછી તેમનો જન્મ થયો હતો.અને આ કારણે તે રાજકુમારીની જેમ પોતાનુ જીવન જીવે છે. દિગંગના માટે તેમનો દરેક જન્મદિવસ ખૂબ ખાસ હોય છે કારણ કે તે દિવસે તેના પરિવારજનો તેને રાજકુમારીની જેમ રાખે છે.

image source

દિગાંગના બાળપણમાં જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેણે સોનાની ઘડિયાળ ની માંગ કરી હતી તો તેના ઘરના સભ્યોએ તેની આ માંગ ને પણ પુરી કરી હતી. તમે ઘણી ફિલ્મોમા જોયુ હશે કે પહેલાના સમયની રાણીઓ અને રાજકુમારીઓ દૂધથી નહાતી હતી. તેમ દિગાંગના ને પણ તેમના દરેક જન્મદિવસ પર દૂધથી નવડાવવામા આવે છે અને સ્ક્રબ પણ લગાવવામાં આવે છે.

image source

આટલું જ નહીં દિગાંગના તેના દરેક જન્મદિવસ પર ચાંદીના ચંપલ પહેરે છે અને તેની પાસે એક સિલ્વર સેન્ડલ પણ છે જે એક બંગાળના સોની પાસે ડીઝાઇન કરીને બનાવડાવવામાં આવ્યા હતા. દિગાંગનાના એક રુમ માં ફક્ત ચંપલ, બેગ અને ઝવેરાતનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આજે પણ તેને રાજકુમારીની જેમ રાખવા માટે એના પરિવારના સભ્યો કોઈ કસર નથી રાખતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.