ગોવિંદાનો આ વીડિયો જોઈ ભલભલા નવોદિત કલાકારને આવશે ઈર્ષા, જૂઓ ડાન્સિગ કિંગની સ્ટાઈલ

ગોવિંદાના ડાન્સના કરોડો લોકો દિવાના છે. આ ઉમરે પણ તેના સ્ટેપ પર લોકો આફરિન પોકારી ઉઠે છે. ગોવિંદાએ તેમના ફિલ્મી કરિયરની શરૂઆત 1986માં ઈલ્જામની સાથે કરી હતી. ત્યારે થી લઈને અત્યાર સુધી તે 165થી પણ વધારે ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. ગોવિંદા અત્યાર સુધી બાર વાર ફિલ્મમેકર માટે નામાંકિત થઈ ગયા છે. તે એક સ્પેશલ ફિલ્મફેયર, બેસ્ટ કૉમેડિયન કેટેગરીમાં એક ફિલ્મફેયર અને ચાર જીસિને અવાર્ડ જીતી ચૂક્યા છે.

image source

ગોવિંદાની ડાન્સ કરવાની સ્ટાઈલ અનોખી

તેમની ડાન્સ કરવાની સ્ટાઈલ અનોખી છે. ગોવિંદાના ડાંસના દિવાના તો આખી દુનિયામાં છે. ગોવિંદા ફક્ત પોતાની એક્ટીંગ માટે જ નહીં, બલ્કે ડાંસ માટે લોકો આફરીન થઈ જાય છે. ગોવિંદાના આ ડાંસની ઝલક તેની દરેક ફિલ્મોમાં જોવા મળે છે. ગોવિંદા છેલ્લે મોટા પડદા પર રંગીલા રાજામાં નજરે પડ્યા હતા. ગોવિંદા હાલમાં નાના પડદા પર ગેસ્ટ તરીકે જોવા મળે છે. હાલમાં જ ગોવિંદાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની સાથે કોરિયોગ્રાફર શક્તિ મોહન પણ ડાંસ કરતી જોવા મળે છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

image source

‘હુશ્ન હૈ સુહાના’ ગીત પર કર્યો ડાન્સ

ઈંસ્ટાગ્રામ પર મુંબઈ ડાંસર્સ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ગોવિંદા 1995માં રિલીઝ થયેલી ફિલ્મ કુલી નંબર 1ના પ્રખ્યાત ગીત ‘હુશ્ન હૈ સુહાના’ ગીત પર કોરિયાગ્રાફર શક્તિ મોહન સાથે જબરદસ્ત ડાંસ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ખૂહ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તથા મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે અને વીડિયોની મજા લઈ રહ્યા છે.

image source

ગોવિંદા એન્ટરટેનર નંબર 1

બોલીવુડનો આઈકોનિક સ્ટાર ગોવિંદા એન્ટરટેનર નંબર 1 છે તેમાં કોઈ બેમત નથી. ૯૦ના દાયકાથી જેનો જાદુ કાયમ છે એવા અભિનેતાએ ૨૦૦૬ પછી કમબેક કરીને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે, ‘પાર્ટનર’ સિવાય કોઈ ફિલ્મ એટલી સફળ થઈ ન હતી. ગોવિંદાના ચાહકો હજુ પણ તેના ડાન્સ અને કૉમેડીના દીવાના છે. પોતાના ચાહક-વર્ગ સાથે કનેક્ટ રહેવા માટે ગોવિંદાએ જાણીતી વિડીયો-શેરિંગ એપ ટિક-ટોક પર અકાઉન્ટ ખોલ્યા બાદ યુટ્યુબ પર ડેબ્યુ કર્યું છે.

ગોવિંદા નંબર 1 નામની યુટ્યુબ ચેનલ

‘ગોવિંદા નંબર 1’ નામની યુટ્યુબ ચેનલ પર તે લોકોનું મનોરંજન કરતો જોવા મળશે. આ ચેનલ અંગે અભિનેતાએ ઑફિશિયલી જાહેરાત કરી હતી અને વેલેન્ટાઈન્સ ડેના ખાસ દિવસે બે ગીતના ઓડિયો રિલીઝ કર્યા હતા. ‘ચલના રોમાન્સ કરે’ અને ‘તુ મેરી ડ્રીમ કમ ટ્રુ’ નામના આ બે ગીત ગોવિંદાએ પોતે ગાયા છે. ગોવિંદાનું કહેવું છે કે, ‘મને સતત પ્રેમ આપનારા ચાહકોને મનોરંજન પૂરું પાડવા માટે સોશિયલ મીડિયા સૌથી સારું મધ્યમ છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.