આ બાળકોની ત્વચા હતી લીલા રંગની, જેમની પાછળ છુપાયેલા છે અનેક રહસ્યો, જે જાણીને તમને પણ લાગશે નવાઇ
વિશ્વની અનેક માહિતીઓ એવી છે જેના વિષે આપણે બહુ જાણતા નથી. સમયાંતરે અહીં એવી એવી રહસ્યમયી ઘટનાઓ અને જાણકારીઓ મળતી હોય છે જે સામાન્યથી બિલકુલ વિપરીત અને આશ્ચર્યજનક હોય છે.

આવું જ એક રહસ્ય છે ” વુલપીટના લીલા રંગના બાળકો ” અસલમાં વુલપીટ એ ઇંગ્લેન્ડનું એક ગામ છે અને આ ઘટનાનો સંબંધ 12મી આસપાસની છે પરંતુ ક્યાં વર્ષની છે તેના વિષે કોઈ ચોક્કસ જાણકારી ઉપલબ્ધ નથી. તે સમયે ઇંગ્લેન્ડમાં રાજા સ્ટિફનનું શાશન હતું. અને તેના સમય દરમિયાન જ ઇંગ્લેન્ડના વુલપીટમાં આ ઘટના ઘટી હતી.
ઘટના અંગે વિસ્તૃત જાણીએ તો ત્યારે ઉનાળાના દિવસો ચાલતા હતા અને લોકો પોતપોતાના ખેતરોમાં કામ કરી રહ્યા હતા અચાનક ગામલોકોને વિચિત્ર દેખાતા બે બાળકો દેખાયા. તેમાં એક બાળકી અને એક બાળક હતું તથા તેમની ત્વચાનો રંગ લીલો હતો. વિચિત્ર વાત તો એ હતી કે તે જે ભાષા બોલી રહ્યા હતા તે કોઈપણ નહોતું જાણતું. સાથે જ તેના કપડાં પણ અલગ હતા.

આખરે ગામલોકો બન્ને બાળકોને સ્થાનિક જમીનદાર પાસે લઇ ગયા અને ત્યાં તેને જમવાનું આપવામાં આવ્યું. પરંતુ બાળકોએ ખાવાનું ન ખાધું પરંતુ ત્યાં પાસે જ કઠોળ જોવા મળતા તેઓ કાચા કઠોળ જ ખાવા લાગ્યા. આવું કેટલાય દિવસો સુધી ચાલ્યું અને એ બાળકો ખોરાકમાં પણ ફક્ત કઠોળ જ ખાતા.
અમુક મહિનાઓ પછી એ બાળકો ધીમે ધીમે કરીને સામાન્ય ખોરાક પણ ખાવા લાગ્યા અને ખાવાનો પ્રશ્ન સોલ્વ થયો પણ એ જે ભાષામાં વાત કરતા હતા તે ભાષા કોઈ સમજી શકતું નહોતું. સમય જતા કોઈક કારણોસર બન્ને બાળકો પૈકી એક બીમાર પડવા લાગ્યો અને થોડા જ દિવસોમાં તેનું મૃત્યુ થઇ ગયું જો કે બાળકી બિલકુલ સલામત હતી.

કહેવાય છે કે એ બાળકીની ત્વચાનો લીલો રંગ પણ ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો અને તે સામાન્ય બાળકની જેમ જીવન જીવવા લાગી. સમય જતા એને અંગ્રેજી ભાષા પણ શીખવવામાં આવી અને તે અંગ્રેજી બોલવા પણ લાગી. પરંતુ ભાષા શીખી લીધા બાદ તેણે પોતાની આખી વાત જયારે ગામલોકોને કહી ત્યારે સૌ કોઈ હેરાન રહી ગયા. બાળકીએ જણાવ્યું કે તે અને તેનો ભાઈ (જે મૃત્યુ પામી ચુક્યો હતો) સેન્ટ માર્ટિન નામની એક જગ્યાએથી આવ્યા હતા. અને તે જગ્યા ધરતીની અંદર આવેલી છે ત્યાં સુરજ પણ નથી ઉગતો બસ સૂરજનો ઝાંખો પ્રકાશ જ પડે છે. તેણે એમ પણ કહ્યું કે સેન્ટ માર્ટિન લેન્ડના બધા લોકોની ત્વચાનો રંગ લીલો જ હોય છે.

હવે આ ઘટના હકીકત હતી કે વાર્તા એ તો કોઈ નથી જાણતું પરંતુ વુલપીટના લોકો આ ઘટનાને સાચી માને છે. અને અહીં લોખંડના એક મોટા બોર્ડ પર બન્ને બાળકોની કૃતિ દર્શાવતો થાંભલો પણ બનાવવામાં આવ્યો છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.