ઓછા બજેટમાં મનોરંજન માટે બેસ્ટ છે ગુજરાતના મોંઘેરા સ્થળો, દિવાળીમાં બાળકો સાથે કરો પ્લાન

જ્યારે કોઇ ટૂરની વાત કરવામાં આવે છે ત્યારે આપણે અન્ય દેશમાં જવાનું વિચારતા હોઇએ છીએ, આવા સમયે આપણે એ પણ જાણી લેવું જોઇએ કે આપણે જે ખર્ચ ટૂર સમયે ટ્રાન્સપોર્ટેશનમાં કરીએ છીએ તેને બદલે આપણી આસપાસના ખાસ સ્થળોની મુલાકાત પણ લઇ શકાય છે. આજે અહીં ગુજરાતના એવા કેટલાક સ્થળોની વાત કરવામાં આવી રહી છે જે મોટેરાંઓને શાંતિ આપે છે અને સાથે જ બાળકોના જ્ઞાનમાં વધારો કરે છે. ટૂર એટલે ફક્ત ખર્ચ કરવાની વાત નથી. તેનાથી તમારા જ્ઞાનમાં વધારો થાય છે. આજે અહીં અમદાવાદની મુલાકાત માટેના કેટલાક ખાસ સ્થળોની વાત કરવામાં આવી રહી છે.

ઝૂલતા મીનારા

image source

ઝૂલતા મિનારા, બે હલતા મિનારાઓની જોડ છે, તેમાંથી એક સિદી બશીદ મસ્જિદની સામે સારંગપુર દરવાજામાં આવેલી છે અને બીજી રાજ બીબી મસ્જિદની સામે અમદાવાદ રેલવે સ્ટેશનની અંદર આવેલી છે. આ જોડાવાળા મિનારાઓની ખાસ વાત એ છે કે એક મિનાર જ્યારે હલે છે ત્યારબાદ બીજી મિનાર પણ હલે છે. સિદી બશીર મસ્જિદની મિનાર ત્રણ માળની છે. જેની બાલ્કનીમાં પત્થર ઉપર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. એક માન્યતા અનુસાર, ઝૂલતા મિનારાનું નિર્માણ સુલ્તાન અહમદ શાહના નોકર સિદી બશીરે કરાવ્યું છે.

જાણો અમદાવાદ અને તેની આસપાસના પ્રવાસ માટેના સ્થળોને વિશે

લોથલ

image source

લોથલ એક એવું સ્થાન છે જ્યાં હડપ્પા સભ્યતાના અવશેષો આજે પણ જોવા મળે છે. લોથલનો અર્થ થાય છે ‘ડેડ માઉન્ડ.’ આ ઉપરાંત આ સ્થળ શહેરની વાસ્તુકલા યોજના અને પરિશુદ્ધતા અંગે એક મહાન અંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે. આજે પણ રાજ્યમાં ખંડર તરીકે લોથલ પ્રાચીન સમાજ અને સંરચના, અર્થવ્યવસ્થાને દર્શાવે છે જે ઘણાં વર્ષો પહેલા અહીં વસવાટ કરતા હતા. આ સિવાય અહીં કલા અને શિલ્પ પણ જોવા મળે છે જે અનેકવખત અહીં આવેલા જળપ્રલયથી પ્રભાવિત થઇ છે અને આજે વિરાસત તરીકે ઉભી છે.

—–
અડાલજની વાવ

image soucre

વાવ હિંદુ સ્થાપત્યનું એક મહત્વનું અંગ છે, અમદાવાદ પાસે આવેલી અડાલજની વાવ હિંદુ અને મુસ્લિમ સ્થાપત્યકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ વાવનું નિર્માણ 1499માં વીરસંઘ વાઘેલાની પત્ની રાણી રુડીબાઇ માટે રાજા મોહમ્મદ બેગડાએ કરાવ્યું હતું. તેથી જ આ વાવને રુડીબાઇની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સમયે આ વાવ 5 લાખ રૂપિયાના ખર્ચે બંધાઇ હતી. આ વાવની વિશેષતા તેના પાંચ માળ અને ત્રણ મુખ્ય પ્રવેશ દ્વાર સિવાય ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવવામાં આવેલી 914 પગથિયા અને 251 ફૂટ લંબાઇ છે. ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઉંડાઇ 50 ફૂટ જેટલી છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જાણીતી આ પાંચ માળની ધરોહરને એક સમયે એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કેમાં ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળી રહે.

આ વાવ ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચર અને તેની ડિઝાઈનને લઈને વિશ્વમાં જાણીતી છે. ઈનોવેશન અને ક્રાફ્ટમેનશિપ તેમાં જોવા મળે છે. તેના જેવી નજાકત અને કોતરણી દુનિયાની કોઈ વાવમાં નથી. આમ પણ વિશ્વની શ્રેષ્ઠ વાવો ગુજરાતમાં છે તે આપણા માટે એક વારસો જ છે.

—–
ગાંધીનગર

image soucre

ભારતના પ્લાન્ડ સિટીમાં જેની ગણના થાય છે, તે ગાંધીનગર શહેર ગુજરાતનું પાટનગર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અહીં આવેલા અક્ષરધામ મંદિરના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સિવાય ગાંધીનગરમાં મહાત્મા મંદિર, ઇન્દ્રોડા પાર્ક, સરિતા ઉદ્યાન, બાલોદ્યાન, પુનિત વન, ગિફ્ટ સિટી વગેરે જોવાલાયક છે. ગાંધીનગર જવાના રસ્તામાં સાયન્સ સિટી, ઇસ્કોન મંદિર અને તેનાથી આગળ મહુડી જેવા સ્થળો પણ જોવાલાયક છે.
—–
વોટર વર્લ્ડ રિસોર્ટ

મહેસાણા હાઇવે પર આવેલા શંકુ વોટર પાર્કમાં તમે અનેક વોટર રાઇડ્સની મજા માણી શકો છો. રજા સિવાયના દિવસોમાં પણ અહીં ખાસ્સી ભીડ જોવા મળે છે. આ સિવાય અહીં સ્વિમિંગ પુલ વિથ વેવ્સ ઉપરાંત ભોજનની પણ સારી સુવિધા જોવા મળે છે. પ્રવાસન દિવસ ઉપરાંત પણ વન ડે પિકનિક માટે આ સ્પોટ બેસ્ટ છે.

——
ગાંધી આશ્રમ

image source

સાબરમતી નદીના કિનારે આવેલા સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં થઇ હતી. ખાદી, ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતા નિવારણ અને ગૌસેવા વગેરે રચનાત્મક પ્રવૃત્તિઓ કરી, આ આશ્રમ સાબરમતી વિસ્તારમાં હોવાથી આમ સાબરમતી આશ્રમ તરીકે જાણીતો થયો. આગળ જતા આ આશ્રમ સ્વતંત્રતા સંગ્રામનું મુખ્ય થાણું બન્યું. અહીં જ ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ વચ્ચે પ્રથમ મુલાકાત થઇ હતી.

—-
જામા મસ્જિદ

અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંથી એક ગણાતી આ મસ્જિદનું નિર્માણ અમદાવાદના બાદશાહ અહમદ શાહે 1424માં કરાવ્યું હતું. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયમાં આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ ગણાતી હતી. મસ્જિદના પૂર્વમાં અહમદ શાહ, તેમના પુત્ર અને પૌત્રની કબર આવેલી છે, જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે. નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે.

—–
કાંકરિયા

image source

કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલું છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણ સ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે. કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે.

image soucre

અહીં કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ૨૧ એકરમાં ફેલાયેલ છે. જેનું નિર્માણ ૧૯૫૧માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં તમે અનેક પ્રાણી-પક્ષીઓ-જળચર પ્રાણીઓને જોવાનો લ્હાવો લઈ શકો છો. તો બાલવાટિકા બાળકોના મનોરંજન માટેનો એક પાર્ક છે જેનું નામ પાછળથી જવાહરલાલ નહેરૂ રાખવામાં આવ્યુ હતુ. કિડ્ઝ સીટીમાં નાના બાળકો માટે રચાયેલું વિશ્વ છે. અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાયીનાં નામ પરથી રાખવામાં આવ્યું છે જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવવામાં આવી છે. હાલમાં આ ટ્રેન તળાવની ફરતે ૪.૫ કિલોમીટરના પથ પર ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેનની સફળતા બાદ સ્વર્ણીમ જ્યંતિ એક્સપ્રેસ નામે બીજી એક ટ્રેન શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદ આઇ કાંકરિયા પરિસરના નવીનીકરણ પછી બનાવવામાં આવેલી બલુન રાઈડનું નામ છે.

—-
બાલવાટિકા

image source

બાલવાટિકાના રચયિતા રૂબિન ડેવિડ હતા, તે સમયે કાંકરિયા તળાવની આસપાસનો વિસ્તાર ટેકરીવાળો હોવાથી તે સમયના નગરપતિ શેઠ ચીનુભાઇ ચીમનલાલ અને મ્યુનિસિપલ કમિશનર બીપી પટેલે આ સ્થળને વિકસિત કરવાનો વિચાર કર્યો. રૂબિન ડેવિડ સાથે પાંચ હજાર રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું અને ગણતરીના દિવસોમાં ખાડા-ટેકરાવાળા વિસ્તારમાં એક સ્વપ્નસૃષ્ટિ ઉભી થઇ જેનું નામ બાલવાટિક રાખવામાં આવ્યું. અહીં જાતભાતનાં રમકડાં, હવામાં વહેતું સંગીત, પક્ષીસંગ્રહ, પુસ્તકો, સામયિકો, નાનકડી નાટ્યશાળા, પ્લેનેટોરિયમ, મેજિકલ મીરર, સસલાં, શિલ્પો ઉપરાંત રમણીય વાતાવરણ છે. હવે અહીં મોટી મોટી રાઇડ્સ પણ મૂકવામાં આવી છે.

—-
ભદ્ર કિલ્લો

image source

ગુજરાતના પ્રસિદ્ધ શહેરોમાં સામેલ અમદાવાદમાં આવેલો ભદ્ર કિલ્લાનું નિર્માણ 1411માં અહમદ શાહ દ્વારા કરાવવામાં આવ્યું હતું. રોયલ ગેટ, મસ્જિદ અને મહેલ માટે તૈયાર કરાયેલું આ સ્થળ ભારતીય ઇતિહાસમાં રસ ધરાવતા લોકોને સૌથી વધારે આકર્ષિત કરે છે. વર્તમાનમાં આ સ્થળની દેખભાળની જવાબદારી અમદાવાદ નગર પાલિકા અને ભારતીય પુરાતત્વ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના હાથમાં છે. આ બંને સંસ્થા આ કિલ્લાની દેખભાળ કરે છે. કહેવાય છે કે આ સ્થાનનું નામ ભદ્ર કાલી મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેનું નિર્માણ એક સમયે મરાઠા રાજવંશોએ કરાવ્યું હતું.

—–

અમદાવાદના અન્ય જોવાલાયક સ્થળો કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, એનસી મહેતા આર્ટ ગેલેરી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, એસવી પટેલ નેશનલ મેમોરિયલ, શ્રેયસ ફોલ્ક આર્ટ મ્યુઝિયમ, ટ્રાઇબલ મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર, હુસૈન દોશીની ગુફા વગેરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.