ગુજરાતમાંથી પસાર થતા આ હાઇ-વે પર પોલીસની ખાસ નજર રહેશે તમારા પર, કારણ છે કંઇક એવું કે…

હાઈ વે પર આમ જોવા જઈએ તો પોલીસ બંદોબસ્ત પ્રમાણમાં ઓછો જોવા મળે છે. પણ ગુજરાતના દાહોદ ઇન્દોર હાઇ-વેની વાત કઈક અલગ છે. આ હાઈ વે પર સુરક્ષાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવી છે.

દાહોદ- ઇન્દોર હાઇ-વે પર થઈ રહેલી ચોરી, લૂંટફાટ અને મારામારીની ઘટના ઓના પ્રમાણમાં ઘટાડો થાય તેવા આશયથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા હાઇ-વે પર બનાવવામાં આવેલ પોલીસ સહાયતા કેન્દ્રમાં ચોવીસ કલાક પોલીસ અધિકારીઓને ખડે પગે રાખવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પોલીસ સહાયતા કેન્દ્ર દ્વારા હાઇ-વે પર પસાર થતા કોઈ પણ મુસાફરોને પોલીસની કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો તેઓ સહાયતા કેન્દ્ર પર જઈને પોલીસની મદદ માગી શકે છે.

image source

એક માહિતી અનુસાર દાહોદ જિલ્લા પોલીસ દ્વારા હાઇ-વે પર નાઈટ પેટ્રોલીંગની કામગીરી વધુ કડક બનાવવા માટેની યોજના બનાવવામાં આવી છે અને એ માટે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા 10 અત્યાધુનિક બાઈકોને આ યોજના અંતર્ગત લીલી જંડી આપી દેવામાં આવી છે. દાહોદ ઇન્દોર હાઇ-વે પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ દ્વાર હાઇ-વે પેટ્રોલીંગની કામગીરી વધુ સઘન બનાવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા 10 અત્યાધુનિક બાઈકોને લીલી ઝંડી આપવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે હાઇ-વે પર ઉભા કરેલા સહાયતા કેન્દ્ર પર ચોવીસ કલાક 9 પોલીસકર્મી ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. જેના કારણે હાઇ-વે પરથી પસાર થતાં મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો પોલીસ તેમની મદદ કરવા માટે તાત્કાલિક હાજર રહી શકે.

image source

પંચમહાલ પોલીસ રેન્જ IG એમ.એમ ભરાડાએ હાઇ-વે પરની સુરક્ષાને અગત્યની પ્રાથમિકતા ગણાવી હતી. જેના કારણે પોલીસ હાઇ-વે પર પેટ્રોલિંગ સરળતાથી કરી શકે એ માટે 10 અત્યાધુનિક બાઈકોને લીલીઝંડી આપી હતી. આ અંગેની જરૂરી ગ્રાન્ટ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ આપી હતી.

image source

એટલું જ નહીં હવે પછીના દિવસોમાં પણ દાહોદ ઇન્દોર હાઇ-વેની સુરક્ષાને પોલીસ દ્વારા વધારે સઘન બનાવવામાં આવશે અને જરૂરી એવા બધા જ અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવશે. હાઇ-વે પર પસાર થતા કોઈપણ નાગરિકને મદદની જરૂર પડે તો નાગરિકો માટે 8780390397 હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

image source

પોલીસ દ્વારા ફાળવવામાં આવેલી 10 અત્યાધુનિક બાઈકની મદદથી પોલીસકર્મીઓ દ્વારા હાઇ-વે ની સુરક્ષામાં વધુ સક્રિય બનાવવામાં આવશે અને હાઇ-વે પર બાઈક દ્વારા પેટ્રોલિંગ કરીને પોલીસ હાઈ વે પર ચાંપતી નજર રાખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.