ભારે વરસાદની આગાહી, જાણો હાલની લેટેસ્ટ અપડેટ તમે પણ
હાલમાં કોરોના વચ્ચે વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે હવામાન ખાતાએ મુંબઈ તેમજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. આવનારા બે દિવસ ગુજરાત માટે ભારે થવા જઈ રહ્યા છે. આ આગાહીના પાછળ બે સીસ્ટમ સક્રિય થવાનો ફાળો છે. એક તરફ કચ્છ પર વેલ માર્ક લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે તો બીજી બાજુ સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યૂલેશન પણ સક્રિય થયું છે.

આ બંને સિસ્ટમના સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદના પગલે તંત્રોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
શક્યતા વાળા વિસ્તારમાં તંત્રો એલર્ટ પર

ગુજરાત માટે આવનારા 48 કલાક વરસાદની દ્રષ્ટીએ ઘણા ભારે રહેવાના છે. કારણ કે બે દિવસ એટલે કે 8 જુલાઈ સુધી દક્ષીણ ગુજરાત સહીત અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. ભારે વરસાદની આગાહીને લઈને શક્યતા વાળા વિસ્તારમાં તંત્રો એલર્ટ પર છે. તેમજ દરીયાવાળા વિસ્તારમાં સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે.
દરિયાકાંઠાના માછીમારોને પણ એલર્ટની જાણકારી અપાઈ

ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે અને આવનારા બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે, દ્વારકાના ખંભાળિયામાં 18 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે તો જૂનાગઢમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. આજે પણ દ્વારકા અને જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ તેમજ દીવ જેવા વિસ્તારોમાં વરસાદ થઇ શેક છે. હવામાન વિભાગ મુજબ સુરત, નવસારી, વલસાડ, દમણ અને ભરૂચ સહીત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાઓ છે.
174 જેટલા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે

આપને જણાવી દઈએ કે ગુજરાતમાં સોમવારે સામાન્યથી ભારે વરસાદને લઇ કરવામાં આવેલ આગાહી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 174 જેટલા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. આ વરસાદમાં સૌથી વધારે વરસાદ દ્વારકાના ખંભાળિયામાં પોણા 18.5 ઇંચ જેટલો નોંધાયો છે. જો કે પોરબંદર અને રાણાવાવમાં પણ 10 ઇંચ જેટલો વરસાદ પડયો છે. એક પ્રકારે સૌરાષ્ટ્રમાં મેઘની મહેર જોવા મળી છે.
દક્ષીણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘની મહેર

ઉલ્લેખનીય છે કે દક્ષીણ ગુજરાતના ખંભાળિયા સહીત કલ્યાણપુરમાં 9 અને દ્વારકામાં 7 ઇંચ જેટલો વરસ્યો છે. જ્યારે ભાણવડ, વિસાવદર અને કુતિયાણામાં 6 ઇંચ તેમજ સુત્રાપાડામાં 5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય મેંદરડા અને માણાવદરમાં 5-5 ઇંચ વરસાદ થયો હતો, તેમજ ચીખલી, પારડી, વંથલી, વાપી અને જૂનાગઢમાં 4-4 ઇંચ જેટલો વરસાદ નોધાયો છે.

રાજ્યના લગભગ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડ અને કપરાડામાં પોણા 4 ઈંચ તેમજ જલાલપોર, ગીર, ગઢડા, ગણદેવી, અને ખાભામાં પણ 3.5 ઈંચ વરસાદ જોવા મળ્યો છે. આ સિવાય કેશોદ અને નવસારીમાં સવા 3 ઈંચ વરસાદ નોધાયો હતો. બગસરા, તલાળા અને ધોરાજીમાં પણ 3 ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો.

કાલાવડ, ટંકારા અને ધારીમાં પોણા 3 ઈંચ વરસાદ સહીત જ ચોર્યાસી, રાજુલા, વાલપુર, વાંકાનેર, ઉના અને ભિલોડામાં પણ 2.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે ઉમરગામ, સાવરકુંડલા, વેરાવળ, જામજોધપુર, ધ્રોલ, પલસાણા, જાફરાબાદ, કોડિનારમાં પણ સવા 2 ઈંચ, જ્યારે ખેરગામ, અમરેલી, ચૂડા અને સાયલામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છેં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.