ગુજરાતનું વુહાન બનેલાં અમદાવાદમાં કોરોનાના કેસ કંટ્રોલમાં, પણ હવે આ બે શહેર બેકાબુ

સુરત, રાજકોટ, વડોદરામાં કોરોનાની મહામારી ગંભીર સ્થિતિએ – રાજ્યમાં કૂલ 41,906 લોકો કોરોનાથી સંક્રમિત અત્યાર સુધીમાં 2047 લોકોના મૃત્યુ

હાલ સમગ્ર દેશમાં તેમજ વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસની મહામારી અત્યંત ગંભીર બની રહી છે. લોકડાઉનને કેટલીક શરતોને આધિન ખુલ્લુ મુક્યા બાદ દીવસેને દીવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદની સ્થિતિ પહેલેથી જ ગંભીર છે પણ અમદાવાદને હાલ ધ્યાન પર ન લઈએ તો અન્ય જિલ્લાની સ્થિતિ પણ ગંભીર બની રહી છે.

image source

ખાસ કરીને અન્ય મોટા શહેરો જેમ કે સુરત, રાજકોટ અને વડોદરામાં ઉતરોત્તર કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના આંકડાઓ તરફ એક નજર કરીએ તો અત્યાર સુધીમાં પોઝીટીવ કેસીસની સંખ્યા 41906 થઈ ગઈ છે જ્યારે 29198 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થઈ ગયા છે. અને મૃત્યુઆંક જોવા જઈએ તો અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે 2047 લોકોના દુઃખદ મૃત્યુ નીપજ્યા છે.

image source

છેલ્લા ચોવિસ કલાકની વાત કરીએ તો નવા 879 કેસ પોઝીટીવ આવ્યા છે. અને 13 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને 513 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

જાણો સમગ્ર રાજ્યમાં હાલ શું સ્થિતિ છે

image source

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસને વિગતવાર જોઈએ તો હાલ સુરત અમદાવાદ કરતા આગળ નીકળી ગયું છે. સુરતમાં નવા 251 પોઝીટીવ કેસ નોંધાયા છે, ત્યાર બાદ નંબર આવે છે અમદાવાદ શહેરનો, અહીં નવા પોઝીટીવ કેસ 172 છે ત્યાર બાદ વડોદરામાં 75, તેમજ ભાવનગર અને રાજકોટમાં નવા 46-46 પોઝીટીવ કેસ નોંધાયા છે, જ્યારે જૂનાગઢમાં નવા 42 કેસ આયા છે, ગાંધીનગર શહેરમાં 29, સુરેન્દ્ર નગરમાં 21 પોઝીટીવ કેસ, મહેસાણામાં 23 નવા કેસ, મોરબીમાં 19 નવા લોકોને સંક્રમણ થયું છે.

image source

જ્યારે અમરેલી, ખેડા તેમજ વલસાડમાં નવા 16-16 કેસ નોંધાયા છે, આ ઉપરાંત બનાસકાંઠામાં 13, નવસારી તેમજ આણંદમાં 11-11, ભરૂચમાં 14, દાહોદમાં 9, પંચમહાલમાં 10, કચ્છમાં 7, દાહોદમાં 9, જામનગરમાં 6, ગીર સોમનાથમાં 6, સાબરકાંઠા, છોડાઉદેપુરમાં 3-3, બોટાદમાં 5, પાટણમાં 4, અરવલ્લી તેમજ તાપી જિલ્લામાં 2-2 નવા કેસ, જ્યારે મહિસાગરમાં 1 કેસ નોંધાયો છે. તેમજ ઉપર જણાવ્યું તેમ છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી કૂલ 13 લોકોના મૃત્યુ થયા છે. તેમાં અમદાવાદમાં 4, સુરતમાં 5, જૂનાગઢમાં 2, તેમજ ખેડા અને રાજકોટમાં 1-1 સંક્રમિતોના મૃત્યુ થયા છે.

છેલ્લા નવ દિવસના આંકડાઓ પર નજર કરીએ

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ

4 જુલાઈ 712- 21- 473

5 જુલાઈ 725- 18 -483

6 જુલાઈ 735- 17- 423

7 જુલાઈ 778 -17 -421

8 જુલાઈ 783 -16- 569

9 જુલાઈ 861 -16 -429

10 જુલાઈ 875 -14- 441

11 જુલાઈ 872- 10 -502

12 જુલાઈ 879- 13- 513

કુલ આંકડો 7220 -141- 4257

તમને જણાવી દઈએ કે મે મહિનાના અંતમાં રોજના સંક્રમિતેની સંખ્યા એવરેજ 400 આસપાસ હતી જે છેલ્લા ચાર દિવસથી એટલે કે 9મી જુલાઈથી વધીને 870ની થઈ ગઈ છે. આમ સ્થિતિ ઓર વધારે ગંભીર અને ગંભીર બની રહી છે.

હવે શહેર પ્રમાણેના આંકડા પર એક નજર કરીએ

image source

અમદાવાદ અત્યાર સુધીમાં ગુજરાતનું કોરોનાથી સૌથી પ્રભાવિત શહેર રહ્યું છે. અહીં અત્યાર સુધીમાં કૂલ 23095 પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે અને મૃત્યુઆંક 1519 સુધી પહોંચી ગયો છે. તેમજ અત્યાર સુધીમાં કૂલ 17922 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદવાદ બાદ સૌથી વધારે કોરોનાની અસર સુરત શહેરને થઈ છે. સુરતમાં અત્યાર સુધીમાં 7828 પોઝીટીવ કેસ નોંધાયા છે અને 214 લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે 4780 લોકોને સાજા કરીને ઘરે પાછા મોકલવામાં આવ્યા છે. વડોદરામાં અત્યાર સુધીમાં 3052 કેસ નોંધાયા છે જેમાંથી 51 લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે 2138 લોકો ડીસ્ચાર્જ થયા છે. બાકીના શહેરોની સ્થિતિ આ પ્રમાણે છે.

image source

શહેર  પોઝિટિવ  કેસ  મૃત્યુ  ડિસ્ચાર્જ

ગાંધીનગર 839 – 51 – 2138

ભાવનગર 602- 13- 226

બનાસકાંઠા 336 -14 -222

આણંદ 298- 13 -254

અરવલ્લી 248- 24 -210

રાજકોટ 655- 17- 184

મહેસાણા 439 -15- 189

પંચમહાલ 246 -16 -175

બોટાદ 121- 3- 78

મહિસાગર 172 -2 -118

પાટણ 276- 19 -183

ખેડા 309 -14- 186

સાબરકાંઠા 250- 8- 158

જામનગર 349- 9- 196

ભરૂચ 415 -11 -228

દેવભૂમિ દ્વારકા -29- 3- 22

કચ્છ 245 -7- 134

અમરેલી 149 -8 -83

જૂનાગઢ 312- 7- 124

ડાંગ 7 -0- 4-

મોરબી 86- 3- 34

પોરબંદર 24 -2- 19

તાપી 42 -0- 14

વલસાડ 343- 5 -123

સુરેન્દ્રનગર 291 -8 -146

નવસારી 251- 2- 133

દાહોદ 136 -2- 56

નર્મદા 108- 0 -94

ગીર-સોમનાથ 132 -1- 51

છોટાઉદેપુર 79 -2 -55

અન્ય રાજ્ય 88 -1 -36

કુલ 41906 -2047 2-9198

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span