ગુજરાતીઓનો દબદબો, મહેસાણાનો યુવાન અમેરિકામાં બન્યો સાંસદ, વિગતો જાણીને તમને પણ થશે ગર્વ

ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે જઈને વસ્યા છે. ગુજરાતી એક વેપારી જાતી છે જો કે હવે તેઓ વિવિધ ક્ષેત્રોમાં પ્રસરેલા છે. અને અમેરિકા તો જાણે ગુજરાતીઓનું બીજું ઘર જ બની ગયું છે. આમ તો આખાએ વિશ્વમાં ગુજરાતીઓનો ડંકો છે પણ અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં ગુજારતીએ ડંકો વગાડી દીધો છે.

image source

અમેરિકામાં ભારતીય મૂળ ધરાવતા કમલા હેરીસ પ્રથમ બ્લેક મહિલા વાઇસ પ્રેસીડેન્ટ બનવા જઈ રહ્યા છે તો ગુજરાતના મહેસાણાના મૂળ વતની એવા અમિત જાની પણ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અમેરિકામાં મતદાર તરીકે પણ ગુજરાતીઓ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે તો વળ પોલિટીક્સમાં પણ તેઓ ભાગ લઈ રહ્યા છે.

image source

ટ્રમ્પને હરાવીને બાઇડન સંયુક્ત રાજ્ય અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. વર્ષોથી એમ કહો કે પેઢીઓથી અમેરિકામાં જઈને સ્થાયી થયેલા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ પણ અહીંની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરીને ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે.

image source

મૂળે મહેસાણાના અમિત જાની કે જેઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે તેમના પિતા પણ મહેસાણાના નગરપાલિકાના નગરસેવક રહી ચુક્યા છે. આમ તેમણે પિતાથી એક પગલું આગળ વધીને અમેરિકામાં સાસંદ પદ મેળવ્યું છે.

અમી બેરા કે જેઓ મૂળે ધોરાજીના છે તેઓ પણ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે

image source

અમી બેરા ગુજરાતમાં આવેલા ધોરાજીમાં આવેલા વડોદરા ગામના વતની છે. તેમના પિતા બટુકભાઈ અને કાંતાબેન છે. બટુકભાઈ 1958માં અમેરિકામાં સ્થાયી થયા હતા. અને અમિનો જન્મ અમેરિકાના લોસએન્જલસ ખાતે 1965માં થયો હતો. તેમણે ત્યાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તેઓ ડોક્ટર બન્યા હતા જો કે ત્યાર બાદ તેમણે પોતાની કેરિયર તરીકે રાજકારણને પસંદ કર્યું હતું. અને હાલ
થયેલી 2020ની ચૂંટણીમાં તેઓ કેલિફોર્નિયામાંથી સાંસદ બનીને ચૂંટાઈ આવ્યા હતા.

image source

બાબુભાઈ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામના મૂળ વતની છે તેમનો દીકરો અમેરિકામાં સાસંદ તરીકે ચુંટાઈ આવતા તેમના ગામમાં તો જાણે ઉત્સવ જેવું બની ગયું છે, બાબુભાઈના મોટા ભાઈ ગુજરાતમાં જ રહે છે અને તેઓ ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તમને એ પણ જણાવી દઈએ કે અમેરિકન સાંસદ અમી બેરાના પિતા બાબુભાઈએ પોતાના ગામમાં ઘણા બધા કલ્યાણકાર્યો કર્યા છે. તેમણે આ
ગામના પટેલ સમાજમાં વિશાળ યોગદાન આપ્યું છે.

તેઓ સતત પોતાના ગામના વિકાસમાં ફાળો આપતા રહે છે અને કુટુંબ સાથે જોડાયેલા સારા-નરસા પ્રસંગોમાં પણ તેઓ હાજર રહેવાનો પ્રયાસ કરે છે. અમી બેરાએ સાંસદ તરીકે ચૂંટાઈને આખાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.