ગુજરાતની આ અભણ મહિલા આ રીતે કરે છે મોટી કમાણી, આંકડો છે આશ્ચર્યજનક

આજે અમૂલ ડેરીના ચેરમેન સોઢીએ સૌથી વધુ ડેરીમાં દૂધ ભરાવી લાખોની આવક મેળવતી મહિલા ની ટ્વીટ કરી યાદી બહાર પાડી છે ત્યારે ધાનેરા તાલુકાના ચાંગડા ગામની એક અભણ મહિલા દિવસે 1000 લિટર દૂધ ભરાવી વાર્ષિક 75 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. બનાસકાંઠાના આ કાનુબેન પટેલ એક ચોપડી પણ ભણ્યા નથી અને અભણ હોવા છતાં પણ તેમને આવક એક IAS ઓફિસરથી પણ બે ગણી છે.

image source

કાનુબેને શરૂઆતમાં બે ભેંસોથી શરૂ કરેલો પશુપાલનનો શોખ આજે 100થી વધુ ગાયો સુધી પહોંચ્યું છે. આજે દિવસનું એક હજાર લિટર દૂધ ભરાવી રહયા છે. કાનુબેન પાસે અત્યારે 100 જેટલી ગાયો અને 25 જેટલી ભેંસો છે. કાનુબેન પહેલા 10 લીટર દૂધ ભરાવતા હતા. ત્યારબાદ ડેરીના કેમ્પોમાં જઈ તેમને પણ કાંઈક નવું કરવાનો વિચાર આવ્યો ત્યારે કાનુબેનની પાસે જે પણ ગાય અને ભેંસની નસ્લ છે તેમાં જર્સી ગાય છે અને ઊંચા કુળની ભેંસ પણ છે.

ગુજરાતમાં સૌથી વધુ દૂધ ભરાવે છે

image source

કાનુબેન અત્યારે રોજ બે સમયનું મળીને કુલ 1000 લિટર સુધીનું દૂધ ભરાવે છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહિ પણ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દૂધ ડેરીમાં આપતા મહિલાની હરોળમાં આવ્યા છે. તેમનો પરિવાર પણ તેમને મદદ કરે છે. તેમની સાથે સાફ સફાઈ માટે માણસો પણ છે અને તેમની પાસે આધુનિક તબેલો પણ છે. તબેલાને ઠંડો રાખવા માટે તેમાં 4 કૂલર રખાયા છે અને તેનીપર ફૂવારાની પણ વ્યવસ્થા છે. જેના કારણે ઉનાળામાં ગાય અને ભેંસને ઠંડક મળી શકે છે. ગાયો સરળતાથી ઘાસ પણ ખાઈ શકે તે માટે ઘાંસ ખવડાવવા માટે પણ ખાસ અને અલગ સુવિધાઓ તૈયાર કરાઈ છે. ગાય સારું દૂધ આપે તે માટે તેઓ તેમને ખાસ રીતે તૈયાર કરેલો ચારો આપી રહ્યા છે. જાતે જ ગાય માટે ખાણ બનાવે છે જેથી તેમની ગાયો પણ સારી તંદુરસ્તી ધરાવે છે.

વર્ષે 75 લાખથી પણ વધુ કમાય છે

image source

એક અભણ મહિલાએ કરેલા સાહસથી તેઓ આજે પોતે પગભર છે અને વાર્ષિક 75-80 લાખની કમાણી કરી રહ્યા છે. આ જ કારણ છે કે તેમને આ કામ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ તેમને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભણ હોવા છતાં કંઈક કરી છૂટવાની ધગશના કારણે એક મોટો ડેરી ફાર્મનો ઉદ્યોગ કરીને સમગ્ર ગુજરાતમાં નામ કમાયું છે. છે. આજે દિવસનો 1000 લીટર જેટલું દૂધ ધરાવતા કાનુબેનને બનાસડેરીએ તેમને ઘરે જ ડેરી ઉભી કરી આપી છે. જેના કારણે તેઓ દૂધ ભરવા માટે બહાર ન જવું પડતું નથી.

લોકોને પ્રેરણા લેવાની આપે છે સલાહ

image source

કાના બેનનું કેવું છે કે તેમની પ્રેરણા લઈને ગામના ઘણા બધા ખેડૂતોએ પોતાના ઘરે તબેલાઓ શરૂ કર્યા છે અને ગામના લોકો પણ આ દૂધમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે.

આધુનિક રીતે તૈયાર કરેલા આ તબેલામાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી અંદર રહેલા પશુઓ ને કોઈ જાતની તકલીફ રહેતી નથી અને આખો દિવસ કાનુબેન આ પશુઓને સારસંભાળ કરી રહ્યા છે. ગાયો ને દૂધ કાઢવા માટે 8 થી 10 મશીનો લગાવવામાં આવ્યા છે. જેના કારણે સરળતાથી દૂધ કાઢી શકાય છે

image source

આમ કાનુબેન ને મહિનામાં ખર્ચ કરતા ચારથી પાંચ લાખની બચત થાય છે અને સારી એવી આવક પણ તેમને દૂધ માંથી મળી રહે છે. ત્યારે આવી એક અભણ મહિલાની ધગશ જોઈને બીજા પણ ખેડૂતોને આમાંથી પ્રેરણા લઈને કંઈક શીખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.