એક બાળકની માતા છે આ અભિનેત્રી, તેના શોખ અને તેની પ્રવૃત્તિ કરે છે તેને સૌથી અલગ…

ડોર, જુર્મ અને અબ તક છપ્પન જેવી ફિલ્મોમાં કામ કરી ગયેલ ગુલ પનાગ જયારે એક્ટિંગની દુનિયાથી દૂર થઇ અને અલગ રસ્તો પકડી લીધો. આ રસ્તો હતો ફીટનેશ અને એડવેન્ચરનો રસ્તો. એ હવે ફિલ્મોમાં બહુ ઓછી જોવા મળે છે. પણ તે ટીવી શો અને સોશિયલ મીડિયામાં બહુ પોપ્યુલર છે. વર્ષ ૨૦૧૮માં તેમણે એક દિકરાને જન્મ આપ્યો હતો જેનું નામ તેણે નિહાલ રાખેલ છે. પણ તેને જોઇને કોઈ કહી ના શકે કે તે એક બાળકની માતા છે.
તે સતત અલગ અલગ પ્રકારની ફિટનેસ એક્ટીવીટીમાં ભાગ લેતી હોય છે. સોશિયલ મીડિયા પર તે પોતાની પોસ્ટ દ્વારા લોકોને પ્રેરણા આપતી હોય છે. તેને બાઇકિંગ, કાર ડ્રાઈવિંગ અને એવી જ બીજી એક્ટીવીટીનો બહુ શોખ છે.
ગુલનું ઈન્સ્ટા એકાઉન્ટમાં રહેલ ફોટો એ તેના આ શોખને બતાવે છે. અમુક ફોટોમાં તે બુલેટ ચલાવતી નજર આવે છે તો અમુકમાં તે સ્કોર્પિયો ગાડી પહાડો પર ચલાવતી નજરે પડે છે.
ગુલ એ લાંબા સમય સુધી એયરલાઈન પાયલોટ ઋષિની સાથે રિલેશનમાં હતી અને વર્ષ ૨૦૧૧માં તેમણે ચંડીગઢના એક ગુરુદ્વારામાં શીખ રીત રીવાજથી લગ્ન કરી લીધા હતા.
ગુલની પોતાની પાસે જહાજ ઉડાડવાનું લાઈસન્સ છે. જયારે તેમને લાઈસન્સ મળ્યું ત્યારે તેણે એ પોસ્ટ પણ સોશીયલ મીડિયામાં શેર કરી હતી.
ગુલએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. તેણે ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. અને વર્ષ ૧૯૯૯માં મિસ ઇન્ડિયા અને મિસ બ્યુટીફૂલનો ખિતાબ પણ જીત્યો હતો. આની પછી તે એક્ટિંગના ક્ષેત્રે આગળ વધી હતી અને અત્યારે એ રાજનીતિક દળ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે. પણ રાજનીતિથી વધારે તે ફિટનેસ અને એથલીટ ક્ષેત્રને વધારે પ્રાયોરીટી આપે છે.