આજે ગુુરુ પૂર્ણિમાના દિવસે ભૂલ્યા વગર કરો આ ઉપાયો, ધનનો થઇ જશે ઢગલો

ગુરુપૂર્ણિમા એટલે આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનારા ગુરુઓના આશીર્વાદ લઈને એમને પોતે આપણને આપેલા જ્ઞાન બદલ અભિનંદન પાઠવવાનો દિવસ. આજના દિવસે ગુરુના ચરણોમાં નમન કરીને એમના આશીર્વાદ લેવા તેમજ એમને દક્ષિણા આપીને એમના જ્ઞાનનો સ્વીકાર કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે.

IMAGE SOURCE

જો કે ગુરુપૂર્ણિમાના દિવસના આ સિવાય પણ અનેક મહત્વ છે. જો આપણે પૌરાણિક સમયની વાત કરીએ તો અષાઢી પૂનમ એટલે કાર્તિકી સંવત્સરની નવમા માસની પૂનમ. જુના સમયમાં જ્યારે ગુરુકુળની પરંપરા હતી, ત્યારે આજના દિવસે વિદ્યા આપનાર ગુરુનું એમના શિષ્યો દ્વારા પૂજન થતું હતું. આ દિવસે જ વિદ્યાર્થીઓના વાલી તથા સમાજના અગ્રેસર લોકો પણ ગુરુજનોને યથાયોગ્ય દક્ષિણા આપતા અને બાળકોને આપેલા અમુલ્ય જ્ઞાન બદલ ઋણ ચૂકવવાની ભાવના વ્યક્ત કરતા હતા.

ગુરુપુર્ણિમાના દિવસે છાયા ચંદ્રગ્રહણ

IMAGE SOURCE

આ વર્ષે એટલે કે અષાઢ સુદ પૂનમ રવિવાર 5 જુલાઈ, 2020ના દિવસે ધનુ રાશિમાં માંદ્ય-છાયા ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. જો કે આપને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે નહિ, માટે એને પાળવાની પણ જરૂર નથી. આ છાયા ગ્રહણ છે એટલે કે આ ચંદ્રગ્રહણની પ્રક્રિયા દરમિયાન ચંદ્ર માત્ર કથ્થાઈ રંગનો થાય છે. આ ગ્રહણને ધાર્મિક રીતે પાળવાનું હોતું નથી. પણ ગુરુપૂર્ણિમાના આ દિવસે થનાર છાયા ચંદ્રગ્રહણ એ ધનુ રાશિમાં હોવાથી કન્યા (પ. ઠ. ણ.), વૃષભ (બ. વ. ઉ.) મકર (ખ. જ) તથા ધનુ (ભ. ધ. ઢ. ફ.) એ ચાર રાશિની વ્યક્તિઓએ ઈષ્ટદેવની ભક્તિ તેમજ એમના પોતાના રાશિ અધિપતિ ગ્રહના જાપ જાતે જ શાંતિપૂર્વક રીતે કરવાથી એમના મનોબળમાં વૃદ્ધિ થાય.

તુલસી વાવો અને એની માવજત કરો

IMAGE SOURCE

ભગવાન શ્રીહરિ વિષ્ણુને તુલસી અતિપ્રિય છે, તેમજ તુલસી એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી ઉપયોગી રહે છે. આજના દિવસે તુલસીનું માવજત પૂર્વક વાવેતર કરવું જોઈએ. તુલસીની પૂજા અને સાત્વિક સાહિત્યનુ વાંચન પણ કરવું જોઈએ. તેમજ લોકસેવા એ જ પ્રભુસેવા છે એમ સમજીને આસપાસના જરૂરિયાત વાળા લોકોને મદદ પણ કરવી જોઈએ.

વડીલો અને ગુરુના આશીર્વાદ મેળવવા

IMAGE SOURCE

દરેક વ્યક્તિના જીવનમાં સૌથી શ્રેષ્ઠ ગુરુ માતા જ હોય છે, ત્યારબાદ અન્ય ગુરુઓ જેવા કે પિતા, પરિવારના વડીલો, જ્ઞાની પુરુષો અને અને એવા લોકો જેમના પાસેથી તમને ઘણું જ્ઞાન મળ્યું છે. આ દરેકનો આભાર વ્યક્ત કરવો તેમજ એમના આશીર્વાદ લેવા જોઈએ. જો કે ગુરુઓની આ આખી સાંકળનો વિચાર એ દતાત્રેય દ્વારા ગુરુ પરંપરાના નવા વિચારથી આવ્યો હતો. એમણે શ્વાન સહીત પોતાના જીવનકાળમાં ૨૪ જેટલા ગુરુઓ બનાવ્યા હતા.

કોરોના કાળમાં ઘરે રહીને પૂજા કરવી જોઈએ

IMAGE SOURCE

સામાન્ય દિવસોમાં આપણે બધા જ ગુરુ પૂર્ણિમા ઊજવવા માટે પોતપોતાના પંથ કે પરંપરા મુજબ આજના દિવસે શ્રદ્ધાના કેન્દ્ર એવા આશ્રમ અથવા મંદિરોમાં જઈને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરતા હોઈએ છીએ. પણ વર્તમાન સમયે એવા સામાન્ય દિવસો નથી. કોરોનાના આ સમયમાં તમામ લોકોએ આયોજનપૂર્વક ઘરે જ રહીને આ પ્રક્રિયાને ભાવ સાથે પૂર્ણ કરવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.