આજે ગુરુ પૂર્ણિમા, આ દિવસોમાં ગુરુ પાસે ના જઇ શકાય તો, ખાસ તમે પણ ઘરે કરો આ રીતે પૂજા,
દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વનું સ્થાન માતા પછી જો કોઈનું હોય તો એ ગુરુનું હોય છે. સામાન્ય રીતે ગુરુ એટલે જ્ઞાન આપનાર, જો કે હાલના સમયમાં આશ્રમના ગુરુઓ રહ્યા નથી. પણ, શાળામાં ભણાવતા ગુરુઓ અથવા અન્ય ગુરુઓના આશીર્વાદ આજના દિવસે લઇ શકાય છે.

ગુરુ પૂર્ણિમાના પર્વનું પણ આપણા શાસ્ત્રોમાં અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ પર્વનો ઉલ્લેખ નારદ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. નારદપુરાણમાં જણાવ્યા મુજબ આત્મજ્ઞાન અને કર્તવ્ય જણાવનાર ગુરુ પ્રત્યે આસ્થા પ્રકટ કરવાનો પર્વ એટલે ગુરુ પૂર્ણિમા છે. આ દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા કરીને એમના આશીર્વાદ લેવાનો દિવસ છે.
અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજા

હિંદુ શાસ્ત્રોના પંચાંગ અનુસાર આજના દિવસે એટલે કે અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાની પરંપરા છે. નારદપુરાણમાં જણવ્યા અનુસાર આ પ્રવની ઉજવણી આત્મસ્વરૂપનું જ્ઞાન આપનારા અને આપણને આપણા વાસ્તવિક કર્તવ્યોનું ભાન કરાવનારા ગુરુ પ્રત્યે પોતાની આસ્થા પ્રકટ કરવા માટે ઉજવવામાં આવે છે.

જો કે આ વર્ષેનું આ પર્વ 5 જુલાઈ, એટલે કે રવિવારના દિવસે છે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે માત્ર તમારા શિક્ષકો જ નહિ પણ માતા-પિતા, મોટા ભાઇ-બહેન અથવા કોઇ સન્માનીય વ્યક્તિને ગુરુ માનીને પણ એમની પૂજા કરી શકાય છે. જો કે ઘણા લોકો આ પ્રથાને અંધશ્રદ્ધા સાથે સરખાવતા હોય છે, પણ આપણે આ પર્વને શ્રદ્ધાપૂર્વક ઉજવવો જોઈએ. જો કે વર્તમાન સમયમાં કોરોના સંક્રમણના પ્રકોપને જોતાં આ પર્વના દિવસે ભીડમાં જવાથી બચવું જોઇએ. આવા સમયે ઘરે જ રહીને ગુરુની પૂજા કરવી જોઇએ.
ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિઃ-
આજના દિવસે સવારે વહેલા ઉઠીને ઘરની સાફસફાઈ કરવી જોઈએ ત્યારબાદ સ્નાનાદીથી પરવારીને સાફ સુથરા વસ્ત્રો પહેરવા જોઈએ.

પુજાના સ્થાન પર સફેદ કપડાને પથારી એના પર ચંદન દ્વારા 12 સીધી અને 12 આડી રેખાઓ બનાવીને એના પર વ્યાસ પીઠ બનાવો. આ સાથે જ એક સંકલ્પ પણ લો.
આ સંકલ્પ સાથે જ વ્યાસપીઠની દસે દિશાઓમાં ચોખા રાખવા જોઈએ.

ત્યાર બાદ વિશ્વના શ્રેષ્ઠ ગુરુઓ એવા વ્યાસજી, બ્રહ્માજી, શુકદેવજી, ગોવિંદ સ્વામીજી અને શંકરાચાર્યજીનું નામ લઇ એમની સામે માથું નમાવી એમના આશીર્વાદ લો અને એમનું પૂજન પણ કરો.
જો ગુરુ સામે ન હોય એવા સમયે તેમના ચિત્રની પૂજા કરીને શ્રદ્ધાપૂર્વક દક્ષિણા આપો આ પૂજાની પુર્ણાહુતી બાદ અંતમાં આરતી કરીને પ્રસાદ પણ વહેચો.
વ્રત અને વિજ્ઞાનઃ-

આજના દિવસે સવારે વહેલા સ્નાન આદિથી પરવારીને પૂજા કરીને સાફ સુથરા કપડા પહેરીને પોતાના ગુરુ પાસે આશીર્વાદ લેવા માટે જવું જોઈએ.
ગુરુને આજના દિવસે સન્માન આપવા માટે એમને તમારાથી ઊંચું સ્થાન આપવું જોઈએ અને ફૂલોની માળા પણ પહેરાવવી જોઈએ.
આજના દિવસે ગુરુને કપડા, ફળ, ફૂલ ચઢાવી પોતાની શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા આપવી જોઇએ. આમ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ગુરુના આશીર્વાદ તમને મળે છે.

ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસના લખાયેલાં ગ્રંથોનો અભ્યાસ કરવો જોઇએ તેમજ એમના દ્વારા લખાયેલા ઉપદેશો ગ્રહણ કરવા માટેનો સંકલ્પ પણ લેવો જોઇએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.