હેર વોશ કરતી વખતે આ 1 ભૂલ કરવાથી વાળ થાય છે ખરાબ, જાણો હેર વોશ કરવાની સાચી રીત

વાળને શેમ્પૂ તો બધા કરે છે પણ શું તમે તેને વાપરવાની સાચી રીત જાણો છો. કદાચ નહીં. માનવમાં આવે છે કે વાળ ધોવાની ખોટી રીત વાળના ગ્રોથ પર અસર કરે છે. ખાસ કરીને મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ. કેમકે તેમના વાળ લાંબા હોય છે. આ માટે તેને ઉતાવળમાં ગમે તે રીતે ટ્રીટ ન કરો. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે ખાસ કરીને લોકો કેવી કેવી ભૂલો વાળ ધોવામાં કરે છે.

જાણો ટોવેલથી ઘસીને વાળ ન સૂકવવાનું કારણ…

ભૂલ- ગરમ પાણીથી વાળ ધોવા

 • નુકશાન- વાળ સૂકા અને બે મોઢાના થઇને તૂટે છે.
 • સાચી રીત – હૂંફાળા પાણીનો ઉપયોગ કરો
image source

ભૂલ – ભીના વાળને ટોવેલથી ઘસીને સૂકવવા

 • નુકશાન – વાળ સૂકા બને છે અને ડેમેજ થાય છે.
 • સાચી રીત – વાળને જૂની ટી શર્ટથી લૂસો અને સાથે માથા પર ટોવેલ બાંધો.

ભૂલ – રોજ જ શેમ્પૂ અને કંડીશનર કરવું

 • નુકશાન – વાળ બેજાન અને સૂકા બને છે.
 • સાચી રીત- અઠવાડિયામાં બે વાર શેમ્પૂ કરવું યોગ્ય છે.

ભૂલ- વાળના મૂળને નખથી ઘસવા

 • નુકશાન- વાળ નબળા થઇને તૂટે છે.
 • સાચી રીત – આંગળીના ટેરવાથી ધીરે ધીરે ઘસીને શેમ્પૂ કરો.
image source

ભૂલ – એડવર્ટાઇઝ જોઇને કોઇપણ શેમ્પૂ યૂઝ કરવું

 • નુકશાન- કેમિકલ વાળા શેમ્પૂથી હેયર લોસ થાય છે.
 • સાચી રીત- વાળની ક્વોલિટીના આધારે હર્બલ શેમ્પૂ યૂઝ કરો.
image source

ભૂલ – એક જ દિશામાં શેમ્પૂ કરવું

 • નુકશાન – વાળ સારી રીતે ક્લીન ન થવાથી ડેન્ડ્રફ થાય છે.
 • સાચી રીત- દરેક દિશામાં શેમ્પૂ કરો, જેથી ડસ્ટ અને ઓઇલ સારી રીતે નીકળે.
image source

ભૂલ – કંડિશનર લગાવતાં જ વાળ વોશ કરી લેવા

 • નુકશાન- વાળ મોઇશ્ચર થઇ શકશે નહીં.
 • સાચી રીત- કંડિશનર લગાવીને વાળ પર સેટ થયા બાદ જ તેને વોશ કરો.
image source

ભૂલ – ભીના વાળમાં કંડિશનર કરવું

 • નુકશાન- વાળને પૂરો ફાયદો મળશે નહીં.
 • સાચી રીત – વાળ સૂકાયા બાદ જ કંડીશનર કરો.
image source

ભૂલ – વાળને ડ્રાયરથી સૂકવવા

 • નુકશાન – વાળના અપર લેયર એટલે કે ક્યૂટિક્લ્સ ડેમેજ થાય છે.
 • સાચી રીત – વાળને નેચરલી સૂકાવવા દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.