કરી લો એક વાર આ બોલિવૂડ સ્ટાર્સના લિસ્ટ પર નજર, જેમના માથાના વાળ છે નકલી

ગંજાપણા

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એવા કલાકારો છે જેમની ફેન ફોલોઈંગનો આંકડો કરોડોની સંખ્યાને પાર કરી ગયો છે. ઉપરાંત ફેંસ આ સુપર સ્ટાર પાછળ પાગલ છે. આ બોલીવુડ સુપર સ્ટારની આટલા મોટા પ્રમાણમાં ફેન ફોલોઈંગ હોવાના ઘણા બધા કારણો જેમાંથી તેમના ચહેરાની સુંદરતા, તેમનો અભિનયની કલા, સ્ટાઈલ, પર્સનાલીટી જેવા ઘણા બધા કારણો છે જેના લીધે આ બોલીવુડ સુપર સ્ટાર્સની ફેન ફોલોઈંગ આટલી મોટી સંખ્યામાં છે. પણ આપને જાણીને નવાઈ લાગી શકે છે કે, આ સુપર સ્ટાર્સ ખરેખરમાં પોતાની રીયલ લાઈફમાં એટલા આકર્ષક જોવા નથી મળતા જેટલા આકર્ષક તેઓ કોઈ ફિલ્મમાં કે પછી પબ્લિક ઇવેન્ટમાં જોવા મળે છે. તેમ છતાં કેટલાક બોલીવુડ સુપર સ્ટાર્સ પોતાના ચહેરાની સુંદરતાને જાળવી રાખવા માટે મોંઘી બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે તો કેટલાક બ્રાન્ડેડ કપડા પહેરીને પોતાનો લુક જાળવી રાખે છે. જે આ બોલીવુડ સ્ટાર્સને શાનદાર લુક આપવામાં મદદ કરે છે. આજે અમે આપને આવા જ કેટલાક બોલીવુડ સુપર સ્ટાર્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ ખરેખરમાં ફિલ્મ અને ફિલ્મ ઇવેન્ટની તુલનાએ રીયલ લાઈફમાં ખુબ જ અલગ દેખાઈ છે. જેમની એકવાર જોવા માટે ફેંસ પડાપડી કરે છે. એમાંથી કેટલાક સુપર સ્ટાર્સ પોતાના ગંજાપણાને ફેંસથી છુપાવવા માટે નકલી વાળ એટલે કે વિગનો પ્રયોગ કરે છે. ચાલો જાણીએ હવે બોલીવુડ સુપર સ્ટાર્સ વિષે….

સાઉથના સુપર સ્ટાર રજનીકાંત :

image source

જો આપ એક્શન ફિલ્મ જોવાના દીવાના છો તો આપે સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મો પણ જરૂરથી જોઈ હશે. રજનીકાંત પોતાના શાનદાર અભિનયના લીધે પોતાના ફિલ્મ કરિયર દરમિયાન ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. રજનીકાંત ફિલ્મોની સાથે જ પોતાની અનોખી સ્ટાઈલના કારણે પણ ખુબ પ્રસિદ્ધિ મેળવી છે. ત્યારે આપને જણાવીએ કે, સુપર સ્ટાર રજનીકાંત છેલ્લા કેટલાક સમયથી ગંજાપણાનો શિકાર થયા છે જેના લીધે ફિલ્મોમાં શુટિંગ કરવા દરમિયાન રજનીકાંત વિગનો પ્રયોગ કરે છે, જો કે, ફિલ્મ સિવાય સુપરસ્ટાર રજનીકાંતને ભાગ્ય જ વિગ પહેરેલ જોવા મળે છે.

અક્ષય કુમાર :

image source

બોલીવુડમાં ખિલાડી તરીકે જાણીતા બનેલ અક્ષય કુમારનો લુક પણ આજના યુવાનોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે. અક્ષય કુમારે ઘણી હીટ ફિલ્મો આપી છે જેવી કે, ‘વેલકમ’, ‘હોલી ડે’, ‘ગબ્બર’, ‘2.૦’ જેવી ઘણી બધી ફિલ્મો આપી છે. અક્ષય કુમારના ફેંસની વાત કરીએ તો અક્ષય કુમાર લાખોની સંખ્યામાં ફેન ફોલોઈંગ ધરાવે છે અને અક્ષય કુમારના ફેંસ અક્ષય કુમાર માટે કઈ પણ કરી શકે છે. પણ શું આપ જાણો છો કે, અક્ષય કુમારના માથા પર ખુબ જ ઓછા વાળ રહ્યા છે એટલે કે અક્ષય કુમાર ગંજાપણાનો શિકાર બન્યા છે. જેના લીધે અક્ષય કુમાર ફિલ્મોમાં અને ઇવેન્ટમાં પોતાના લુકને જાળવી રાખવા માટે વિગનો ઉપયોગ કરતા જોવા મળે છે.

સલમાન ખાન :

image source

હવે અમે જે બોલીવુડ સુપર સ્ટાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ સાંભળીને આપને જરૂરથી નવાઈ લાગશે. આ સુપર સ્ટાર છે બોલીવુડમાં દબંગ તરીકે નામના મેળવેલ અભિનેતા સલમાન ખાન. જી હા, આ વાત સાચી છે આપે સલમાન ખાનની જૂની ફિલ્મોમાં જોઈએ છીએ કે સલમાન ખાનના વાળ ખુબ જ સારી રીતે સ્ટાઈલ કરેલ જોવા મળી જાય છે. પરંતુ કેટલાક સમય પછી સલમાન ખાનના માથા પરથી વાળ ઓછા થવા લાગ્યા હતા પરંતુ એ પહેલા કે સલમાન ખાન ગંજાપણાનો શિકાર થઈ જાય એની પહેલા જ સલમાન ખાને હેર ટ્રીટમેન્ટ કરાવી લીધી છે જેના લીધે હવે ફરીથી સલમાન ખાનના વાળ રીગ્રોથ થવા લાગ્યા છે.

કપિલ શર્મા :

image source

જી હા, ટેલીવિઝનના કોમેડી કિંગ તરીકે જાણીતા બનેલ કપિલ શર્મા. કપિલ શર્મા મૂળ પંજાબના રહેવાસી છે. કપિલ શર્માએ જયારે પોતાના કરિયરની શરુઆત કરી હતી ત્યારે જ કપિલ શર્માના માથા પર ઘણા ઓછા વાળ જોવા મળતા હતા. પણ ત્યારપછી કપિલ શર્માને સફળતા મળ્યા પછી કપિલ શર્માએ હેર ટ્રીટમેન્ટ કરાવી લીધી હતી જેના લીધે કપિલ શર્મા પોતાના જુના લુકની તુલનામાં અત્યારના લુકમાં કપિલના માથા પર વધુ વાળ જોવા મળી રહ્યા છે.

અમિતાભ બચ્ચન :

image source

બોલીવુડના મહાનાયક એવા બીગ બી એટલે કે, અમિતાભ બચ્ચન હાલના સમયમાં આખી દુનિયામાં પોતાના અભિનયના કારણે ખુબ જ પ્રસિદ્ધિ ધરાવે છે. અમિતાભ બચ્ચનએ પોતાના લાંબા ફિલ્મ કરિયર દરમીયાન ઢગલાબંધ સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે, અમિતાભ બચ્ચન કાળા વાળમાં જેટલા હેન્ડસમ લાગતા હતા એટલા જ હેન્ડસમ અમિતાભ બચ્ચન સફેદ વાળમાં પણ લાગી રહ્યા છે. પણ જો આપને ખબર પડે કે, અમિતાભ બચ્ચનના માથાના વાળ પણ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે જેના લીધે હાલમાં અમિતાભ બચ્ચન પોતાના ફેંસથઈ પોતાનું ઓરીજનલ લુકને છુપાવી રાખવા માટે વિગનો સહારો લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.