શરૂ થઈ હજીરા ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ, ખર્ચો પડશે ભારે, જાણો ટિકિટ બુકિંગ, કેન્સલેશન અને રિફંડના નિયમો વિશે

આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હજીરા-ઘોઘા રો-પેક્સ સેવાની શરૂઆત કરાવી હતી. એટલું જ નહીં ઘોઘા અને હજીરાના વેપારીઓ સાથે ઓનલાઈન સંવાદ પણ કર્યો હતો.

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દિવાળીના મોકા પર ગુજરાતના લોકોને તહેવારની ભેટ છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના લોકોનું વર્ષો જુનુ સપનું સાકાર કર્યું છે.વડાપ્રધાને હજીરાના નવનિર્મિત પોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું હતું.

image source

દરિયાઇ ક્ષેત્રના વિકાસમાં રો-પેક્સ સર્વિસ ઉત્તમ ઉદાહરણ છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેમને આગળ કહ્યું હતું કે સમય, ઇંઘણની બચત થશે અને સાથે સાથે પર્યાવરણને પણ લાભ થશે. આ રો પેક્સ ફેરી દ્વારા વર્ષમાં 80 હજાર યાત્રીઓ મુસાફરી કરી શકશે. દરિયાઇ માર્ગે ખેડૂતો પણમાલનું વેચાણ કરી શકશે.

5 વ્યક્તિનો પરિવાર જો સુરતથી ઘોઘા રો પેક્સ ફેરી દ્વારા જાય તો અને બાય રોડ જાય તો એક ટ્રીપમાં થનારો ખર્ચ કઈક આ પ્રમાણે છે.

image source

હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી ફરી શરૂ કરવામાં આવી છે. આ સર્વિસમાં એકલા મુસાફરો જ નહીં પણ તેમની સાથે મોટરસાઈકલ, કાર, બસ અને ટ્રકને પણ પોતાની સાથે લઈ જઈ શકશે.

હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થતાં આ હજીરા અને ઘોઘા વચ્ચેનું અંતર 370 કિ.મી.થી ઘટીને 60 કિ.મી. થઈ જશે. આ પહેલા આ મુસાફરીમાં 12 કલાકનો સમય લાગતો હતો, જ્યારે હવે રો પેક્સ ફેરી મારફતે ફક્ત 4 કલાકમાં આ અંતર કાપી શકાશે. સવારે ફેરીમાં બેસીને ભાવનગરથી સુરત જવા નીકળનાર સાંજ સુધીમાં પાછા ફરી શકશે. જો કે તેમણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, બપોરે હજીરા પહોંચતી ફેરી અથવા હજીરાથી ઘોઘા પહોંચતી ફેરી માત્ર એક કલાકમાં જ પાછી ફરશે. જ્યારે સાંજે ફેરી જે બંદરે પહોંચશે ત્યાં નાઈટ હોલ્ટ કરી બીજા દિવસે સવારે પાછી રવાના થશે.

આ મુજબ છે ટિકિટના ભાવ

 

નિયમો અને શરતો: નિયમો નહીં પાળનારને દંડ પણ થશે

બુકિંગ : ફેરી ઉપડવાના સમયના એક કલાક પહેલાં ફેરીનું બુકીંગ બંધ થઈ જશે.

બોર્ડિંગ-ચેક ઈન : ફેરી ઉપડવાના ટાઇમથી 30 મિનિટ વહેલું થઈ જશે. કોઈ પણ ટિકિટ ઓટોમેટિક રદ નહીં ગણાય અને રિફંડ નહીં મળે.

હાફ ટિકિટ : બેથી 12 વર્ષના બાળકો માટે અડધી ટિકિટ લેવી પડશે.

આઇડી પ્રૂફ : તમામ મુસાફરોએ પોતાની સાથે પોતાનું ફોટો આઈડી સાથે રાખવું પડશે. ફેરી કે ટર્મિનલ પ્રિમાઈસીસમાં ધુમ્રપાન, તમાકુનું સેવન કરવા પર પ્રતિબંધ છે અને તેનો ભંગ કરનારા પાસેથી રૂ. 2500 દંડ વસૂલાશે.

સેફ્ટી : તમામ મુસાફરોએ ટિકિટ કાઉન્ટર પરથી અપાયેલો એક રિસ્ટ બેન્ડ આપવામાં આવશ જે એમને આખા પ્રવાસ દરમિયાન પહેરવો પડશે. એવું ન કરવા બદલ રૂ. 500 દંડ કરાશે.

image source

ક્ષમતા: 500 મુસાફરો, 800થી વધુ વાહનો લઈ જશે

500 મુસાફરો

500 કાર

300 મોટરસાઈકલ

30 ટ્રક

7 નાના ટ્રક

રો પેક્સ ફેરીમાં મુસાફરો અને કારની સાથે ભારે વાહનો પણ જઈ શકશે.

તમને જણાવી દઈએ કે રોપેક્સ ફેરીમાં ટિકિટ કેન્સલ કરવા બદલ રિફંડ માટે પણ નિયમો છે

image source

મુસાફરીના 30 દિવસ પહેલા 90% રિફંડ

બેથી 30 દિવસની અંદર 80% રિફંડ

એક દિવસ પહેલાં રિફંડ નહીં મળે

રિફંડ પ્રોસેસ થતાં ત્રણ વર્કિંગ ડે થશે.

જો અમુક સંજોગોવશાત ફેરી સર્વિસ કેન્સલ થશે, તો મુસાફરોને ઓપરેટર દ્વારા રિફંડ મળી જશે

મોડા પહોંચનારને કોઈ રિફંડ મળશે નહીં.

ફેરીનું બે દિવસનું સળંગ શિડ્યુલ છે. ઘોઘાથી સવારે ઉપડી બપોરે હજીરા પહોંચી ત્યાંથી પાછી ફરી સાંજે ઘોઘા આવી સાંજે હજીરા જવા રવાના થશે.

રો પેક્સ ફેરી સર્વિસના ફાયદા: રોજનું 9 હજાર એટલે કે વર્ષે 33 લાખ લિટર ઇંધન બચશે

રોડ અને રેલવે ટ્રાફિકમાં ઘટાડો

image source

રસ્તા પર ટ્રાફિક જામ અને અકસ્માતોમાં ઘટાડો

રોજનું 9 હજાર લિટર એટલે કે વર્ષે 33 લાખ લિટર ફ્યૂલ બચશે, પ્રદૂષણમાં ઘટાડો થશે.

દર વર્ષે 14 હજાર મેટ્રિક ટન ક્રૂડ ઓછું આયાત થશે.

દર વર્ષે કાર્બન ઉત્સર્જનમાં 24 મેટ્રિક ટનનો ઘટાડો

સમયની બચત અને દરિયાઈ મુસાફરીનો આનંદ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.