ઘણી મહેનત કર્યા પછી પણ, જો નોકરી ના મળતી હોય તો અજમાવો આ ટોટકા
ઘણી મહેનત કર્યા પછી પણ જો તમને નોકરી ન મળી રહી હોય તો એકવાર જરૂર અજમાવી જુઓ આ ટુચકો.
જો તમે પણ ઘણા દિવસથી બેરોજગાર હોય અને તમને ઓન નોકરી ન મળી રહી હોય તો હનુમાનજીના આ ઉપાય તમારે પણ અપનાવવા જોઈએ.
જો તમે ઘણા સમયથી બેરોજગાર હોવ કે પછી તમારો રોજગાર ચાલી ન રહ્યો હોય કે પછી બિઝનેસમાં તમને ખોટ જતી હોય તો તમારે આજે આ ઉપાય ચોક્ક્સ વાંચવો જોઈએ અને અજમાવવો જોઈએ

આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છે એનાથી તમને ચોક્કસ રૂપે નોકરી મળી જશે કે પછી રોજગરમાં નફો થવા લાગશે.
સૌથી પહેલા તો તમારે હનુમાનજીના પૂજા પાઠ શરૂ કરી દેવાના છે. તમે દરેક મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરો અને એમને પ્રાર્થના કરો કે તમારા વેપાર ધંધામાં પ્રગતિ થાય અને જો તમને નોકરી ન મળી રહી હોય તો નોકરી માટે પ્રાર્થના કરો.

એ સિવાય દરેક મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીને પાન ચઢાવો. જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો તમે તમારા ખિસ્સામાં લાલ રૂમાલ ચોક્કસ મૂકીને જાઓ પણ એ લાલ રૂમાલ નવો હોવો જોઈએ અંશ મંગળવારના દિવસે હનુમાનજીના ચરણોમાં રાખેલો હોવો જોઈએ.

જો તમે આ કામ કરશો તો અવશ્ય જ તમને નોકરી મળી જશે અને જો વેપાએ ધંધા નહિ ચાલતા હોય તો એમાં પણ ફાયદો થશે.
.જો તમને ઘણા પ્રયત્નો પછી પણ નોકરી નથી મળતી તો શુક્લ પક્ષના કોઈપણ દિવસે હળદરના સાત ગાંઠિયા, ગોળની સાત ગાંગડી અને એક રૂપિયાનો સિક્કો પીળા કપડામાં બાંધીને એની પોટલી બનાવી લો. હવે એને કોઈ રેલવે લાઇન પર ફેંકી દો. આવું કર્યા પછી પાછું વળીને ન જુઓ. એવું કરવાથી તમને જલ્દી જ નોકરી મળી જશે.

જે લોકો પોતાની ઈચ્છા મુજબની નોકરી મેળવવા માંગે છે એમને મંગળવારના દિવસે હનુમાનજીને લાલ ફૂલોની માળા અને ફૂલ ચડાવવા જોઈએ. એનાથી બાજરંગબલીની કૃપા તમારા પર રહેશે. આવું તમારે સતત 40 દિવસ સુધી કરવાનું રહેશે.

નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાવ એ પહેલાં સ્નાન કર્યા પછી ચોખ્ખા કપડાં પહેરીને એક લોટના લુઆમાં થોડો ગોળ ભરી લો.હવે આ મીઠા લોટને ગાય કે વાછરડાને ખવડાવી દો. આવું કરવાથી ઝડપથી નોકરી મળી જવાની શક્યતાઓ છે.

જો તમે પ્રમોશન મેળવવા ઇચ્છતા હોય તો રોજ તાંબાના લોટામાં ચોખ્ખું પાણી લઈ એમ કોઈ લાલ ફૂલ અને લાલ સિંદૂર નાખી સૂર્યદેવને ચઢાવો. એવું કરવાથી તમને પ્રતિષ્ઠા મળશે..
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.