જાણો આ અભિનેતા વિશે, કે જે12-12 કલાકો સુધી લાઇનમાં ઉભો રહીને આપતો હતો ઓડિશન, અને આ એક રોલથી બદલાઇ ગઇ કિસ્મત

12-12 કલાક લાઈનમાં ઉભા રહીને આ અભિનેતા આપતો ઓડીશન, એક રોલ મળ્યો ને બદલાઈ ગઈ કિસ્મત

દુનિયામાં ઘણા ઓછા લોકોને તેમના સપનાને પુરા કરવાની તક મળે છે અને જેઓ અહીં મેહનત કરે છે તેઓ જાણે છે કે તેમણે કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ઘણા એવા ટીવી કલાકારો છે જે ફક્ત સંઘર્ષને કારણે ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય થયા છે અને એમાંના જ એક અભિનેતા યોગેશ ત્રિપાઠી છે,

image source

જે આજે ટીવી જગતમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. યોગેશ ત્રિપાઠી ટીવી જગતમાં પ્રખ્યાત છે કારણ કે હપ્પુ સિંહ અભિનેતા એક સાથે 12-12 કલાક લાઈનમાં ઉભા રહીને ઓડિશન આપતા હતા. તેમની સફળતાની કહાની પણ ઘણી અલગ અને રસપ્રદ છે.

આ અભિનેતા 12-12 કલાક લાઇનમાં ઉભા લઈને ઓડિશન આપતો હતો

image source

લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ ભાભી જી ઘર પર હૈ માં પ્રખ્યાત યોગેશ ત્રિપાઠી જેને દરોગા હપ્પુ સિંહ તરીકે ઓળખવામાં આવે છે. તે યુપીના ઝાંસીથી આવેલા છે. યોગેશે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ આપ્યુ હતું જેમાં તેણે કહ્યું હતું કે જ્યારે એનેઓડિશન આપવા માટે 12 કલાક લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું .

image source

એ બાદ તેણે થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું અને એ પછી ધીમે ધીમે તેને એક જાહેરાત મળી ત્યારબાદ તેને એફ.આઈ.આર સિરિયલમાં કામ કરવાની પહેલી તક મળી. તેણે આ સિરિયલ મેળવવા માટે 2 વર્ષ સખત મહેનત કરી.2015માં ભાભીજી ઘર પર હે સીરિયલમાં યોગેશને હપ્પુ સિંહની ભૂમિકા મળી હતી જેમાં એમને એક પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ હતો જેને નવ બાળકો અને એક સગર્ભા પત્ની છે. હપ્પુ સિંહનું પાત્ર એકદમ રમુજી છે.

image source

આ સાથે જ તેને સબ ચેનલ પર જીજાજી છત પર હૈંમાં વાળંદની ભૂમિકા મળી. આ બંને સિરિયલોમાં તેનું પાત્ર એકદમ રમૂજી છે અને લોકોની વચ્ચે તે હપ્પુ સિંહના નામથી વધુ ઓળખાય છે. યોગેશ નાનપણથી જ એક અભિનેતા બનવા માંગતો હતો અને 12 પછી તેને બી.એસ.સી માં લખનઉ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. અહીં આવ્યા પછી તે એક નાટકની ટીમ સાથે જોડાઇ ગયો હતો અને પોતાના પિતાથી છુપાઇને અભિનય કરવા જતો. ઘણી વાર એવું પણ બનતું હતું કે તેણે મુંબઇ જતી વખતે સ્ટેશન પર રાત પસાર કરવી પડી.

હવે મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવશે

image source

હપ્પુ સિંહની ખ્યાતિ પછી યોગેશ ત્રિપાઠીની હપ્પુ સિંઘ રિવર્સલ પલટન ટીવી પર આવવાનું શરૂ થયું છે. એમ હપ્પુ સિંહ પરિણીત જીવન અને 9 બાળકોમાં કેવી રીતે ફસાય છે તે બતાવે છે. યોગેશ ત્રિપાઠી 11 ઓગસ્ટ 1979 ના રોજ ઝાંસીમાં જન્મયા હતા. યોગેશ ત્રિપાઠી આજે ઘણા એવોર્ડ જીત્યા છે. સામાન્ય લોકો તેને હપ્પુ સિંહના નામથી જ બોલાવે છે અને આ સફળતા મેળવવા માટે યોગેશ ત્રિપાઠીએ ખૂબ જ મહેનત કરી છે. શોમાં તેમના 9 બાળકો બતાવવામાં આવ્યા છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેમને એક જ પુત્ર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.