હરભજન સિંહે એક વાત શેર કરી, કરિયરની સૌથી શરમજનક ક્ષણ વિશે કહ્યું, આ ક્રિકેટરે બદલો લીધો હતો

હરભજન સિંહે એક વાત શેર કરી, કરિયરની સૌથી શરમજનક ક્ષણ વિશે કહ્યું, આ ક્રિકેટરે લીધો હતો બદલો

હરભજન સિંહ પ્લાહા, સામાન્ય રીતે હરભજન અથવા ખાલી ભજ્જી અથવા ભજ્જુ પા તરીકે ઓળખાય છે. તેનો જન્મ 3 જુલાઈ 1980માં (ઉંમર 39 વર્ષ) જલંધરમાં થયો હતો. તે ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે રમતના ક્રિકેટના તમામ પ્રકારો રમે છે. તે એક નિષ્ણાંત સ્પિન બોલર, તે શ્રીલંકાના મુથિયા મુરલીધરન પાછળ, ઓફ સ્પિનર ​​દ્વારા ટેસ્ટ વિકેટનો બીજા ક્રમનો સૌથી વધુ નંબરે છે.

image source

હરભજન સિંહે સ્પિન બોલર તરીકેની કારકિર્દીમાં ઘણી સફળતા મેળવી છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા પહેલાં આઈપીએલમાં લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો છે. આ સમય દરમિયાન તેણે બોલિંગની સાથે ઘણી સારી ઇનિંગ્સ પણ રમી છે. ત્યારે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે, જ્યારે તે વિકેટકીપરના બોલ પર આઉટ થયો હતો, તે સમય આઈપીએલમાં તેની કારકિર્દીની સૌથી શરમજનક ક્ષણ હતી.

હાલમાં જ હરભજન સિંહે તેના કરિયરના સૌથી શરમજનક ક્ષણ વિશે જણાવ્યુ

image source

ગૌરવ કપૂરે હરભજન સિંહને પૂછ્યું, કે એ કયો બોલર છે જેણે તેની ટી-20 કારકિર્દીમાં એક માત્ર ઓવરમાં તમારી વિકેટ લીધી હતી? આ ઓવરને યાદ કરતાં હરભજને કહ્યું, ‘મેચ દરમિયાન કિંગ્સ ઇલેવન પંજાબનો એડમ ગિલક્રિસ્ટ મારી સામે આવ્યો, મેં વિચાર્યું કે હું તેના બોલ પર છગ્ગો ફટકારીશ. જોકે આવું ન થયું અને હું પહેલાં જ બોલ પર ફાઈન લેગ પર કેચ આઉટ થઈ ગયો હતો. તેનાથી વધુ શરમજનક કંઈ હોઈ શકે જ નહીં.

image source

હરભજનસિંહે વધુમાં કહ્યું કે, હું એવા બોલરની બોલ પર આઉટ થયો હતો જેણે નેટ્સ પર એકપણ બોલ નાખ્યો નહોતો. મેં ટેસ્ટ ક્રિકેટમાં તેને ઘણીવાર આઉટ કર્યો હતો અને એ દિવસે તેનો વારો પણ હતો. તેણે એક જ વારમાં બધો બદલો લઈ લીધો અને પછી ગંગનમ ડાંસ કરીને ઉજવણી પણ કરી હતી.

ગ્રિલક્રિસ્ટે શાનદાર ઉજવણી કરી હતી

image source

તે મેચમાં હરભજનની વિકેટ મેળવ્યા બાદ ગિલક્રિસ્ટે કહ્યું, ‘હરભજને ઘણીવાર મારી વિકેટ લીધી છે, હું તેની નકલ કરતો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં આઠ મેચ જીતી છે, આઠ હારી છે. કિંગ્સ ઇલેવન પંજાબ સાથે ખૂબ જ સારી યાદો છે. હરભજન હજી નિવૃત્ત થયો નથી પરંતુ તેણે 2016માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. આ 39 વર્ષીય સ્પિનરે 103 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી છેલ્લે 2015માં રમી હતી. હરભજનએ 103 મેચોમાં 417 વિકેટ ઝડપી છે.

હરભજન સિંહને આઈપીએલ યોજવાની ઉતાવળ નથી

image source

આઈપીએલના આયોજન વિશે હરભજને જણાવ્યું કે, સરકાર અને બીસીસીઆઈ આઈપીએલના ભવિષ્ય પર શું નિર્ણય લેશે. તેણે કહ્યું કે, જો 13 વર્ષમાં પહેલીવાર આઈપીએલ નહીં યોજાય તો પણ બરાબર છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈપણ ક્રિકેટર પર દબાણ કરી શકાય નહીં. જીવન પહેલાં છે, ક્રિકેટ તો રાહ જોઈ શકે છે.

હરભજન સિંહનો ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયર

હરભજન સિંહે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી હતી, જ્યારે 236 વન ડે મેચમાં 269 વિકેટ અને 28 T20 મેચોમાં 25 વિકેટ લીધી હતી. હરભજન સિંહ છેલ્લીવાર 3 માર્ચ 2016એ ક્રિકેટ મેદાન પર T 20 મેચ રમતા જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.