કડકડાટ અંગ્રેજી બોલતા આ દાદીમાનો વિડિયો જોઈ તમે પણ બોલી ઉઠશો ‘વાહ !’

આ હરિયાણવી દાદી બોલે છે ફાંકડું ઇંગ્લીશ – મહાત્મા ગાંધી વિષે કરે છે અંગ્રેજીમાં વાત

હરિયાણાની દાદી એક શ્વાસમાં બોલી ગયા કડકડાટ અંગ્રેજી, વાયરલ થયો વિડીયો.

આપ વિડીયોમાં જોઈ શકો છો કે, કેમેરાની પાછળ ઉભી રહેલ વ્યક્તિ જેવી રીતે જ દાદીને અંગ્રેજી બોલવા માટે કહે છે કે, આ હરિયાણાની દાદી તરત જ એક શ્વાસમાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જિંદગીને અંગ્રેજી ભાષામાં બોલવા લાગે છે.

image source

સોશિયલ મીડિયા પર આ લોકડાઉનના દિવસોમાં દેશી દાદીનો આ એક વિડીયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં હરિયાણાની એક વૃદ્ધ મહિલા કડકડાટ અંગ્રેજી બોલતા જોવા મળી રહી છે. આઈપીએસ ઓફિસર અરુણ બોથરાએ પણ આ વિડીયોને પોતાની ટ્વીટર વોલ પર શેર કર્યો છે. હરિયાણાની આ દાદીના વિડીયોને ૨૪ કલાકમાં અંદાજીત ૨.૫ લાખ કરતા પણ વધારે લોકો દ્વારા જોવાય ગયો છે.

image source

આ વિડીયોમાં કેમેરાની પાછળ ઉભી રહેલ વ્યક્તિ આ હરિયાણાની દાદીને અંગ્રેજી બોલવા માટે કહે છે. ત્યાર પછી આ વૃદ્ધ દાદી એક શ્વાસમાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન વિષે અંગ્રેજી ભાષા કડકડાટ બોલવા લાગે છે.

આઈપીએસ ઓફિસર અરુણ બોથરાએ આ વિડીયોને પોતની ટ્વીટર વોલ પર શેર કરતા કેપ્શનમાં લખે છે કે, ‘અંગ્રેજી ભાષામાં બોલનાર આ હરિયાણાની વૃદ્ધ મહિલાને આપ ૧૦ માંથી કેટલા માર્ક્સ આપશો? સોશિયલ મીડિયા પર હરિયાણાની આ દાદીની અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ જોઇને દરેક વ્યક્તિને નવાઈ લાગી રહી છે.

હરિયાણાની આ દેશી દાદીના અંગ્રેજી ભાષામાં મહાત્મા ગાંધીજીની જીવની વિષે બોલીને બનાવવામાં આવેલ વિડીયોની ઘણી પ્રસંશા કરવામાં આવી રહી છે. ત્યાં જ ઘણા લોકો તો તેમના જુસ્સા અને આત્મવિશ્વાસને પણ સલામ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો આ વિડીયો જોઇને કમેન્ટ બોક્સમાં કોંગ્રેસના નેતા શશિ થરૂરને ખેચી લીધા છે, કેમ કે, કોંગ્રેસના નેતા શશિ થરૂર અંગ્રેજી ભાષા બોલવા પર સારું પ્રભુત્વ ધરાવે છે. ઉપરાંત શશિ થરૂર કેટલીક પોતાના દ્વારા બોલાયેલ શબ્દોના કારણે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યા છે.